- આજે સવારે 5:30 વાગ્યે તેમને છેલ્લા શ્વાસ લીધા
- ગુલાટીએ વર્ષ 1959માં સત્તાવાર રીતે MDH(Mahashian Di Hatti Private Limited) કંપનીની સ્થાપના કરી હતી
- ધરમપાલ ગુલાટીએ તેમની કમાણીનો લગભગ 90 ટકા ભાગ દાનમાં આપ્યો હતો
નેશનલ: રિપોર્ટસ અનુસાર, તે છેલ્લા ત્રણ અઠવાડિયાથી દિલ્હીની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. ગુરુવારે સવારે અટેક આવ્યો અને આજે સવારે 5:30 વાગ્યે તેમને છેલ્લા શ્વાસ લીધા.
‘દલાજી’ અને ‘મહાશાયજી’ તરીકે ઓળખાતા, ધરમપાલ ગુલાટીનો જન્મ 1923 માં પાકિસ્તાનનાં સિયાલકોટમાં થયો હતો. ધરમપાલ ગુલાટી ભણવાનું છોડી, તેમના પિતાનાં મસાલાના વ્યવસાયમાં જોડાયા.
1947માં ભારત અને પાકિસ્તાન ભાગલા પછી, ધરમપાલ ગુલાટી ભારત આવ્યા અને અમૃતસરનાં એક કેમ્પમાં રહ્યા. ત્યારબાદ તે દિલ્હી આવ્યા અને દિલ્હીના કરોલ બાગમાં એક મસાલા સ્ટોર ખોલ્યો. ગુલાટીએ વર્ષ 1959 માં સત્તાવાર રીતે MDH(Mahashian Di Hatti Private Limited) કંપનીની સ્થાપના કરી હતી. તેમના આ મસાલાનાં ધંધાનો વિકાસ ફક્ત ભારતમાં જ ન થયો હતો પરંતુ તેઓ દુનિયાભરમાં ડિસ્ટ્રિબ્યુટર અને નિકાસકાર બન્યા હતાં. તેમની કંપની યુકે, યુરોપ, યુએઈ, કેનેડા વગેરે સહિત વિશ્વના વિવિધ ભાગોમાં ભારતીય મસાલાની નિકાસ કરે છે.
વર્ષ 2019 માં સરકારે તેમને દેશનો ત્રીજો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ ‘પદ્મ ભૂષણ’થી સન્માનિત કર્યા હતાં.
એમડીએચ મસાલાનાં જણાવ્યા મુજબ, ધરમપાલ ગુલાટીએ તેમની કમાણીનો લગભગ 90 ટકા ભાગ દાનમાં આપ્યો હતો.