યુસુફ પઠાણ : કોરોના પોઝિટિવ, થયા હોમ કોરન્ટાઈન

સ્પૉર્ટસ: ભારતીય ટીમનાં પૂર્વ ઓલરાઉન્ડર યુસુફ પઠાણને થયો કોરોના. યુસુફ પઠાણે આ માહિતી તેમનાં ટ્વીટરનાં માધ્યમથી જણાવી. તેઓ હોમ કોરન્ટાઇન થયા છે. તેમણે એ પણ અપીલ કરી કે જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેઓ પણ પોતાનો કોરોના ટેસ્ટ કરાવે.

યુસુફ પઠાણ પહેલા, સચિન તેંડુલકર પણ કોરોનાની લપેટમાં આવી ચૂક્યા છે. તેમણે પણ આ જાણકારી ટ્વીટર દ્વારા જણાવેલી. જોકે તેઓ રોડ સેફ્ટી વર્લ્ડ કપ સિરીઝ ટુર્નામેન્ટ રમીને આવ્યા છે. આ બંને ખેલાડી ઇન્ડિયા લેજન્ટ ટીમમાં હતા. આ ટુર્નામેન્ટ માં યુસુફ પઠાણે ફાઇનલમાં 62 રન અને 2 વિકેટ લીધી હતી. તેમની સાથે ટીમમાં યુવરાજ સિંહ, ઈરફાન પઠાણ, વીરેન્દ્ર સહેવાગ જેવા પૂર્વ દિગ્ગજ ખેલાડીઓ પણ હતા.

Related posts

Leave a Comment