ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બે ટેસ્ટ મેચ અને પાંચ 20-20 ક્રિકેટ મેચો અમદાવાદનાં નવા મોટેરા ક્રિકેટ મેદાન ખાતે રમાશે

motera
  • વર્ષ 2021માં ઈંગ્લેન્ડ સામેની મેચ મોટેરામાં રમાશે
  • બે ટેસ્ટ અને પાંચ 20-20નું આયોજન મોટેરામાં થશે

સ્પોર્ટ્સ: આગામી ફેબ્રુઆરી- માર્ચ મહિનામાં ભારત અને પ્રવાસી ઈંગ્લેન્ડ વચ્ચેની બે ટેસ્ટ મેચ અને પાંચ ટી ટવેન્ટી ક્રિકેટ મેચો અમદાવાદનાં નવા મોટેરા ક્રિકેટ મેદાન ખાતે રમાશે. વિશ્વનાં સૌથી વિશાળ એવા મોટેરાનાં આ સ્ટેડિયમનું ઉદઘાટન ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ડે-નાઈટ ટેસ્ટ મેચ દ્વારા થશે. બંને દેશો વચ્ચેની આ ત્રીજી ટેસ્ટ મેચ 24 થી 28 ફેબ્રુઆરી દરમિયાન મોટેરામાં રમાશે. ચોથી ટેસ્ટ 4 થી 8 માર્ચ દરમિયાન રમાશે. ત્યાર બાદ ઈંગ્લેન્ડની ટીમ ભારત સામે સળંગ પાંચ 20-20 મેચો પણ મોટેરા સ્ટેડિયમ ખાતે જ રમશે. આ પાંચ 20-20મેચો 12, 14, 16, 18 અને 20 માર્ચે રમાશે.

ગઈકાલે જાહેર થયેલા ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમનાં ભારતનાં પ્રવાસ કાર્યક્રમ મુજબ બંને દેશો વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ પાંચ થી 9 ફેબ્રુઆરી અને બીજી ટેસ્ટ 13 થી 17 ફેબ્રુઆરી દરમિયાન ચેન્નાઈ ખાતે રમાશે. જ્યારે પ્રવાસના અંતે એક દિવસની ત્રણ આંતરરાષ્ટ્રીય વનડે મેચો પૂણે ખાતે રમાશે. આ મેચો 23, 26 અને 28મી માર્ચે રમાશે.

Related posts

Leave a Comment