- આજે સાંજે 7:30એ જોવા મળી શકે છે મુંબઈનાં વાનખેડે સ્ટેડિયમમાં રનનો વરસાદ
- આજે વાનખેડે સ્ટેડિયમમાં ટક્કરમાં આવશે પંજાબ અને રાજ્સ્થાનની ટીમ
IPL: IPL 14 ની ચોથી મેચમાં જોવા મળશે રાજ્સ્થાન રોયલ્સની સામે કિંગ્સ ઇલેવન પંજાબ. મુંબઈનાં વાનખેડે સ્ટેડિયમમાં 7:30એ શરૂ થશે. પંજાબ અને રાજસ્થાનની આ મેચમાં બને ટીમના હિટર બેસ્ટમેનો પર બધાની નજર રહશે.
બન્ને ટીમનાં આઈપીએલ રેકોર્ડ શું કહી રહ્યા છે…..????
આઈપીએલમાં રાજ્સ્થાન અને પંજાબ 21 વખત સામસામે રમ્યું છે. જેમાં રાજ્સ્થાન 12 વખત જીત્યું છે. અને પંજાબ 9 વખત જીત્યું છે(જેમાં એક મેચ ટાઇ થઇ અને સુપર ઓવરમાં પંજાબે એ મેચ પોતાનાં નામે કરી હતી.).
રાજસ્થાન ટીમની વાત કરીએ તો, રાજસ્થાનની ટીમમાં રહેલ ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ પોતાના અંદાજમાં આવવાની કોશિશ કરશે. સાથે સાથે ઇંગ્લેન્ડનાં કેપ્ટન સેમસન અને જોસ બટલર પણ સારી એવી શરૂઆત કરી શકે છે. રાજસ્થાન રોયલ્સ તરફથી જો યશસ્વી જયસ્વાલ અને બટલર ઓપનિંગ કરી શકે છે. જ્યારે ત્રીજા ક્રમે સેમસન બેટિંગ કરે અને મિડલ બેટિંગ ની મજધાર સ્ટોક્સ કરે તો પંજાબની બોલિંગ પર મોટી અસર કરી શકે છે. જ્યારે બોલિંગ પાવરમાં ઝડપી બોલર ક્રિસ મોરિસ જોવા મળશે. ક્રિસ મોરિસને આ વર્ષે 16કરોડ 25 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. જોકે ચાર વિદેશી ખેલાડીને રમાડવાના ન હોવાથી રાજસ્થાન રોયલ્સે ટીમ બનાવવામાં ધ્યાન રાખવું પડે એવું છે. કારણકે બોલર તરીકે ટીમમાં ડાબોડી ઝડપી બોલર મુસ્તફિજુર રહેમાનને ટીમમાં લેવામાં આવશે કે જયદેવ ઉનાડકટ, કાર્તિક ત્યાગી અને ચેતન સાકરીયા વચ્ચે પસંદગી કરેશે.
પંજાબ ટીમની વાત કરીએ તો, કિંગ્સ ઇલેવન પંજાબ પાસે છે 2020ની મજબૂત જોડી મયંક અગ્રવાલ અને કે.એલ રાહુલ. 2020ની આઈપીએલ સીઝન માં કે.એલ રાહુલે 670 રન અને મયંકે 424 રન બનાવ્યા હતા. આ ટીમ પાસે ક્રિસ ગેઈલ, ઇંગ્લેન્ડનાં ડેવિડ મલાન, તમિલનાડુનાં એમ શાહરુખ ખાન અને વેસ્ટ ઈન્ડિઝના નિકોલસ પૂરન જેવા બેસ્ટ હિટર બેસ્ટમેનો છે. જ્યારે બોલિંગમાં આક્રમક તરીકે મહોમદ શમી જોવા મળી શકે છે. ટીમ પાસે ક્રિસ જોર્ડન પણ છે. સ્પિનર તરીકે ટીમમાં મુરુગન અશ્વિન અને રવિ બિશ્નોઈ જેવા બોલર છે.
રાજસ્થાન રોયલ્સ:
સંજુ સેમસન (કેપ્ટન), જોસ બટલર, બેન સ્ટોક્સ, યશસ્વી જયસ્વાલ, મનન વ્હોરા, અનુજ રાવત, રિયાન પરાગ, ડેવિડ મિલર, રાહુલ તેવતિયા, મહિપાલ લોમરોર, શ્રેયસ ગોપાલ, મયંક માર્કંડેય, એન્ડ્રુ ટાઇ, જયદેવ ઉનડકટ , કાર્તિક ત્યાગી, શિવમ દુબે, ક્રિસ મોરિસ, મુસ્તફિઝુર રહેમાન, ચેતન સાકરિયા, કેસી કરિયપ્પા, લિયામ લિવિંગસ્ટોન, કુલદીપ યાદવ અને આકાશ સિંહ.
પંજાબ કિંગ્સ ઈલેવન :
કેએલ રાહુલ (કેપ્ટન), મયંક અગ્રવાલ, ક્રિસ ગેઇલ, મનદીપ સિંહ, પ્રભાસિમરન સિંહ, નિકોલસ પૂરન, સરફરાઝ ખાન, દિપક હૂડા, મુરુગન અશ્વિન, રવિ બિશ્નોઇ, હરપ્રીત બરાર, મોહમ્મદ શમી, અરશદીપ સિંહ, ઇશાન પોરેલ, દર્શન નાલકંડે, ક્રિસ જોર્ડન, ડેવિડ મલાન, જય રિચાર્ડસન, શાહરૂખ ખાન, રિલે મેરિડિથ, મોઇઝ્સ હેનરિક્સ, જલજ સક્સેના, ઉત્કર્ષ સિંઘ, ફેબિયન એલન અને સૌરભ કુમાર.