પંજાબ કિંગ્સ સામે રાજસ્થાન રોયલ્સ 4 રનથી હાર્યું

  • સંજુ સેમસનની સદી જીતવા માટે કામ ન આવી
  • વાનખેડે સ્ટેડિયમમાં દિપક હુડાનાં 6 છગ્ગા અને 4 ચોગ્ગાનો થયો વરસાદ
  • આઈપીએલની ચોથી મેચમાં જોવા મળ્યો 200 રન ઉપરનો સ્કોર
  • સૌરાષ્ટ્રનાં ચેતન સાકરીયાએ કર્યું રાજસ્થાન રોયલ્સમાં ડેબ્યુ

IPL: સુકાની તરીકે સંજુ સેમસનની 63 બોલમાં 119 રન હોવા છતાં રાજસ્થાન રોયલ્સ ને જીત ન મેળવી શક્યું. જીતવા માટે પંજાબે 20 ઓવરમાં 6 વિકેટે 217 રન બનાવ્યા હતા. જેમાં કેએલ રાહુલે 50 બોલમાં 7 ચોગ્ગા અને 5 છગ્ગા સાથે 91 રન નોંધાવ્યા. જ્યારે દીપક હુડ્ડાએ 64 બોલમાં 4 ચોગ્ગા અને 6 છગ્ગા સાથે 64 રન કર્યા હતા.

રાહુલે રાજસ્થાન સામે 10 મેચમાં 5 અડધી સદી નોંધાવી છે.

રાહુલ આઇપીએલમાં 22 અને રાજસ્થાન સામે છેલ્લી 10 મેચમાં 5 વખત અડધી સદી નોધાવી હતી. આ સાથે રાહુલે આઇપીએલમાં પંજાબ તરફથી 2000 રન પુરા કર્યા. તેણે આઇપીએલમાં આત્યાર સુધીમાં કુલ 82 મેચ માં 137ની સ્ટ્રાઈક રેટથી 2 સદી અને 22 અડધી સદી સાથે કુલ 2738 રન બનાવ્યા છે.

અડધી સદી સાથે દીપક હુડ્ડા પહેલો અનકેપ્ડ પ્લેયર બન્યો.

23 બોલથી ઓછા બોલમાં 2 અડધી સદી કરનાર દીપક હુડ્ડા પ્રથમ અનકેપ્ડ પ્લેયર બન્યો. રાજસ્થાન સામે દીપક હુડ્ડાએ છગ્ગાનો કર્યો હતો વરસાદ. તેણે 20 બોલમાં 1 ચોગ્ગો અને 6 છગ્ગા વડે 50 રન કર્યા હતા. તેણે 228.57ની સ્ટ્રાઈક રેટથી કુલ 28 બોલમાં 4 ચોગ્ગા અને 6 છગ્ગા સાથે 64 રન કર્યા હતા.

રાજસ્થાન રોયલ્સનાં સંજુ સેમસનનાં 119 રન સાથે 217 રન જ બનાવી શકી હતી. રાજસ્થાન રોયલ્સના સંજુ સેમસન સિવાય એક પણ ખેલાડી 30 રન કરતા વધુ રન કરી ન શક્યો. રાજસ્થાન પર પંજાબનો બોલર અર્શદીપ સિંહ ભારે પડ્યો. તેણે 35 રન આપી ને 3 વિકેટ લીધી હતી. રાજસ્થાનના બેન સ્ટોક્સ એકપણ રન નું ખાતું ખોલાવ્યા વગર પેવેલિયન માં પાછો ફર્યો હતો. જ્યારે બટલરે ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર રિલી મેરેડીથ નું સ્વાગત 4 ચોગ્ગા સાથે કર્યું હતું.

સૌરાષ્ટ્રના ચેતન સકારિયાએ કર્યું રાજસ્થાન ટીમમાં ડેબ્યું. રાજસ્થાન રોયલ્સ સામેની આ મેચમાં ચેતન સકારિયાએ બીજી જ ઓવરમાં વિકેટ લીધી હતી. આ વિકેટ માં પંજાબના ઓપનર બેટ્સમેન મયંક અગ્રવાલને 14 રને આઉટ કર્યો હતો. અને મેચમાં અંતમાં બીજી 2 વિકેટ લીધી હતી. જેમાં પંજાબ ના કેપ્ટન રહુલ (91) ની વિકેટનો પણ સમાવેશ થાય છે. રાજસ્થાન રોયલ્સે આ વર્ષે આઈપીએલની હરાજીમાં 1.2 કરોડથી સકારિયા ને ટીમમાં સામેલ કર્યો હતો. આ પહેલા આરસીબમાં નેટ પ્રેક્ટિસ બોલર તરીકે જોડાયો હતો. ચેતન સકારિયા અત્યાર સુધીમાં 15 ફાસ્ટ ક્લાસ મેચ રમી ચૂક્યો છે જેમાં તેણે 41 વિકેટ લીધી હતી. સકારિયા એ 16 T20 મેચમાં 28 વિકેટ લીધી છે

Related posts

Leave a Comment