સરકાર સારી કામગીરી કરી રહી છે, તો લોકોને કેમ મુશ્કેલી પડી રહી છે? ગુજરાત હાઇકોર્ટ

ગુજરાત: કોરોનાની સ્થિતિ સંભાળવામાં ગુજરાતની હેલ્થ મશીનરી નિષ્ફળ રહી હોવાના અહેવાલોની ગંભીર નોંધ લીધી હતી. ગુજરાત હાઈકોર્ટે આ અંગે સુઓમોટો નોંધ લેતાં હાઈકોર્ટે કોવિડ નિયંત્રણમાં અનિયંત્રિત ઉછાળો અને સંચાલનના ગંભીર મુદ્દાઓ શીર્ષક હેઠળ નવેસરથી જાહેર હિતની અરજી નોંધીને ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ ભાર્ગવ ડી. કારિયાની બેંચે તેની આજે સુનાવણી હાથ ધરી હતી. ગુજરાત સરકાર તરફથી એડ્વોકેટ જનરલ કમલ ત્રિવેદી રજૂઆત કરી રહ્યા હતા. જેમા ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકીમ, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતી રવિ અને આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે સુનાવણીમાં ઓનલાઇન ભાગ લઇ રહ્યા છે ઓગસ્ટમાં કેસો…

અમદાવાદનાં ભૂવાએ પકડી ગાય , મરતા મરતા બચાવી કોર્પોરેશને

રાત્રે એક ગાય એક ખાડામાં (ભૂવામાં) પડી હતી ગુજરાત: રાત્રિએ આસ્ટોડિયા સર્કલ નજીક એક ગાય ખાડામાં પડી ગઇ હતી. ગાય ખાડામાં કઈ રીતે પડી! એની જાણકારી હજુ સુધી મળી નથી. પરંતુ ગાયનાં બરાડા પાડવાનો અવાજ આજુ બાજુમાં રહેતા રહીશોને કાને પડતા આ ગાયને શોધીને ગાયને બહાર લાવવાની મેહનત શરૂઆતમાં જાતે કરી હતી પરંતુ ગાય ખાડાની વધારે અંદર જતા તત્કાલીક ધોરણે કોર્પોરેશનનાં જાણીતા લોકોનો સંપર્ક લોકોએ સાધ્યો હતો સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં રસ્તાઓ પર આમ આટલા ઊંડા ખાડામાં એક ગાય જેવું પ્રાણી કઈ રીતે પડી શકે? શું ત્યાં પહેલેથી જ આ…

કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાના વતનમાં લાગશે સ્વૈચ્છિક લોકડાઉન

ગુજરાત: રાજ્યમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે. રાજ્યમાં અમદાવાદ અને સુરત ફરી એકવાર ડેથસ્પોટ બની રહ્યા છે. આ ઉપરાંત રાજકોટમાં પણ કોરોનાના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. આથી રાજકોટ તંત્ર સતર્ક થયું છે. રાજકોટમાં કોરોનાના વધતા કેસોને કારણે માર્કેટ યાર્ડના સત્તાધિશોએ અઠવાડિયાના શુક્ર, શનિ અને રવિવારે યાર્ડ બંધ રાખવાનો નિર્ણય જાહેર કર્યો છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સએ પણ સ્વૈચ્છીક લોકડાઉનની જાહેરાત કરી છે. ચેમ્બરના આ નિર્ણયમાં સાથે 28 થી 30 એસોસિએશન જોડાશે. શનિવાર રવિવાર બે દિવસ બંધ રાખવામાં આવશે. તમામ વેપાર ઉદ્યોગ બે દિવસ બંધ રખાશે. તો બીજી તરફ,…

અભિષેક બચ્ચન માટે અડધી રાત્રે ખોલવામાં આવી અમદાવાદની ગોવર્ધન થાળ રેસ્ટોરન્ટ

અભિષેક બચ્ચનને અમદાવાદમાં આવેલ ગોવર્ધન થાળ રેસ્ટોરન્ટની થાળી ખૂબ જ ભાવે છે અભિષેકને આ થાળી એટલી ભાવે છેકે તે જ્યારે જ્યારે અમદાવાદ આવે છે ત્યારે ત્યારે તે ગોવર્ધન રેસ્ટોરન્ટમાં જાય છે મનોરંજન: થોડા સમય પહેલાં જ અભિષેક બચ્ચનની ‘ધ બિગ બુલ’ ફિલ્મ આવી છે. આ ફિલ્મનું પ્રમોશન અલગ-અલગ રીતે કરવામાં આવી રહ્યું છે. અભિષેકનાં સોશિયલ મીડિયા પર હમણાં ગુજરાતીઓ માટેનો પ્રેમ દેખાઈ રહ્યો છે. હમણાં થોડા સમય પહેલા અભિષેકનાં ટ્વીટર પર પણ તેણે ગુજરાતી રેસ્ટોરન્ટ ની ટ્વીટ કરીને ગુજરાતીઓ માટેનો પ્રેમ બતાવ્યો હતો. જો કે તેમની સાથે ગુજરાતી થાળી ખાવા…

ખેતરમાં ઢોર ચરાવવા બદલ ભરવાડ અને પટેલ વચ્ચે મારામારી : ધ્રાંગધ્રાનાં મોટી માલવણ ગામની ઘટના

ગુજરાત: બુધવારનાં રોજ ધ્રાંગધ્રાનાં મોટી માલવણ ગામનાં પટેલ અને ભરવાડ સમુદાય વચ્ચે મારામારી થઈ હતી. ઘટના એમ હતી કે, મોટી માલવણનાં જીતેન્દ્રભાઈ પટેલે કૃષ્ણનગર ગામ ખાતે ભાડે રાખેલી જમીનને ફરતે કાંટાળા તારની ફેન્સિગ કરી હતી. જેને તોડી પાડી, જીતેન્દ્રભાઈને પૂછ્યા વગર તેમના જ ગામના મલાભાઈ ભરવાડ અને મુનાભાઈ ભરવાડ પોતાના ઢોરોને ખેતરમાં ચરાવતાં હતાં. જેથી જીતેન્દ્રભાઈએ ‘અમારા ખેતરમાં શું કામ ચરાવો છો’ તેમ પૂછતાં ભરવાડે ‘ ચરાવવાના જ છે, થાય તે કરી લેવું’ કહી માર માર્યો હતો અને ‘જો પોલીસ ફરીયાદ કરી છે તો જીવતા નહિ રહેવા દઈએ’ કહી જાનથી…

પેરામેડિકલ સ્ટાફને AMC આપી રહ્યી છે લોલીપોપ! કરાર 11 મહિનાનો થશે?

છેલ્લા 1 વર્ષથી કોરોનામાં સેવા આપી રહ્યો છે પેરામેડિકલ સ્ટાફ 3 મહિનાનાં કરારમાં કરી રહ્યા છે કામગીરી કોરોનાની શરૂઆતથી અત્યાર સુધી ઊભા રહ્યા છે જીવના જોખમે ગુજરાત: કોરોના એક ગંભીર રોગ છે. કોરોના ચીનથી આવેલો પ્રયોગી રોગ છે અથવા કોરોના ચીનની રોગ મિસાઈલ છે અને કોરોના લોકોનાં જીવ પણ લઈ શકે છે. એવી જાણકારી પૂરી દુનિયાને હોવા છતાં પણ અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશનમાં કોરોનાની બીમારીને નાથવા જ્યારે સમગ્ર દેશમાં લોકડાઉન લાગેલી એવે વખતે પેરામેડિકલ સ્ટાફની 352 લોકોની ભરતી માટે ગુજરાતનાં ઠેક-ઠેકાણેથી 1122 પેરામેડિકલ ડિગ્રી ધારીઓ અમદાવાદ આવેલા અને ગીતામંદર સ્થિત આરોગ્ય…

માહિતી નિયામકની કચેરીની ભરતીની પ્રિલિમિનરી પરીક્ષા તથા GPSC આયોગની વિવિધ પરીક્ષા મોકૂફ

ગુજરાતી: માહિતી નિયામક કચેરી હસ્તકની નાયબ માહિતી નિયામક (વર્ગ-1), સહાયક માહિતી નિયામક (વર્ગ-2) તથા સિનિયર સબ-એડિટર(વર્ગ-3) તથા માહિતી મદદનીશ (વર્ગ-3) – એમ વિવિધ સંવર્ગની ભરતી સંબંધિત ઓજસ પર પ્રસિદ્ધ કરવામાં આવેલી જાહેરાતો અનુક્રમે 2/20-21 અને 1/20-21, 22 જાન્યુઆરીના રોજ બહાર પાડવામાં આવી હતી. ઉક્ત વિવિધ સંવર્ગ માટેની પ્રિલિમિનરી પરીક્ષા તા.10 એપ્રિલ, 2021ના રોજ યોજાનાર હતી પરંતુ કોરોનાનાં વધી રહેલા સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને લેતા આ પ્રિલિમિનરી પરીક્ષાઓ અન્ય સૂચના પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મોકૂફ રાખવામાં આવે છે. આ પરીક્ષાની નવી તારીખ અંગેની વિગતો માટે ઓજસ તથા વેબસાઈટ www.gujaratinformation.gujarat.gov.in જોતા રહેવાની…

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કોરોના પોઝિટિવ

ગુજરાત: શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કોરોના પોઝિટિવ આવ્યા છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સરકારના વધુ એક મંત્રી કોરોના પોઝિટિવ આવતા ફફડાટ ફેલાયો છે. થોડા સમય પહેલા સચિવાલયનાં અનેક કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને હાલમાં જ ગુજરાત રાજ્યનાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હોવાના કારણે ડૉક્ટરની સલાહ મુજબ તે હાલમાં અમદાવાદની યુ. એન મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.

માહિતી ખાતાની પરીક્ષા આપનાર પરીક્ષાર્થી, સરકારની માહિતીથી અસંતુષ્ટ

ગુજરાત: ઢગલા બંધ અફવાઓ વચ્ચે મુખ્યમંત્રીએ ગુજરાતની જનતા સમક્ષ જણાવવું પડ્યું કે “મારા પુત્રનાં લગ્નની વાત એક અફવા છે ” અને જો આ અફવા ન હોત તો મુખ્યમંત્રી એમની ગરિમા સાચવવા અથવા સમાજ કલ્યાણ હિતાર્થે એમનાં પુત્ર ઋષભ રૂપાણીનાં લગ્નને અટકાવી જ દેત કેમકે કોરોનાનાં રોજની ગંભીરતા એક મુખ્યમંત્રી નહીં સમજે તો કોણ સમજશે કેમ કે એમને એમનો એક પુત્ર સાચવવાનો નથી એમના પર ગુજરાતનાં લાખો પુત્રોની જવાબદારી છે. એટલા માટે જ એ મુખ્યમંત્રી છે. છેલ્લા અઠવાડિયામાં ઢગલાબંધ પરીક્ષાઓ રદ થઇ છે અને આજે ASI PSI ની પરીક્ષા રદ કરવામાં…

આ બધી પાયા વિહોણી વાતો છે, ના કોઈ આવું આયોજન હતું ના કોઈ આવું આયોજન છે : મુખ્યમંત્રી વિજય રૂપાણી

ગુજરાત: થોડા દિવસોથી સોશિયલ મીડિયામાં એક મેસેજ ખૂબ વાયરલ થયો હતો. જેમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે આવતા થોડા દિવસોમાં ગુજરાતમાંથી કારોના ઓછો થઈ જશે. કારણકે ટૂંક જ સમયમાં મુખ્યમંત્રીનાં પુત્રનાં લગ્નનું આયોજન છે. આ આયોજન ખૂબ મોટું હોવાનાં કારણે કોઈ પણ પ્રકારનું લોકડાઉન પણ નહીં આવે અને કોઈ નિયમો પણ કડક કરવામાં નહીં આવે. અંતે આજે મુખ્યમંત્રીએ મૌન તોડ્યું અને આ વાતને પાયા વિહોણી છે. તે બાબતે એક ટ્વીટ કર્યું છે. ટ્વીટ કરી અને ખોટ મેસેજને વાઇરલ કરી અને લોકોમાં ખોટી વાતો ફેલાવતા લોકોને કડક જવાબ આપ્યો છે.…