ડોલ

“ડોલ”


મારા બાપા એક મોંઘીદાટ ડોલ લઈ આવ્યા
પછી……
ઘરમાં કકળાટ ……ડોલ માટે…
પછી નક્કી થયું કે ;
ડોલને મહત્ત્વના ;
કામ માં જ વાપરવી

ડોલને પેપરનાં વાઘા પહેરાવી માળીએ મૂકવામાં આવી ;

પણ પછી……

મારા બાપાનાં બારમાં નિમિત્તે બનાવેલા બટાકા ના રસાવાળા શાકને પીરસવામાં તેનો ઉપયોગ થયો

બીજીવાર મારી માનું નાહી લેવાં માટે એ જ ડોલ………

અને જ્યારે મોટી બેને પોતાને ઘાસલેટ છાંટીને પ્રગટાવી ત્યારે આગ ઓલવવા…..ય….એજ..ડોલ
.
.
.

મારા બાપા
મારી માં
અને
મારી મોટી બેન
બધા અંદર સમાઈ ગયા

ખરેખર ડોલ બહુ ઊંડી હતી….

એટલે મોંઘી હતી

ઋષિ

Related posts

Leave a Comment