- અમીરગઢમાં બનાવેલ રેલવે અંડરપાસની પેહલા ભરાયેલા પાણી અને કીચડથી રાહ દારીઓ પરેશાન
- મરુડ માટીથી દ્વિચક્રીય વાહનો સ્લીપ થવાનો અને પડવાનો ભય
ગુજરાત: અમીરગઢમાં બનાવેલ રેલવે અંડરબ્રિજ ના એન્ટર થવાના રસ્તા આગળ જ વરસાદીથી થયેલ કીચડમાં બાઈક ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે. અંડર બિજમાં પ્રવેશવાના રસ્તા પર રોડ અથવા હાલ પૂરતી કોઈ ઠોસ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
અમીરગઢમાં બનાવેલ અંદર બ્રિજમાં એન્ટર થવાનો રસ્તો કાચો અને ચીકની માટી વાળો હોવાથી વરસાદના પાણીથી કીચડ છવાઈ જતા બાઈકો સ્લીપ થઇ જાય છે અને બાઈક ચાલકો પોતાના જોખમ અને મજબૂરી થી આ રસ્તે પસાર કરી રહ્યા છે ગામમાં જાવા આવવા માટે એકજ માર્ગ હયાત છે. ઘણીવાર કીચડમાં બાઈક સ્લીપ થવાના બનાવો બનેલ છે જેથી લોકોમા ભય પ્રસરી ગયેલ છે આવા વરસાદના સમયમાં અમીરગઢમાં પ્રવેશવાના રસ્તા પર રોડ અથવા હાલ પૂરતી કોઈ ઠોસ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.