ચાલ્યા જતા પ્રસંગની એકાદ ક્ષણ રહે તોપણ પૂરા પ્રસંગનું વાતાવરણ રહે. જો દ્રષ્ટિ સ્થિર થાશે તો જોઈશ ધરાઈને પણ ત્યાં સુધી એ રૂપ ઉપર આવરણ રહે. મારી ક્ષિતિજ લઈને હું ફરતો રહ્યાં કરું મર્યાદા એની એ રહે ને વિસ્તરણ રહે. મન થાય ત્યારે યાદ નિરાંતે કરું નહીં ? એ શું કે વાતવાતમાં તારું સ્મરણ રહે ! સ્વપ્નાંય બહુ તો ઓગળી ઝાકળ થઈ ગયાં જીવનમા તો પછી ‘ફના’ ક્યાંથી ઝરણ રહે ? – જવાહર બક્ષી
Category: સાહિત્ય
જન્મ આપવો એ એકમાત્ર જ છે સત્યનું સર્જન!
તો આપણે કવિયિત્રીવિશ્વનાં પહેલાં અંકમાં ભારતની અલગ- અલગ કવયિત્રીઓની કવિતાઓનો આસ્વાદ માણ્યો. બીજા અંકમાં અલગ-અલગ દેશની કવયિત્રીઓની કવિતાઓનો આસ્વાદ માણ્યો. હવે ત્રીજા અને છેલ્લાં આ અંકમાં એને જ આગળ વધારીએ. ઉરુગ્વેની કવયિત્રી ડેલમિરા અગુસ્તીની લખે છે: વિરલ અંધકાર બનાવે મારા વિશ્વને અંધારિયું, તારક સમો આત્મા જેની સાથે ચડું ઊંચે, પડે નીચે; આપો મને તમારો પ્રકાશ આપો! વિશ્વને છુપાવી દો મારાથી! (અનુ: શશી મહેતા) એલિઝાબેથ રીડેલ નામની ઓસ્ટ્રેલિયન કવયિત્રી કહે છે: મને ક્યારેક એવું લાગે છે કે મારું હૃદય સૂઝી ગયું છે લોહી વહે છે તારા નામના લાવણ્યહીન અક્ષરો તરફ એ…
સેઝલો મિલોઝે લખ્યું છે કે: મોટે ભાગે પુરુષોએ જ લખેલી કવિતાઓમાં મને રસ પડતો નથી!
સેઝલો મિલોઝે લખ્યું છે કે: મોટે ભાગે પુરુષોએ જ લખેલી કવિતાઓમાં મને રસ પડતો નથી, પણ જીવંત સ્ત્રી, ખાસ કરીને પોતે પોતાને જ લાક્ષણિકરૂપે વ્યક્ત કરતી હોય તેવી સ્ત્રી, મારે માટે રસનો વિષય છે. ગયાં અઠવાડિયે અલગ-અલગ રાજ્યની ભારતીય કવયિત્રીઓની કવિતાઓ વાંચી હતી. હવે આ અંકમાં દેશના વિદેશની કવયિત્રીઓએ લખેલી કવિતાઓનો આસ્વાદ લઈએ. ઇસાડોરા ડંકન નામની અમેરિકન કવયિત્રી એ એક શૃંગારિક કવિતા લખી છે: મારી તો પરમાર પાતળી, શ્વેત સુંવાળા હાથ; હૈયું રાજી-રાજી કરતી એવી છે તહેનાત! ફૂટ્યાં સ્તનના બે ગલગોટા ગોળગોળ મધમીઠા; ભૂખ્યા મારા મુખને દેતાં આમંત્રણ અણદીઠા! ખિલખિલ…
૧ મે : ગૌરવવંતા ગુજરાતીઓએ ગુજરાતીપૂર્વક ઉજવવાનો દિવસ
બીજું વિશ્ર્વયુદ્ધ પુરૂ થયા બાદ કેબિનેટ મિશન યોજના મુજબ વર્ષ ૧૯૪૬માં વચગાળાની સરકાર રચવામાં આવી. લોર્ડ માઉંટબેટન ગવર્નર-જ્નરલ તરીકે આવ્યા, બાદમાં 3 જૂન, ૧૯૪૭ની યોજના મુજબ દેશનું વિભાજન કરવાનું નક્કી થયું અને ૧૫મી ઓગષ્ટ,૧૯૪૭ના રોજ ભારત આઝાદ થયું. વર્ષ ૧૯૫૦માં બંધારણ મુજબ ચાર ભાગમાં રાજ્યોને વર્ગીકૃત કરવામાં આવ્યા. ભાગ એ,બી,સી અને ડી. પરંતુ ધીમે ધીમે દક્ષિણ ભારતમાંથી ભાષાને આધારે રાજ્યોની પુનર્રચના ની માંગ શરૂ થઈ. જેના લીધે જૂન,૧૯૪૮ માં ભારત સરકારે એસ.કે. ધારની અધ્યક્ષતા માં એક કમિશન રચ્યું. અને તેનો અહેવાલ ડિસેમ્બર,૧૯૪૮માં આવ્યો. કમિશન એ જણાવ્યું કે રાજ્યનું પુનર્ગઠન વહીવટીય…
ખલીલ ધનતેજવીની યાદમાં આજે સાંજે 5:30 વાગ્યે કાવ્યપાઠ
ખલીલ ધનતેજવીની યાદમાં આજે સાંજે 5:30 વાગ્યે ગુજરાતી ભાષાનાં જાણીતા કવિ શ્રી. ભાવેશ ભટ્ટ, કવિ શ્રી. ભાવિન ગોપાણી, કવિ શ્રી. અનિલ ચાવડા,કવિ શ્રી. તેજસ દવે કાવ્યપાઠ દ્વારા શબ્દાંજલી આપશે. જેનું ગુજરાતી બુક ક્લબનાં ફેસબૂક પેજ પરથી લાઈવ કરવામાં આવશે. ગુજરાતી બૂક ક્લબ ફેસબુક પેજ:https://www.facebook.com/GujaratiBookClub/ ખલીલ ધનતેજવીની રચનાઓ.. ને પછી એવું થયું કે રાત વરસાદી હતી, ને પછી રસ્તા માં એક પલળેલી શેહઝાદી હતી… ને પછી એવું થયું કે બંને સપના માં મળ્યા, એ રીતે બીજે તો ક્યાં મળવાની આઝાદી હતી… ચંદ્ર ને પણ છત ઉપર ઉતરી જવા નું મન થયું,…
મેં પલ દો પલ કા શાયર હૂં! ~ સાહિર લુધિયાનવી
હવે ગતાંકથી આગળ… મેં પલ દો પલ કા શાયર હું! ~ સાહિર લુધિયાનવી સાહિરને સાચી સિદ્ધિ તેમનાં ગીતોએ અપાવી છે. પહેલાંના જમાનામાં આજનાં જેટલું ગીતકારનું માન નહોતું. એ માન મેળવવાં માટે સાહિર આખી જિંદગી લડ્યાં: ગાયકો, કે મ્યુઝિક ડિરેક્ટર સાથે. એસ.ડી.બર્મન જેવાં મહાનતમ મ્યુઝિક ડિરેક્ટર સાથે ય બબાલ થઈ ગયેલી. અને એક વિવાદ વખતે તો ગાયક અને મ્યુઝિક ડિરેક્ટરને સાહિરે સંભળાવી દીધેલું કે, તમને શું લાગે છે તમારાં લીધે ગીતો ચાલે છે? મારા લીરિક્સમાં દમ છે એટલે ગીતો ચાલે છે! જે દિવસે મારા લીરિક્સના લીધે ગીતો નહીં ચાલે એ દિવસે…
મેં પલ દો પલ કા શાયર હું! ~ સાહિર લુધિયાનવી
2021નું વર્ષ એ સાહિરનું જન્મસતાબ્દી વર્ષ છે. મૂળ નામ તો અબ્દુલ હાયી. જ્યારે સહિરનું નામ આવે ત્યારે તે બે રીતે નજર સામે ઉપસી આવે: એક તો ગીતકાર તરીકે અને બીજા અમૃતાજીનાં પ્રેમ તરીકે! ઉર્દૂ અને હિન્દી બન્ને ભાષા પર સાહિરની અદ્ભુત પકડ. ‘तल्ख़ियाँ’ વાંચતા સાહિરની ઉર્દૂ ભાષા પરની પકડ, અને ફિલ્મો માટે લખેલાં ગીતો વાંચતા સાંભળતા સાહિરની હિન્દી ભાષા પરની પકડનો આપણને ખ્યાલ આવે. સાહિરની નઝ્મ, ગઝલ કે ગીતોમાં પુષ્કળ વૈવિધ્ય રહેલું છે. તો સાહિરની જન્મશતાબ્દીએ આપણે દરિયા જેટલાં સર્જનમાંથી થોડીક ચમચી પીવા જેટલો આસ્વાદ માણીએ. સાહિર ‘तल्ख़ियाँ’ની પહેલી જ…
કોઈ સર્વશક્તિમાન ઈશ્વરના અસ્તિત્વમાં હું માનતો નથી: ભગતસિંહ
ભગતસિંહ નાસ્તિક હતાં. ભારતીય માનસિકતા મુજબ વિચાર કરતાં એક વાર લાગે કે દેશ માટે જાન કુરબાન કરી દેનાર માણસ નાસ્તિક હોય શકે? કારણ કે ભારતીય માનસિકતા મુજબ સામાજિક માળખામાં ટકી રહેવા માટે તમારું આસ્તિક હોવું ઘણે-ખરે અંશે જરૂરી છે, બાકી આજુબાજુનાં લોકો તમને અભિમાની, અહંકારી, આપખુદ કે તમારું વલણ ઠીક નથી એવું કહીને સાઇડલાઈન કરી દે તો નવાઈ નહિ! જેલવાસ દરમિયાન ભગતસિંહના એક સહ-કેદીએ ભગવાનના પૂજા પાઠ કરવા સલાહ આપી ત્યારે ભગતસિંહે ઇનકાર કર્યો. અને ભગતસિંહને ટોણો માર્યો કે કે તેમનો અંત નજીક આવશે ત્યારે તેમણે આપોઆપ ભગવાનનું નામ લેવું…
સાહસ અને શૌર્યની મશાલ છત્રપતિ શિવાજી મહારાજ!
19 ફેબ્રુઆરી એટલે શિવાજી જયંતિ. ઇતિહાસકારોમાં શિવાજીની જન્મતારીખ બાબતે મત-મતાંતરો છે. અમુક ઇતિહાસકારો 6, એપ્રિલ કે 10, એપ્રિલને શિવાજીની જન્મતારીખ તરીકે ઉજવે છે. પરંતુ મહારાષ્ટ્ર સરકાર 19, ફેબ્રુઆરીને શિવાજીની જન્મદિવસ તારીખ માને છે, એ જાણવું જરૂરી બને છે. પૂણેથી 60 કિ.મી. અને મુંબઇથી 100 કિ.મી. દુર સન 1627માં શિવનેરી કિલ્લામાં શિવાજીનો જન્મ. પિતા શહાજી અને માતા જીજાબાઇ. શિવાજીનાં પૂર્વજો મરાઠા જાતિનાં ભોંસલે વંશનાં હતા અને પુના જિલ્લાનાં હિંગાણી, બેરાડી અને દેવલગાંવ ગામોનાં મુખી હતા. તેઓ પાટીલ કે દેશમુખ તરીકે પણ ઓળખાતા. એ વખતે ઉત્તરમાં હતો ક્રૂર શાસક ઓરંગઝેબ અને દખ્ખણમાં…
મગનલાલ ઇચ્છતા હોય તો સરકાર પાસે લાઇસન્સ લઈને બંદૂક ખરીદી આપું : ભડવીર ગાંધીજી
શહીદ દિવસ એટલે કે મહાત્મા ગાંધી નિર્વાણ દિવસ, હજુ બે દિવસ પહેલાં જ (૩૦ જાન્યુઆરી) ગયો. સોશિયલ મીડિયા પર ગાંધીજી વિરોધી-ગાંધીજી પ્રત્યે ઝેર ઓકતી પોસ્ટનો રીતસરનો મારો થયો… નથુરામ ગોડસે અમર રહો એવી પોસ્ટ પણ ઘણી આવી. અને ગાંધીજીને બેફામ ગાળો આપીને- ગોડસેપુજકો એ ગોડસેનાં કાર્યને બિરદાવીને પોતાની કહેવાતી હિન્દુત્વવાદી અને રાષ્ટ્રવાદી છાપ મૂર્ખ રીતે ઉભી કરવાની નાકામ કોશિશ કરી! સંસ્કૃત કહેવત ‘अति सर्वत्र वर्जयेत्’નો મતલબ આપણે હજું સમજી શક્યાં નથી. અતિરેક માટે ભાગે નુકશાનકારક નીવડે. પછી એ રાષ્ટ્રવાદ હોય, ધર્મ હોય, કે કંઈ પણ હોય! અતિ રાષ્ટ્રવાદ કે કટ્ટર…