અભિષેક બચ્ચન માટે અડધી રાત્રે ખોલવામાં આવી અમદાવાદની ગોવર્ધન થાળ રેસ્ટોરન્ટ

  • અભિષેક બચ્ચનને અમદાવાદમાં આવેલ ગોવર્ધન થાળ રેસ્ટોરન્ટની થાળી ખૂબ જ ભાવે છે
  • અભિષેકને આ થાળી એટલી ભાવે છેકે તે જ્યારે જ્યારે અમદાવાદ આવે છે ત્યારે ત્યારે તે ગોવર્ધન રેસ્ટોરન્ટમાં જાય છે

મનોરંજન: થોડા સમય પહેલાં જ અભિષેક બચ્ચનની ‘ધ બિગ બુલ’ ફિલ્મ આવી છે. આ ફિલ્મનું પ્રમોશન અલગ-અલગ રીતે કરવામાં આવી રહ્યું છે. અભિષેકનાં સોશિયલ મીડિયા પર હમણાં ગુજરાતીઓ માટેનો પ્રેમ દેખાઈ રહ્યો છે.

હમણાં થોડા સમય પહેલા અભિષેકનાં ટ્વીટર પર પણ તેણે ગુજરાતી રેસ્ટોરન્ટ ની ટ્વીટ કરીને ગુજરાતીઓ માટેનો પ્રેમ બતાવ્યો હતો.

જો કે તેમની સાથે ગુજરાતી થાળી ખાવા બાબતે એક જોરદાર કિસ્સો થયો છે. જેની માહિતી અભિષેકે જણાવ્યું હતું.

અભિષેકને ગોવર્ધન થાળ રેસ્ટોરન્ટની ગુજરાતી થાળી એટલી પસંદ છે કે તે જ્યારે પણ ગુજરાત આવે છે ત્યારે ત્યારે તે ગોવર્ધન થાળ રેસ્ટોરન્ટમાં જાય છે.

અભિષેક એક વખત કબ્બડી મેચ માટે તેમની ટીમ જયપુર પિંક પેન્થર્સ સાથે અમદાવાદ આવેલા ત્યારે મેચ પૂરી થયા બાદ તેમને ભૂખ લાગી હતી. પરંતુ એ સમયે નવરાત્રીનો સમય હોવાથી મોટા ભાગનાં રેસ્ટોરન્ટ બંધ થઈ ગયા હતા. આવા સમયે તેણે તેમના મિત્ર અને ગોવર્ધન રેસ્ટોરન્ટનાં માલિકને કર્યો હતો. તેણે જણાવ્યું કે નવરાત્રી હોવાથી દુકાનો પણ બંધ થઈ ચૂકી હતી પરંતુ એક અભિનેતાનું મન રાખવા માટે ગોવર્ધન થાળ રેસ્ટોરન્ટનાં માલિકે અડધી રાત્રે રેસ્ટોરન્ટ ખોલ્યું હતું.

આ બાદ અભિષેકે તેના ઈન્સ્ટાગ્રામ પર રેસ્ટોરન્ટમાં પડાવેલ ફોટો મૂકી ને લખ્યું કે ‘ અમદાવાદની ટ્રીપ ત્યાં સુધી પૂરી ન થાય, જ્યાં સુધી મારી ફેવરીટ રેસ્ટોરન્ટ ગોવર્ધન થાળમાં ખાવાનું ન ખાવ.’ સાથે મહેન્દ્રભાઈનો પણ આભર માન્યો કે જેઓ ગોવર્ધન થાળ રેસ્ટોરન્ટનાં માલિક છે.

 

View this post on Instagram

 

A post shared by Abhishek Bachchan (@bachchan)

Related posts

Leave a Comment