- અમીરગઢ બોર્ડર પરથી 8,82,600ની કિમતનું આચર્સ પકડાયું
- અમીરગડ બોર્ડર ગુજરાત અને રાજસ્થાનને જોડતી બોર્ડર છે
- ચરસ લઈને આવી રહેલા બન્ને વ્યક્તિઓ સ્લીપિંગ કોચ બસમાં સવાર હતા
બનાસકાંઠા: ગુજરાત અને રાજસ્થાન ને જોડતી આંતરરાજ્ય બોર્ડર પર થી હમેશા રાજ્ય માં કેફી નશીલા પદાર્થો ઘૂસવાના અવનવા પ્રયોગો થતા રહે છે. અને આ કામ સાથે સંકળાયેલી ઈસમો દ્રારા દરેક વખતે નવી ટ્રીકો અપનાવાઈ ને રાજય માં નશીલા પદાર્થો ઘુસાડવાના પ્રયત્નો થાતાં રહે છે. ત્યારે એક જગ્યાએ થી બીજી જગ્યાએ આવા કેફી પદાર્થો લઈ જવા માટે મોટા ભાગે આંતરરાજ્ય ની બોર્ડર પાર કરવા માટે અને પોલીસ ના સકંજથીથ બચવા માટે દર વખતે નવા નવા પ્રયોગો થતા રહે છે.
ગુજરાત અજસ્થાન ને અડીને આવેલી આવેલી બોર્ડર પર અમીરગઢ બોર્ડર પર ચેકીંગ ચાલતી હોઈ ત્યારે ગુરુવારે રાજસ્થાન તરફ થી આવતી સ્લીપરકોચ બસ નં : RJ 27 PB 0913 ની તલાશી લેતા બસ માં બેઠેલા 2 ઈસમો જોડે થી ગેરકાયદેસર મદક પદાર્થ ચરસ નો જથ્થો 1. 471 ગ્રામ કિં. રૂ. 8,82,600 મોં. નં. 2 કિં. રૂ. 10000 રોકાડ રકમ 2100 આમ કુલ 8,94,750 નો મુદ્દામાલ ઝડપી 2 ઈસમો ની અટકાયત કરી છે. 1 ) મહંમદ વારીષ મહંમદ હજુર શેખ ઉં વ. 30 રહે. રાજારામપુર નજીબાબાદ તા. નજીબાબાદ જી. બીજનોર યુ.પી 2) નબીહસન મહંમદ અલી શેખ રહે. મુગશુલા મહોલ્લો નજીબાબાદ તા. નજીબાબાદ જી. બીજનોર યુ.પી વાળાઓએ ઉત્તરાખંડ ના જોષીમઠ નેગી નામના માણસ જેમના ઈશએ આ ઇસમો પાસે વધુ માહિતી ન હોવાના કારણે પોલીસે પોતાની તાપસ આગળ હાથ ધરી છે.