મહાભારતમાં ‘અર્જુન’નાં પાત્ર દ્વારા સૌનું દિલ જીતનાર શહીર શેખએ પોતાનું દિલ હંમેશા માટે ગર્લફ્રેન્ડ રુચિકાનાં નામ કર્યું વિશ્વમાં ચાલી રહેલી કોરોના વાયરસની મહામારીનાં કારણે તેમણે કોર્ટ મેરેજ કરવાનું પસંદ કર્યું ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ દ્વારા બંને સેલિબ્રિટીએ પોતાનાં લગ્નની જાણ તેમનાં ચાહકોને કરી હતી મનોરંજન: મહાભારતમાં ‘અર્જુન’નું પાત્ર ભજવનાર તેમજ ‘નવ્યા’, ‘કુછ રંગ પ્યાર કે’ અને ‘યે રિશ્તે હે પ્યાર કે’ જેવી ટીવી સિરિયલમાં પોતાની ભૂમિકા ભજવનાર, પ્રખ્યાત ટીવી એક્ટર ‘શહીર શેખ’ એ તેમની ગર્લ ફ્રેન્ડ ‘રુચિકા કપૂર’ સાથે કોર્ટ મેરેજ કરી લીધા છે. વિશ્વમાં ચાલી રહેલી કોરોના વાયરસની મહામારીનાં કારણે…
Day: November 28, 2020
રાજચરાડી નદી પરનો પુલ ધોવાતા ગ્રામજનોનાં બાઈકનાં “ચેઇન-ચક્કર” ફેલ
ત્રણ મહિનામાં 50 જેટલાં બાઈકનાં ચેઇન-ચક્કર ફેલ પુલનું સમારકામ ન થયું હોવાથી ગ્રામજનોએ નદીમાંથી પસાર થવું પડે છે ગુજરાત: ધ્રાંગધ્રા તાલુકાનાં રાજચરાડી ગામની ચન્દ્રભાગા નદી પર આવેલ પુલ ગત ચોમાસામાં ભારે વરસાદને કારણે ધોવાઈ ગયો હતો. જેના કારણે ગ્રામજનો અને ખેતરમાં રહેતા ખેતમજૂરોને ખુબજ હાલાકી ભોગવવી પડી હતી. જેની રાજચરાડી ગામનાં સરપંચ શ્રીએ 24 ઓગસ્ટનાં રોજ ધ્રાંગધ્રા મામલતદાર કચેરીને લેખિતમાં રજૂઆત કરી હતી. પરંતુ મામલતદાર શ્રીને રજૂઆત કર્યાનાં ત્રણ મહિના થયા હોવા છતાં કોઈપણ યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. આ દરમિયાન ગ્રામજનોને પોતાના ખેતરે જવા માટે નદીની વચ્ચે થઈને…
પ્રેમ પહોંચ્યો પોલીસ સ્ટેશન સુધી, બે બાળકોની માતાને મળી બદનામ કરવાની ધમકી
અંગતપળો માણતાં ફોટો સોશિયલ મીડિયા પર નાંખવાની મળી ધમકી ફરિયાદીનાં બાળકોને મોકલ્યા ઇન્ટિમેટ ફોટો મહિલાએ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી ગુજરાત: આંબાવાડીમાં રહેતી 43 વર્ષીય મહિલાએ ગુરુવારે સિટી પોલીસની સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી કે વટવાનાં રહેવાસી અને તેના પૂર્વ પ્રેમી મિતેશ પરમારે તેણીની પુત્રી અને પુત્રને તેમનાં અંગત ફોટો મોકલ્યા હતા. ફરિયાદીએ જણાવ્યું છે કે તેનો પતિ તેને 15 વર્ષ પહેલા છોડી ગયો હતો અને તે જીવનનું ગાડું ચલાવવા માટે કેટરિંગ એજન્સીમાં કામ કરે છે. ફરિયાદ અનુસાર, મહિલા દોઢ વર્ષ પહેલા તે એજન્સીમાં મિતેશને મળી હતી. સાયબર સેલનાં એક અધિકારીએ…
ચક્રવાત ‘નીવાર’નાં કારણે સોનાનો થયો વરસાદ,50 લોકોની લાગી લોટરી
આંધ્રપ્રદેશના પૂર્વી ગોદાવરી જિલ્લામાં ચક્રવાત નિવારનાં કારણે કેટલાક લોકોની કિસ્મત બદલાઈ ચક્રવાતી વરસાદમાં વરસ્યું સોનું અંદાજે 50 જેટલા લોકોને આ સોનું મળ્યું તમે ઘણી વખત સાંભળ્યુ હશે કે, કોઈ જગ્યા પર જીવ-જંતુઓનો વરસાદ થયો કોઈ જગ્યાઓ પર વરસદમાં માછલી કે દેડકા વરસ્યાં. પણ તમે ક્યરેય સાંભળ્યુ છે કે સોનાનો વરસાદ થયો? નેશનલ: સામાન્ય રીતે વાવાઝોડાનો વરસાદ વિનાશ લઈને આવતા હોય છે. શુક્રવારે સવારે આંધ્ર પ્રદેશનાં ઉપ્પડા ગામનાં લોકો ઉંઘમાંથી ઉઠેલા અને ત્યાંજ લોકોને દરિયા કિનારે નાનકડા મોતી જેટલા સોનાના ટુકડા મળી આવ્યા હતા. સ્થાનિક માછીમારો પૈકીનાં કેટલાકને આ પ્રકારનાં નાના…
પંજાબ-હરિયાણામાં કૃષિ આંદોલન ચાલી રહ્યું છે, ત્યારે જાણો શું છે આ ખેડૂતોની માંગણીઓ!
નેશનલ: દેશમાં હાલમાં જ ત્રણ નવા કૃષિ કાનૂનને લાગુ કરવામાં આવ્યા છે. ત્યારે આ બાબતે પંજાબ-હરિયાણાનાં ખેડૂત સતત આંદોલન કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર ઉપર દબાણ લાવવા ખેડૂત સંગઠનોએ ગુરુવારે દિલ્હી કૂચની જાહેરાત કરી હતી. તે જ સમયે ખેડૂત સંગઠનો વીજ બિલ 2020 પણ પાછો ખેંચવાની માંગ કરી રહ્યા છે. અંબાલામાં બુધવારે ખેડુતોએ ભારે પોલીસ બંદોબસ્તને ઠેંગો બતાવી દિલ્હી તરફ પ્રયાણ કર્યું હતું. પોલીસે આ સમયગાળા દરમિયાન વોટર કેનનનો પણ ઉપયોગ કર્યો હતો. પરંતુ ખેડૂતોને રોકી શક્યા નહીં. ખેડુતોએ દિલ્હી તરફ પ્રયાણ કર્યું. ખેડૂતોના ‘દિલ્હી ચલો’ આંદોલનને ધ્યાનમાં રાખીને હરિયાણા…
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદ, પુણે અને હૈદરાબાદની મુલાકાત લઈને કોવિડની રસીના વિકાસ તથા ઉત્પાદનની પ્રક્રિયા નિહાળશે
નેશનલ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદ સહિત ત્રણ શહેરોની મુલાકાત લઈને કોવિડની રસીના વિકાસ તથા ઉત્પાદનની પ્રક્રિયા નિહાળશે. તેઓ અમદાવાદમાં ઝાયડ્સ બાયોટેક પાર્ક, પુણેમાં સીરમ ઇન્સ્ટીટ્યૂટ તથા હૈદરાબાદમાં ભારત બાયોટેક એકમોની આજે મુલાકાત લેશે. PM મોદી આ મુલાકાત વખતે સંબંધિત એકમો ખાતેના વૈજ્ઞાનિકો સાથે ચર્ચા-વિચારણા કરશે. પ્રધાનમંત્રી આજે સવારે અમદાવાદ નજીક ચાંગોદરમાં આવેલા ઝાયડ્સ બાયોટેક પાર્કની મુલાકાત લઈને કોવિડની રસીના વિકાસ પ્રક્રિયાની માહિતી મેળવશે. ઝાયડસ કેડીલા આવતા અઠવા઼ડિયે તેની કોવિડ માટેની રસીના બીજા તબક્કાનાં પરિક્ષણોનાં પરિણામો સુપરત કરશે. અને ડિસેમ્બરમાં ત્રીજા તબક્કામાં પરિક્ષણો હાથ ધરશે. જો અપેક્ષીત પરિણામો મળ્યા તો…