કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રવિવારે પશ્ચિમ બંગાળના ચૂંટણી રાજ્યમાં છ જાહેર કાર્યક્રમોને સંબોધન કરશે. આ છ જાહેર કાર્યક્રમોમાંથી તે રાજ્યમાં ત્રણ રોડ શોને સંબોધન કરશે. સૌ પ્રથમ, શાહ બપોરે 12:20 વાગ્યે શાંતિપુરમાં એક રોડ શો કરશે. કાર્યક્રમની સમાપ્તિ પછી, તેઓ બપોરે 1:30 કલાકે રાણાઘાટ દક્ષિણ ખાતે એક રોડ શો કરશે અને ત્યારબાદ શાહ બસિરહટ દક્ષિણમાં બપોરે 3:40 કલાકે જાહેર સભાને સંબોધન કરશે. ચોથા કાર્યક્રમ પાનહરિ ખાતે બપોરે 04:25 કલાકે એક રોડ શો હશે. કેન્દ્રીય ગૃહમંત્રીના અંતિમ બે જાહેર કાર્યક્રમો ટાઉનહોલમાં બેઠકોના રૂપમાં હશે. સાંજે 5:30 કલાકે કમર્તી ખાતે ટાઉનહોલમાં…
Category: નેશનલ
મહારાષ્ટ્રમાં લાગી શકે છે 8 દિવસનું લોકડાઉન
નેશનલ: મહારાષ્ટ્રમાં કોરોનાની ગતિને અંકુશમાં લેવામાં આવેલી બેઠકમાં સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, બધાએ સાથે મળીને નિર્ણય લેવો પડશે. સીએમએ કહ્યું કે જો લોકડાઉન લાદવામાં આવશે તો એક મહિનામાં કોરોના નિયંત્રણમાં આવશે. 15 અને 20 એપ્રિલની વચ્ચે સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ શકે છે. લોકડાઉન સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. કોરોના ચેઇનને તોડવી મહત્વપૂર્ણ છે. રસી લીધા પછી પણ લોકો સંક્રમિત થઈ રહ્યા છે. બેઠક બાદ સીએમ ઉદ્ધવ ઠાકરેએ આઠ દિવસના સંપૂર્ણ લોકડાઉનનો સંકેત આપ્યો હતો. એક સપ્તાહ પછી કેટલીક છૂટ આપવામાં આવશે. સીએમ ઉદ્ધવે કહ્યું કે મીટિંગમાં ખૂબ સારા…
અત્યારે સંપૂર્ણ લોકડાઉનની જરૂર નથી. રાત્રિ કર્ફ્યુ જ કાફી છે
11 થી 14 એપ્રિલ રસી ઉત્સવ ઉજવો 70% સુધીની આરટી-પીસીઆર પરીક્ષણનું લક્ષ્ય: વડા પ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશમાં કોરોનાની વધતી ગતિ વિશે રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી હતી. આ સમયગાળા દરમિયાન, કોરોનાની સ્થિતિ અને રસીકરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે કોરોના કેસ ફરીથી વધી રહ્યા છે. આવી સ્થિતિમાં, તાત્કાલિક પગલાં જરૂરી બન્યાં છે. તેમણે કહ્યું કે દેશમાં 9 કરોડથી વધુ રસીકરણ કરવામાં આવ્યું છે. 45 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓની રસીકરણ ટૂંક સમયમાં પૂર્ણ થવું જોઈએ. પીએમએ કહ્યું…
પીએમ મોદીએ કોરોના રસીનો બીજો ડોઝ લીધો, કહ્યું – વાયરસને હરાવવા રસી લેવી જરૂરી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કોવિડ -19ની રસીનો બીજો ડોઝ લીધો વડા પ્રધાને પણ પોતાને રસી અપાવતી તસવીર પોસ્ટ કરી હતી નેશનલ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દિલ્હીના એઈમ્સમાં કોવિડ -19 રસીનો બીજો ડોઝ લીધો અને કોરોના વાયરસ સામે વહેલી તકે રસીકરણ માટે પાત્ર તમામ લોકોને રસી અપાવવા અપીલ કરી. રસીનો પ્રથમ ડોઝ 1 માર્ચે વડા પ્રધાને લીધો હતો. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું કે, ‘આજે એઈમ્સમાં કોવિડ -19 રસીનો બીજો ડોઝ લીધો. રસીકરણ એ વાયરસને પરાજિત કરવાની એક રીત છે. જો તમે રસી લેવાને પાત્ર છો, તો વહેલી તકે રસી…
છત્તીસગઢમાં માઓવાદી હુમાલામાં ૨૩ સૈનિકો શહીદ થયા
નેશનલ: છત્તીસગઢમાં સુકમા-બીજાપુર જીલ્લાઓમાં સરહદી વિસ્તાર જગરગુંડામાં માઓવાદી હુમાલામાં શહીદ થયેલા સૈનિકોની સંખ્યા વધીને ૨૩ થઇ છે. આ ઓચિંતા હુમલામાં રપ થી વધુ સુરક્ષાકર્મી ઇજાગ્રસ્ત થયા હતા. આજે તેકુલગુંડાનજીક એક શોધ અભિયાનમાં CRPF અને DRGના શહીદ જવાનોના પાર્થિવ દેહ મળી આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે,આ અથડામણમાં અનેક માઓવાદીઓ પણ માર્યા ગયા છે. એક મહિલા વિદ્રોહી સહીત ઘટના સ્થળેથી બે માઓવાદીના મૃતદેહો મળી આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે મુખ્યમંત્રી ભુપેશ બધેલ સાથે વાતચીત કરી અને કેન્દ્રીય રીઝર્વ પોલીસ દળના મહાનિયામક કુલદીપસિંહને પરિસ્થિતિનો તાગ મેળવવા માટે તરત જ ઘટના સ્થળે જવા…
વર્ષ 2021નો રેકોર્ડ તૂટયો છેલ્લા 24 કલાકમાં કોરોના બેકાબૂ, 89,129 નવા કેસ નોંધાયા, 714 લોકો મૃત્યુ પામ્યા
નેશનલ: ભારતમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ બની ગઈ છે. છેલ્લા 24 કલાકમાં COVID-19નાં 89,129 નવા કેસ નોંધાયા. દેશમાં સંક્રમણનો કુલ આંક વધીને 12,392,260 થઈ ગયો છે. છેલ્લા સાત મહિનામાં નોંધાયેલા આ સૌથી વધુ તાજેતરનાં કિસ્સા છે. આંકડા અનુસાર 20 સપ્ટેમ્બર 2020નાં એક દિવસમાં સંક્રમણના 92,605 થી વધુ નવા કેસ નોંધાયા હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શનિવારે સવારે આઠ વાગ્યે જારી કરેલા આંકડા અનુસાર સંક્રમણને લીધે વધુ 714 લોકોનાં મોત થયા હતા. મૃત્યુની સંખ્યા વધીને 1,64,110 થઈ ગઈ છે. આ પહેલા 21 ઓક્ટોબરે 24 કલાકમાં સંક્રમણને કારણે મૃત્યુનાં 717 કેસો નોંધાયા હતા. મળતી…
યુસુફ પઠાણ : કોરોના પોઝિટિવ, થયા હોમ કોરન્ટાઈન
સ્પૉર્ટસ: ભારતીય ટીમનાં પૂર્વ ઓલરાઉન્ડર યુસુફ પઠાણને થયો કોરોના. યુસુફ પઠાણે આ માહિતી તેમનાં ટ્વીટરનાં માધ્યમથી જણાવી. તેઓ હોમ કોરન્ટાઇન થયા છે. તેમણે એ પણ અપીલ કરી કે જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેઓ પણ પોતાનો કોરોના ટેસ્ટ કરાવે. યુસુફ પઠાણ પહેલા, સચિન તેંડુલકર પણ કોરોનાની લપેટમાં આવી ચૂક્યા છે. તેમણે પણ આ જાણકારી ટ્વીટર દ્વારા જણાવેલી. જોકે તેઓ રોડ સેફ્ટી વર્લ્ડ કપ સિરીઝ ટુર્નામેન્ટ રમીને આવ્યા છે. આ બંને ખેલાડી ઇન્ડિયા લેજન્ટ ટીમમાં હતા. આ ટુર્નામેન્ટ માં યુસુફ પઠાણે ફાઇનલમાં 62 રન અને 2 વિકેટ લીધી હતી. તેમની…
NSI પટિયાલામાં 26 ખેલાડી કોરોનાનાં થયા શિકાર
સ્પોર્ટ્સ: પટિયાલામાં રાષ્ટ્રીય રમત સંસ્થા (NSI) માં વિવિધ રમત સ્પર્ધા માં ભાગ લેવા આવેલા 380 ખેલાડી અને અધિકારીઓ માંથી 26 જેટલા લોકો ને COVID-19 પરીક્ષણમાં કોરોના પોઝિટિવ આવ્યા. જોકે આ સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓ માંથી અમુક ખેલાડીઓ આવનારી ઓલમ્પિક માટે ટોક્યો જવાના છે. પરંતુ પોઝિટિવ આવેલા ખેલાડી કે અધિકારી માંથી ઓલમ્પિકમાં ભાગ લેનાર કોઈ નથી. ભારતીય પુરુષ બોકસીગના કોચ સીએ કુટપ્પા અને શોટ પૂટનાં કોચ મોહિન્દર સિંહ ઢિલ્લો નો પણ સમાવેશ થાય છે. સાથે સાથે એશિયા રજતચંદ્રક વિજેતા દીપક કુમાર અને સુવર્ણચંદ્રક વિજેતા સંજીતનો સમાવેશ થાય છે.
કોઈ સર્વશક્તિમાન ઈશ્વરના અસ્તિત્વમાં હું માનતો નથી: ભગતસિંહ
ભગતસિંહ નાસ્તિક હતાં. ભારતીય માનસિકતા મુજબ વિચાર કરતાં એક વાર લાગે કે દેશ માટે જાન કુરબાન કરી દેનાર માણસ નાસ્તિક હોય શકે? કારણ કે ભારતીય માનસિકતા મુજબ સામાજિક માળખામાં ટકી રહેવા માટે તમારું આસ્તિક હોવું ઘણે-ખરે અંશે જરૂરી છે, બાકી આજુબાજુનાં લોકો તમને અભિમાની, અહંકારી, આપખુદ કે તમારું વલણ ઠીક નથી એવું કહીને સાઇડલાઈન કરી દે તો નવાઈ નહિ! જેલવાસ દરમિયાન ભગતસિંહના એક સહ-કેદીએ ભગવાનના પૂજા પાઠ કરવા સલાહ આપી ત્યારે ભગતસિંહે ઇનકાર કર્યો. અને ભગતસિંહને ટોણો માર્યો કે કે તેમનો અંત નજીક આવશે ત્યારે તેમણે આપોઆપ ભગવાનનું નામ લેવું…
नज़रें मिलाके, खुद से पूछो – क्यूं? સોનાક્ષી સિંહા
અનેક વિદેશી હસ્તીઓએ દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને પોતાનું સમર્થન આપ્યું હતું. તે જ સમયે ફક્ત મુખ્ય પ્રવાહની કેટલીક ભારતીય હસ્તીઓ હતી જેઓ ખેડૂતોને ટેકો આપવા આગળ આવ્યા હતા. સોનાક્ષી સિંહા તેમાંથી એક છે, સતત તેનાં સોશિયલ મીડિયા પર ખેડૂતોને ટેકો આપતી પોસ્ટ કરે છે. તાજેતરમાં જ તેમણે ફરી એકવાર પોતાનો અવાજ ખેડૂતોને આપ્યો હતો. એક કવિતા દ્વારા. જેનું નામ ‘કયું’ છે. પોસ્ટનાં કેપ્શનમાં લખ્યું કે, नज़रें मिलाके, खुद से पूछो – क्यूं? एक ट्रिब्यूट उन हाथों को जो हमें खिलाते हैं. वरद भटनागर की लिखी हुई एक खूबसूरत कविता.…