- ભારે ખોટનાં કારણે લેવાયો નિર્ણય
- દુનિયાભરમાં હવે નહીં મળે LGનાં સ્માર્ટ ફોન
ટેકનોલોજી: દક્ષિણ કોરિયાનાં LG ઇલેક્ટ્રોનિક્સએ સોમવારે જણાવ્યું હતું કે તે તેના ખોટ કરતાં મોબાઇલ સેગમેન્ટને બંધ કરવા જય રહ્યું છે. આ એક એવું પગલું જેથી તે બજારમાંથી સંપૂર્ણપણે ખસી જવા વાળી પ્રથમ સ્માર્ટફોન બ્રાન્ડ બનાવવાની તૈયારીમાં છે.
તેનાં આ નિર્ણયથી તે ઉત્તર અમેરિકામાં પોતાનો 10 ટકા માર્કેટ શેર ગુમાવશે, જ્યાં તે નંબર 3 સ્માર્ટફોન બ્રાન્ડ છે, એલજી સ્માર્ટફોન ઇન્ડસ્ટ્રી છેલ્લા 6 વર્ષથી સતત ખોટ કરી હતી તેને આ છેલ્લા વર્ષોમાં અંદાજે 4.5 billion ડોલર (આશરે રૂ. 33,010 કરોડ)ની ખોટ કરી છે. હાલમાં નજીકના જ ભવિષ્યમાં ઇલેક્ટ્રોનિક વાહનોનાં પાર્ટનાં ક્ષેત્રમાં આવી શકે છે. સ્માર્ટ હોમ માટેના ડિવાઇસ અને અન્ય સ્માર્ટ ડિવાઇસનાં સેગમેન્ટમાં આવશે.