વર્લ્ડ રેન્કિંગમાં 157 માં સ્થાન પર મજબૂત પકડ રાખી. ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાને બુધવારે 4 વર્ષ પછી સરકારની ‘ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ’ યોજના (ટોપ્સ) માં શામેલ કરવામાં આવી છે. 34 વર્ષીય સાનિયા, જેમણે અનેક ગ્રાન્ડ સ્લેમ ટ્રોફી જીતી છે, ઈજાનાં કારણે 2017 માં ચાર વર્ષ પહેલા ટોપ્સ યોજનામાંથી પીછેહઠ કરવાનો નિર્ણય કર્યો હતો. દિલ્હીમાં મિશન ઓલિમ્પિક યુનિટની 56 મી બેઠક દરમિયાન તેમને ટોપ્સમાં શામેલ કરવામાં આવ્યા હતા. પરંતુ ઈજાનાં કારણે તેને લાંબા સમય સુધી રમતથી બહાર રહેવું પડ્યું હતું. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) ના એક સૂત્રએ પીટીઆઈને કહ્યું, ‘હા,…
સમાચાર
મુંબઈ ઇન્ડિયન્સે કોલકાતાને 10 રનથી હરાવ્યું
જીતેલી બાજી હારી કોલકાતા મુંબઈ ઇન્ડિયન્સ સામે હર્ષલ પટેલનો રેકોર્ડ તૂટ્યો IPL: આઈપીએલ 14ની 5મી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સનાં બેસ્ટમેનોએ નિરાશાજનક દેખાવ કર્યો. મુંબઈ ઇન્ડિયન્સે 20 ઓવરમાં 152 રન કર્યા હતા. છેલ્લી 5 ઓવરમાં 38 રન સાથે 7 વિકેટ ગુમાવી હતી. આ 7 વિકેટ માંથી 5 વિકેટ કોલકાતાના આન્દ્રે રસેલનાં નામે થઇ છે. આન્દ્રે રસેલએ ચેન્નઇ સામે 2 ઓવરમાં 15 રન આપી 5 વિકેટ લીધી હતી. મુંબઈ ઇન્ડિયન્સ સામે આ રેકોર્ડ સર્વશ્રેષ્ઠ રહ્યો છે. આ રેકોર્ડ આ પહેલા આરસીબીનાં હર્ષલ પટેલનાં નામે હતો. તેણે આજ સીઝનમાં આ દેખાવ કર્યો હતો. તેણે…
રાજસ્થાન રોયલ્સને ફટકો: ટીમના વિસ્ફોટક બેસ્ટમેન બેન સ્ટોક્સ આંગળીમાં ઈજાને કારણે ટુર્નામેન્ટની બહાર
પંજબ કિંગ્સ સામે ટુર્નામેન્ટની પ્રથમ મેચમાં ફિલ્ડિંગ દરમિયાન આંગળીમાં થઈ હતી ઇજા ઈજાના લીધે મેચમાં ફોર્મ સારું રહ્યું ન હતું ઇંગ્લેન્ડનો આ સ્ફોટક બેટ્સમેન ગમે ત્યારે બાજી પલટી શકે તેવો બેટ્સમેન છે પરંતુ ઇજા ના કારણે બહાર નીકળતા ટીમને મોટો ફટકો પડ્યો IPL: આઈપીએલમાં પંજાબ કિંગ્સ સામે પ્રથમ મુકાબલામાં રિયાન પ્રયાગ જ્યારે ક્રિસ ગેલને બોલિંગ કરી રહ્યો હતો ત્યારે ક્રિસ ગેલનો કેચ કરવા જતાં તેને આંગળી પર ઇજા થઈ હતી. જોકે ત્યારે તેને આ વાતની જાણ ન હતી અને પોતાની રમત ચાલુ રાખી હતી. હવે ઈજાના કારણે તે ટુર્નામેન્ટની બહાર…
કુંભ મેળામાં સરેઆમ કોવિડના નિયમોનું ઉલ્લંઘન, માત્ર બે દિવસમાં હરિદ્વારમાં સામે આવ્યા 1,000 કોરોના સંક્રમિત
નેશનલ: દેશમાં કોરોના વાયરસની બીજી લહેરને કારણે કાળો કહેર સર્જાયો છે. હોસ્પિટલોમાં બેડની અછત છે, બીજી તરફ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હરિદ્વાર પહોંચી રહ્યા છે. ઉત્તરાખંડના હરિદ્વારમાં મંગળવારે કોરોનાવાયરસના નવા 594 કેસ નોંધાયા હતા. આ સાથે શહેરમાં સક્રિય દર્દીઓની સંખ્યા 2,812 પર પહોંચી ગઈ છે. સોમવારે હરિદ્વારમાં 408 નવા કોરોના દર્દીઓ નોંધાયા હતા. સમગ્ર ઉત્તરાખંડની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 1925 કેસ અને 13 મૃત્યુ નોંધાયા છે. આ વખતે હરિદ્વારમાં મહાકુંભ ચાલી રહ્યો છે. એક મહિનાના કુંભ મેળામાં લગભગ દશ લાખ લોકો ભાગ લેશે. સોમવારે લગભગ એક લાખ લોકોએ શાહી…
ગુજરાત યુનિવર્સિટી ક્ન્વેન્શન સેન્ટરમાં 900 બેડની કોવિડ હોસ્પીટલ ઉભી કરાશે
ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાનાં કેસ વધી રહ્યા છે અને સરકાર પણ પોતાનાથી થતાં દરેક પ્રયત્નો કરી રહી છે. હેવ રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર અને ડીઆરડીઓના સહયોગથી અમદાવાદમાં યુનિવર્સિટી ક્ન્વેન્શન સેન્ટરમાં 900 બેડની કોવિડ કેર હોસ્પીટલ ઉભી કરાશે. કોરોનાના વધતા જતા સંક્રમણને ધ્યાનમાં રાખીને દર્દીઓને વધુ સારી સારવાર આપવાના ઉદ્દેશથી કેન્દ્ર સરકારના સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન ડીઆરડીઓના સહયોગથી આગામી બે સપ્તાહમાં આ હોસ્પીટલ કાર્યરત થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગઈકાલે ગાંધીનગરમાં કોર કમિટીની બેઠકમાં હોસ્પીટલના નિર્માણની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી. આ 900 બેડની કોવિડ…
KKR ની હાર થતાં કિંગ ખાને ચાહકોની માફી માંગી
IPL: ગઈકાલે મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઇડર્સ વચ્ચે મેચ યોજાઈ હતી, જેમાં મુંબઇ ઇન્ડિયન્સે કોલકાતા નાઈટ રાઇડર્સને 10 રને હરાવી હતી. બોલીવુડના કિંગ એટલે કે શાહરૂખ ખાને પણ કેકેઆરની આ પરાજય અંગે ટવીટ કર્યું છે. સાથે જ તેમણે કેકેઆરના ચાહકોની માફી માંગી છે. તેમણે કેકેઆરની કામગીરી નિરાશાજનક ગણાવી. શાહરૂખ ખાનની ટ્વિટ સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. સોશ્યલ મીડિયા સાથે યુઝર્સ પણ તેના પર ટિપ્પણી કરી રહ્યા છે. ગઈકાલે યોજાયેલ કોલકાતા નાઈટ રાઇડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચ અંગે શાહરૂખ ખાને ટ્વીટ કરીને લખ્યું હતું કે,…
ચેન્નઈમાં આજે 7:30એ આઈપીએલની 5મી મેચ
કોલકાતા નાઇટ રાઇડર્સ અને મુંબઈ ઇન્ડિયન્સ આમને સામને આઈપીએલની 14 મી સીઝનની 5 મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) નો ચેન્નઈમાં મંગળવારે કોલકાતા નાઈટ રાઇડર્સ (કેકેઆર) નો સામનો કરવો પડશે. સનરાઇઝર્સ હૈદરાબાદ (એસઆરએચ) ની સામે શાનદાર પ્રદર્શન કરનારી બે વખતની ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઇડર્સ તેમની લય જાળવવાના ઇરાદે મુંબઈ ઈન્ડિયન્સ સામે ઉતરશે. ચેન્નાઇનાં એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં આ મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. છેલ્લા બે સીઝનમાં પ્લે ઓફમાં જગ્યા ન બનાવી શકનાર કેકેઆરએ રવિવારે પ્રથમ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 10 રને હરાવી હતી. ટોપ ઓર્ડરની આક્રમક બેટિંગ બાદ દિનેશ કાર્તિકની 9 બોલમાં…
કોરોનાનો ઉથલો, આપણી બેદરકારી અને સરકારી તંત્રની નફ્ફટાઈ!
…તો કોરોના મહામારી આવી. એના લીધે લોકડાઉન ય આવ્યું. નાગરિકોએ ભરપૂર સાથ આપ્યો. ધીમે ધીમે અનલોકડાઉન પણ થયું. થોડી-ઘણી છૂટ-છાટો ય મળી. પણ અર્થવ્યવસ્થાની કમર તૂટી ગઈ. સરકારે અસરકારક પગલાં ય લીધાં. રસી પણ આવી. તબક્કાવાર રસીકરણ પણ ચાલું થયું. અર્થવ્યવસ્થા ભાખોડિયા ભરતી ચાલવા લાગી. મોંઘવારીએ માઝા મૂકી. પેટ્રોલ-ડીઝલનાં ભાવ ક્યાંય આસમાને પહોંચ્યા. પણ લોકોએ બધું વેઠી લીધું. અગાઉની જેમ જ. અને ફરી કોરોનાએ ઉથલો માર્યો. રસી આવી એનાં પહેલાં બધાંને એવું લાગવા માંડ્યું હતું કે બોસ… એક વાર રસી આવી જાય, બધું જ સોલ્યુશન થઈ જશે. કારણ કે રસીકરણનો…
આજનો ઇતિહાસ : જલિયાવાલા બાગનાં હત્યાકાંડે, આઝાદીનો વિચાર બદલ્યો
ગાંધીજીએ જેને ‘કાળો કાયદો’ કહ્યો અને મોતીલાલ નેહરુના મતે ‘દલીલ, અપીલ અને વકીલાતનો અધિકાર’ લઈ લેવામાં આવ્યો. એવો કાયદો બ્રિટિશ સરકારે ઇંગ્લેન્ડના કાયદા ખાતાનાં પ્રધાન રૉલેટનાં અધ્યક્ષ પદે ‘રૉલેટ ઍક્ટ’ ઘડી કાઢવામાં આવ્યો વર્ષ 1919માં. આ કાયદો ક્રાંતિકારીઓ અને રાષ્ટ્રવાદીઓનું દમન કરવાના ઉદ્દેશથી ઘડાયેલો હતો. વ્યક્તિસ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્યને હણી નાખતો આ કાયદો ‘કાળા કાયદા’ તરીકે ઓળખાયો. રોલેટ એક્ટ મુજબ ‘ કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી શકાતી હતી. તેના પર મુકદમો ચલાવ્યા વિના પણ દિવસો સુધી જે-તે વ્યક્તિને જેલમાં પૂરી રાખી શકાતી.’ આ કાયદાથી બ્રિટિશ સરકારને વિરોધીઓનું દમન કરવાની…
‘વાગલે કી દુનિયા’માં કોરોના વિસ્ફોટ થતાં, 90 ધારાવાહીકોના 9 હજાર લોકોએ કરાવ્યા કોરોના ટેસ્ટ
મનોરંજન: મુંબઇ સ્થિત ફિલ્મ અને ટીવી નિર્માતાઓની પ્રસિદ્ધ સંસ્થાને તેમના સભ્યોની શૂટિંગના સ્થળે હાજર રહેલા બધાને કોરોના ટેસ્ટ કરાવવાનું ત્યારે યાદ આવ્યું , જ્યારે કોરોના તેમના ટીવી અને વેબ શાખાના પ્રમુખ જેડી મજીઠીયાના સેટ પર કોરોના ફેલાઈ ગયો. સ્થિતિ એવી છે કે મજીઠીયાની સિરિયલ ‘વાગલે કી દુનિયા’ નું શૂટિંગ બંધ થઈ ગયું છે. મજીઠીયાના સેટ પર કોરોના ફેલાવાના સમાચાર પ્રકાશિત થતા ત્યારથી જ મુંબઈ ટેલિવિઝન ઉદ્યોગમાં ચકચાર મચી ગઈ છે. અગાઉ અહેવાલ છે કે સીરીયલ ‘વાગલે કી દુનિયા’ ના સેટ પર 39 લોકો કોરોના સંક્રમિત થયાં હતાં. એ પછી મજીઠીયાએ…
