બંધારણ, આ શબ્દ સાંભળતા જ આપણી સામે એક દળદાર પુસ્તકનું ચિત્ર આવી જાય. કોર્ટ અને એનાથી સહેજ આગળ વધીએ તો બાબા સાહેબ આંબેડકરનો ચહેરો યાદ આવી જાય.
આજે 26 નવેમ્બર એટલે કે આજથી લગભગ 71 વર્ષ પહેલા ભારતનું સંવિધાન એ સંવિધાન સભામાંથી પસાર કરવામાં આવ્યું. આ એ ક્રાંતિકારી પરિવર્તન હતું, જેમાં રાજા અને પ્રજાને એક જ સમાન દોરામાં પરોવીને માળા બનાવવામાં આવી અને એક સમાન કાયદો એક સમાન રક્ષણની નીતિ દાખલ થઈ.
આપણે બધા ભારતનાં બંધારણ વિશે અમુક વસ્તુઓ તો જાણીએ જ છીએ કે વિશ્વનું સૌથી લાબું લેખિત સ્વરૂપનું બંધારણ છે, 470 અનુચ્છેદ, 12 અનુસૂચિ અને 25 ભાગ છે. જેમાં વિશ્વનાં ઘણા બધા દેશોનાં બંધારણનો અર્ક છે.
પણ આજે મારે તમને કેટલીક એવી વાત કહેવી છે બંધારણ વિશે જે તમારે જાણવી જોઈએ..
1. બંધારણમાં શ્રી રામનું ચિત્ર:
ભારતીય બંધારણ જે ભારતનાં તમામ નાગરિક માટે અત્યંત મહત્વનું સ્થાન ધરાવે છે તેમાં મૂળભૂત અધિકારો(fundamental rights)ની શરુઆતમાં પ્રભુ શ્રી રામ, માતા સીતા અને ભાઈ લક્ષ્મણનું સુંદર ચિત્ર આવેલું છે.
રાજનીતિજ્ઞો શ્રી રામના હોવાપણા પર શંકા કરે છે બંધારણ તેમની આ વિચારધારાનું ખંડન કરે છે.
2. બંધારણની મુળ પ્રત ક્યાં છે??
ભારત દેશનાં આ અમુલ્ય બંધારણની જાળવણી પણ યોગ્ય રીતે થવી આવશ્યક છે તેથી જ ભારતના બંધારણની મુળ પ્રત ભારતનાં સંસદ ભવનની લાયબ્રેરીમાં એક હિલિયમ ભરેલા કવરમાં મુકવામાં આવી છે.
3.બંધારણની પ્રસ્તાવના (આમુખ) વિશે:
આમુખનો સ્વિકાર બંધારણ સભામાં સૌથી છેલ્લે થયો. આમુખનાં આસપાસની બોર્ડરની ડિઝાઇન
શ્રી રામ મનોહર સિંહાએ બનાવી છે જેમાં સિંહ, ઘોડો,હાથી, નંદી, મોર ,કમળ જેવા અનેક પ્રાકૃતિક ચિન્હો છે.
4. રાષ્ટ્રમુદ્રા :
ભારતની રાષ્ટ્રમુદ્રામાં 4 સિહોની આકૃતિ છે જે સમ્રાટ અશોકે બનાવેલા સારનાથનાં સ્તંભ પરથી લેવામાં આવેલી છે,જેની નીચે અશ્વ તેમજ નંદીની આકૃતિ આવેલી છે જેમાં વચ્ચે અશોક દ્રારા સ્તંભ પર અંકીત કરાવેલું ‘ધર્મ ચક્ર’ છે અને તેની નીચે મુંડક ઉપનિષદમાંથી ‘सत्यमेव जयते’ લખેલું છે.
ભારતનું બંધારણ એટલા માટે વિશિષ્ટ છે, કારણકે તેમાં વિકસિત પ્રજા સાથે ભેદભાવ વગર અલ્પવિકસિતનો ઉદ્ધાર કરી શકાય તેવા નિયમો અને કાયદા છે. આમ તે સમાજનાં કોઇ એક વર્ગ વિશિષ્ટ માટે ન રહેતા તમામ માટે હોવાથી બંધારણ મહાન છે તેના ઘડનારા મહાન છે તે બંને ને વંદન.