કોરોના વેક્સિનનું સર્ટિફિકેટ તમારા મોબાઈલમાં જ છે, આ રીતે મેળવો સર્ટિફિકેટ

તમે કઈ વેક્સિન લીધી છે એ તમને ખબર પડશે તમે કઈ તારીખે વેક્સિન લીધી છે એ તમને ખબર પડશે તમે ક્યાં સ્થળેથી વેક્સિન લીધી છે એ પણ ખબર પડશે કોરોનાને ફેલાતો અટકાવવા કોરીનાની વેક્સિન લેવી અત્યંત જરૂરી બને છે જેનું પરિણામ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે કોરોનાનાં કેસોમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. માટે કોરોનાની વેક્સિન મેળવી લેવું જરૂરી થઈ પડે છે. આ સાથે કોરોનાની વેક્સિન લીધા પછી પણ ઘણાને જાણ નથી કે કઇ રીતે સર્ટિફિકેટ મેળવવું તો જાણો આ પ્રમાણે મળે છે કોરોનાનું પ્રમાણપત્ર લોકો google માં covid certificate…

દેશમાં નાના રાજ્યોમાં કોરોનાનાં કેસ વધતાં કેન્દ્ર સરકારની ચિંતામાં વધારો, જાણો તે 6 રાજ્યનાં નામ

નેશનલ: દેશમાં કોરોના કેસની સંખ્યા ચોક્કસપણે ઘટી છે. પરંતુ કેન્દ્ર સરકારનાં કામકાજમાં ઢીલાઈ જરાઈ કરી નથી. તાજેતરનાં સમયમાં નાના રાજ્યોમાં ખાસ કરીને પૂર્વોત્તર રાજ્યોમાં કોરોનાનાં નવા કેસોની સંખ્યામાં વધારો થયો છે. ત્યાર પછી કેન્દ્ર સરકારે છ રાજ્યોમાં ટીમો મોકલી છે. કોવિડ -19નાં નિયંત્રણ અને નિવારણ હેઠળ આ ટીમો અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, મણિપુર, ઓડિશા, કેરળ અને છત્તીસગ સહિતનાં છ રાજ્યોમાં મોકલવામાં આવી છે. આ ઉચ્ચ સ્તરીય ટીમમાં ક્લિનિશિયન અને જાહેર આરોગ્ય નિષ્ણાત શામેલ હશે. મળતી માહિતી મુજબ આ ટીમ કોવિડ -19 મેનેજમેન્ટ, મોનિટરિંગ, કન્ટેન્ટ ઓપરેશન અને ત્યાંનાં પરીક્ષણ જેવા કામોની દેખરેખ…

ચાલુ ટ્રેનમાંથી ઉતરતા મુસાફર પ્લેટફોર્મ પર પટકાયો.. RPF જવાન બની ગયો સુપર હીરો

નેશનલ: હાલમાં મુંબઈ બોરીવલી સ્ટેશનનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ચાલુ ટ્રેનમાંથી ઊતરતી સમયે યુવક પડી ગયો હતો. જેથી પ્લેટફોર્મ એને ચાલુ ટ્રેન વચ્ચે અટવાયો હતો. આ ઘટના દરમિયાન ત્યાં હાજર રહેલા RPFનો જવાન આ મુસાફર માટે સુપર હીરો બનીને આવ્યો હતો. રેલવે પોલીસનાં જવાનની ત્વરિતતા અને સમજદારીનાં મુસાફરનો જીવ બચી જવા પામ્યો હતો જેનો વિડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

અમુલે એક લિટર દૂધના ભાવમાં બે રૂપિયાનો વધારો કર્યો

હવે અમુલની 500 મીલીની થેલી એક રૂપિયો મોંઘી થઈ જશે આ ભાવ આવતી કાલથી લાગુ પડશે નેશનલ: સુમુલ ડેરીએ એક લિટરે દુધમાં 2 રૂપિયાનો વધારો કર્યા પછી હવે અમુલે પણ દૂધના ભાવમાં વધારા કર્યો છે. અમુલે એક લિટર દૂધના ભાવમાં બે રૂપિયાનો વધારો કર્યો છે. આ ભાવ આવતી કાલથી લાગુ પડશે. જેને કારણે હવે અમુલની 500 મીલીની થેલી એક રૂપિયો મોંઘી થઈ જશે. અમુલ ગોલ્ડ 500 મીલી પહેલા 28 રૂપિયે હવે 29 રૂપિયે મળશે. તેજ રીતે અમુલ તાજા શક્તિ ટી સ્પેસ્યલ બફેલો દુધ તમામાં લિટરે ૨નો વાધારો કરાયો છે. કોરોના…

સસ્તું થઈ શકે છે ખાદ્ય તેલ, સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય

નેશનલ: દેશમાં પેટ્રોલની સાથે સાથે ખાદ્ય પદાર્થોનાં ભાવોમાં પણ રોજ-બરોજ થોડી-થોડી વૃદ્ધિ જોવા મળતી હતી. જેની સીધી અસર ગરીબ અને મધ્યમ વર્ગનાં લોકોનાં ઘરમાં જોવા મળતી હતી. સ્થાનિક બજારમાં ખાદ્યતેલોનાં ભાવ નીચે લાવવાનાં હેતુસર સરકારે મંગળવારે ક્રૂડ પામ ઓઇલ પર આયાત ડ્યુટીનો ધોરણ દર ઘટાડીને 10 ટકા કર્યો છે. અન્ય પામ તેલ પર તે 37.5 ટકા રહેશે. આ નિર્ણય 30 સપ્ટેમ્બર સુધી લાગુ રહેશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સ અને કસ્ટમ્સ (CBIC)એ એક જાહેરનામું બહાર પડ્યું છે જેમાં જણાવ્યું છે કે, ક્રૂડ પામ ઓઇલ પર સ્ટાન્ડર્ડ કસ્ટમ્સ ડ્યુટી (BCD) દર…

10-24 મે દરમિયાન લોકડાઉનની જાહેરાત : રાજસ્થાન સરકાર

લગ્નના કાર્યોને ૩૧ મે પછી જ મંજૂરી આપવામાં આવશે. મહત્તમ 11 લોકોની હાજરીમાં માત્ર અદાલતોમાં અથવા ઘરે જ લગ્નની મંજૂરી આપવામાં આવશે. મેરેજ ગાર્ડન, બેન્ડની  એડવાન્સ બુકિંગની રકમ પાછી આપવામાં આવશે અથવા એડજસ્ટ કરવામાં આવશે. કોરોનાવાયરસના કેસોમાં ઉછાળા વચ્ચે રાજસ્થાન સરકારે ગુરુવારે રાજ્યમાં 10થી 24 મે દરમિયાન કડક લોકડાઉનની જાહેરાત કરી છે , જે અંતર્ગત લગ્ન કાર્યો, રેલીઓ તેમજ અન્ય પ્રસંગો પણ સ્થગિત કરવામાં આવ્યા છે. લગ્નના કાર્યોને 31 મે પછી જ મંજૂરી આપવામાં આવશે. સરકારે જણાવ્યું હતું કે, મેરેજ ગાર્ડન, બેન્ડ વગેરેને આપવામાં આવેલી એડવાન્સ બુકિંગની રકમ કાં તો…

આલ્કોહોલ યુક્ત દવા પી લેતા એક જ પરિવારનાં 8 લોકોનાં મોત 5 સભ્ય સારવાર હેઠળ!

છત્તીસગઢનાં બિલાસપુરમાં પરિવારનાં આઠ લોકોનાં મૃત્યુ નીપજ્યા, જ્યારે પાંચની હાલત નાજુક “હોમીયોપેથીક દવા પીવાથી તમામના મૃત્યુ થયા હોય તેવું બની શકે છે” -ચીફ મેડિકલ ઓફિસર નેશનલ: આ લોકોએ હોમિયોપેથીક દવા ડ્રોસેરા 30 પી લીધી હતી. જેમાં ૯૧% આલ્કોહોલનું પ્રમાણ હોય છે. દવા આપનાર ડોક્ટર હજુ ફરાર છે. એવું માનવામાં આવી રહ્યું છે કે પરિવારે કોરોનાનાં સંક્રમણથી બચવા આલ્કોહોલ યુક્ત દવા લીધી હશે. CMOએ જણાવ્યું કે, આખા પરિવારે હોમિયોપેથીક દવા ડ્રોસેરા 30 લીધી હતી. તેમાં આલ્કોહોલનું પ્રમાણ 91 ટકા જેટલું હોય છે, જે દેશી દારૂ સાથે મિલાવવામાં આવે છે. આ લેવી…

અમદાવાદ સિવિલનાં કોરોના વૉરિયર્સને શૅફ સંજીવ કપૂર ભોજન પૂરું પાડશે

એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ માટે મદદ  સેવાભાવી દાતાના સહયોગથી કોરોના વૉરિયર્સ , તબીબો માટે સંજીવ કપૂરે કરી ત્રણ ટાઇમ ભોજનની વ્યવસ્થા કોરોના મહામારીમાં સેવાભાવી સંસ્થાઓ પ્રવર્તમાન સ્થિતિમાં મદદરૂપ થવા આગળ આવી રહી છે. નિ:સ્વાર્થપણે કોરોનાગ્રસ્ત દર્દીઓ, કોરોનાની સારવારમાં લાગેલા હોસ્પિટલ તંત્ર, કોરોના વૉરિયર્સને યથાશક્તિ મદદરૂપ બની રહી છે, ત્યારે દેશના પ્રતિષ્ઠિત શૅફ સંજીવ કપૂર પણ આ સેવાયજ્ઞમાં જોડાયા છે. તેમણે અન્ય સેવાભાવી દાતાના સહયોગથી એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભોજન પૂરું પાડવાનો નિર્ણય કર્યો છે. સંજીવ કપૂરે અમદાવાદ શહેરમાં 12 શૅફની નિમણૂક કરી છે. તેમણે સિવિલ હોસ્પિટલના…

ઓક્સિજનના અભાવને કારણે કર્ણાટક જિલ્લા હોસ્પિટલમાં 24 દર્દીઓના મોત

ઓડિટ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે જે પછી મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે. કર્ણાટકમાં ચમરાજનગર જિલ્લામાંથી ખૂબ જ દુ:ખદ સમાચાર આવી રહ્યા છે. અહીંની જિલ્લા હોસ્પિટલમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૨૪ દર્દીઓએ દમ તોડી દીધો હતો. તેમાં કોરોના ચેપગ્રસ્ત દર્દીઓનો સમાવેશ થતો હતો. કહેવામાં આવે છે કે દર્દીઓ ઓક્સિજનના અભાવ તેમજ અન્ય કારણોસર મૃત્યુ પામ્યા હતા. મંત્રી સુરેશ કુમારે કહ્યું કે ઓડિટ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે જે પછી મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે.

કોવિડ-19 કર્ફ્યુનું ઉલ્લંઘન કરતા લગ્નમાં વિક્ષેપ કર્યા બાદ અગરતાલાનાં અધિકારીએ માફી કેમ માંગી?

પશ્ચિમ ત્રિપુરાના જિલ્લા મેજિસ્ટ્રેટ શૈલેષ કુમાર યાદવે કોવિડ-19ની પરિસ્થિતિને પગલે રાત્રિના કર્ફ્યુનું ઉલ્લંઘન કરી રહેલા અગરતલા શહેરમાં એક લગ્ન સમારોહમાં વિક્ષેપ પાડતા વીડિયો બાદ માફી માંગી છે. આ ઘટના સોમવારે રાત્રે 11 વાગ્યા પછી અગરતલાના એક વેડિંગ હોલમાં બની હતી, જ્યારે લગ્નનું કાર્ય હજી ચાલુ હતું, જે રાત્રે 10 થી 5 વાગ્યા ની વચ્ચે નાઇટ કર્ફ્યુનું ઉલ્લંઘન કરી રહ્યું હતું. શું હતી ઘટના ? વાયરલ થયેલા વીડિયોમાં જિલ્લા મેજિસ્ટ્રેટ શૈલેષ કુમાર યાદવે મેરેજ હોલમાં દરોડા પાડતા અને કોવિડના નિયમોનું ઉલ્લંઘન કરી રહેલા લગ્નમાં હાજર તમામને બહાર કાઢ્યા હતા. જ્યારે લગ્ન…