- વીજળીનાં તાર ભેગા થવાથી ભીષણ તણખા થયા બાદ તણખા કપાસની ગાડીમાં પડ્યા હતા
- સ્થાનિકોનાં જણાવ્યા મુજબ ગાડીમાં આગનાં કારણે અંદાજે રૂ.35-40 હજારનું નુકસાન થયું છે
ગુજરાત: ધ્રાંગધ્રા તાલુકાનાં રાજચરાડી ગામમાં કપાસ ભરવા માટે આવેલી ગાડીમાં આગ લાગી હતી. ગાડીમાં પહેલાથી જ કપાસ અડધાથી ઉપર હાલત ભરેલો હતો. ગાડી ગામનાં મુખ્ય રસ્તેથી ગામમાં જઈ રહી હતી. આ દરમિયાન લુહારની કોળ પાસેનાં રસ્તાની બાજુમાં આવેલા વીજળીનાં થાંભલાનાં તાર સાથે ગાડી ઉપરથી અડી ગઈ હતી. જેથી વીજળીનાં તાર ભેગા થવાથી ભીષણ તણખા થયા હતા. જેના કારણે ગાડીમાં ભરેલા કપાસ પર આ તણખા પડતા કપાસની ગાડીમાં આગ લાગી હતી. જોકે, ગાડીનાં ઉપરનાં ભાગમાં આગમાં સળગેલો કપાસ નીચે પાડી દેવાયો હતો. પરંતુ આગ હજુ ચાલુ હોવાથી ગાડીને નજીકનાં ખુલ્લા ખરાવાડ વિસ્તારમાં લઈ ગયા હતા. ત્યારબાદ તેમાંથી આગથી દાજેલો તમામ કપાસ નીચે પાડીને કપાસ ભરેલી આખી ગાડીને આગ લાગવાથી બચાવામાં આવી હતી.
કપાસની ગાડીમાં આગ લાગતા સ્થાનિકો દોડી આવ્યા હતા. કપાસ ભરેલી આ ગાડીમાં આગ લાગવાથી અંદાજે રૂ.35-40 હજારનું નુકસાન થયું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા હતા. જોકે સદભાગે કપાસ ભરેલી ગાડી ઉપર બેઠેલા 8-9 વ્યક્તિને કોઈપણ હાનિ પહોંચી ન હતી.