કેનબરા ખાતે રમાયેલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી વન-ડે ક્રિકેટ મેચમાં ભારતનો 13 રને વિજય

  • ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી વન-ડે ક્રિકેટ મેચમાં ભારતનો વિજય
  • હાર્દિક પંડ્યાએ 76 બોલમાં 92 રન બનાવ્યા
  • રવિન્દ્ર જાડેજાએ 50 બોલમાં 66 રન બનાવ્યા

સ્પોર્ટ્સ: આજે કેનબરા ખાતે રમાયેલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી વન ડે ક્રિકેટ મેચમાં ભારતનો 13 રને વિજય થયો છે. ભારતે 5 વિકેટ ગુમાનીવે 302 બનાવ્યા હતા જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 49.3 ઓવરમાં 289 રન બનાવીને ઓલ આઉટ થઇ હતી.

ભારતનાં શાર્દૂલ ઠાકુરે 3 વિકેટ ઝડપી હતી. જ્યારે જસપ્રીત બુમરાહે 2 વિકેટ ઝડપી હતી. કુલદિપ યાદવ અને રવિન્દ્ર જાડેજાએ એક-એક વિકેટ ઝડપી હતી.

હાર્દિક પંડ્યાએ 76 બોલમાં 92 રન બનાવ્યા હતા, જ્યારે રવિન્દ્ર જાડેજાએ 50 બોલમાં 66 રન બનાવ્યા હતા. જ્યારે વિરાટ કોહલીએ 63 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાની ટીમે ત્રણ મેચોની સીરીઝમાં પહેલી અને બીજી એમ બંન્ને વન-ડે ક્રિકેટ મેચ જીતી છે.

Related posts

Leave a Comment