માઁ જગજનનીને પ્રસન્ન કરવાં ચૈત્રી નવરાત્રીમાં ચોક્કસપણે આ કાર્યો કરો

ધર્મ: ચૈત્ર અને આસો નવરાત્રી દેશભરમાં ખૂબ જ આદરપૂર્વક ઉજવવામાં આવે છે. આ વર્ષે, ચૈત્ર નવરાત્રી 13 એપ્રિલથી શરૂ થશે અને 21 એપ્રિલે સમાપ્ત થશે. નવરાત્રી દરમિયાન, આખા નવ દિવસોમાં દરેક બાજુ ભક્તિમય વાતાવરણ રહે છે.

તો ચાલો આપણે જાણીએ કે જ્યોતિષ મુજબ આ નવ દિવસ દરમિયાન આ વસ્તુઓનું પાલન કરવાથી માતા દુર્ગા પ્રસન્ન થાય છે.

મંદિર તથા પૂજા સ્થળની સાફ સફાઈ:

નવરાત્રીની શરૂઆતના એક દિવસ પહેલા ઘરનું મંદિર અથવા પૂજા સ્થળને સાફ કરો. એવું માનવામાં આવે છે કે નવરાત્રીના પહેલા દિવસે માતા દુર્ગા ઘરે આવે છે. તેથી, માતાના આગમન પહેલાં, આખા ઘરને સારી રીતે સાફ કરો.

સાથિયો બનાવો:

માતાના આગમન પહેલાં ઘરના મુખ્ય દ્વાર પર હળદર અથવા રોલી વડે સાથિયો બનાવો. હળદરથી બનેલો સાથિયો ગુરુ ગ્રહ જ્યારે રોલીથી બનેલો સાથિયો શુક્ર શુદ્ધ કરે છે અને જીવનમાં સકારાત્મકતા લાવે છે.

માતાની ચોકી પર લાલ કાપડ બિછાવવું:

નવરાત્રીમાં હંમેશા માતાની મૂર્તિને ચંદન અથવા ચાંદીની ચોકી પર સ્થાપિત કરવી જોઈએ. આ ચોકી પર લાલ કાપડ મૂકો. લાલ રંગને સારા નસીબનું પ્રતીક માનવામાં આવે છે.

ઉત્તર – પૂર્વમાં કળશની સ્થાપના કરવી:

કળશની સ્થાપનામાં દિશાનું ખાસ ધ્યાન રાખવું. નવરાત્રીનો કળશ હંમેશાં ઉત્તરપૂર્વ દિશામાં રાખવો જોઈએ. કળશ સોપારી, સિક્કો અને પાણીથી ભરવો જોઈએ. સોના, ચાંદી અથવા પિત્તળ ઉપરાંત, તમે માટીના કળશનો પણ ઉપયોગ કરી શકો છો.

કળશ પર આસોપાલવના પાંદડા મુકો:

આસોપાલવના પાંદડા કળશ પર મૂકવા. આ પાંદડા શુભ સંખ્યામાં હોવા જોઈએ જેમ કે 9, 11, 21 વગેરે. આસોપાલવને દુઃખ હરનારું છોડ કહેવામાં આવે છે. તેથી, પૂજા વિધિમાં તેનો ઉપયોગ જીવનમાં આવતી આફતોને દૂર કરવામાં મદદ કરે છે. કળશ પર જટાદાર નાળિયેર મૂકો.

અંખંડ દીપ પ્રગટાવો:

ચૈત્ર નવરાત્રી દરમિયાન તમારી પૂજાસ્થળ પર અંખંડ દીવો પ્રગટાવો. જો તમે અંખંડ દીવો પ્રગટાવવા માટે સક્ષમ ન હોવ તો આખી નવરાત્રીની સવાર-સાંજ દીવો પ્રગટાવો. આથી સાથે, માતા દુર્ગાના આશીર્વાદ તમારા પર રહેશે.

Related posts

Leave a Comment