માહિતી ખાતાની પરીક્ષા આપનાર પરીક્ષાર્થી, સરકારની માહિતીથી અસંતુષ્ટ

ગુજરાત: ઢગલા બંધ અફવાઓ વચ્ચે મુખ્યમંત્રીએ ગુજરાતની જનતા સમક્ષ જણાવવું પડ્યું કે “મારા પુત્રનાં લગ્નની વાત એક અફવા છે ” અને જો આ અફવા ન હોત તો મુખ્યમંત્રી એમની ગરિમા સાચવવા અથવા સમાજ કલ્યાણ હિતાર્થે એમનાં પુત્ર ઋષભ રૂપાણીનાં લગ્નને અટકાવી જ દેત કેમકે કોરોનાનાં રોજની ગંભીરતા એક મુખ્યમંત્રી નહીં સમજે તો કોણ સમજશે કેમ કે એમને એમનો એક પુત્ર સાચવવાનો નથી એમના પર ગુજરાતનાં લાખો પુત્રોની જવાબદારી છે. એટલા માટે જ એ મુખ્યમંત્રી છે.

છેલ્લા અઠવાડિયામાં ઢગલાબંધ પરીક્ષાઓ રદ થઇ છે અને આજે ASI PSI ની પરીક્ષા રદ કરવામાં આવી. હવે આ પરીક્ષા કેમ રદ થઈ! કેમકે ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ છે. અને એને જ કારણે દાસા સાહેબે પરીક્ષા રદ કરી.હવે આ તે એવી એક પરીક્ષા કેવી છે કે રદ ન કરી શકાય ? શું માહિતી ખાતાની પરીક્ષા આપનાર પરીક્ષાર્થી કે જે માસ કોમ્યુનિકેશન અને પત્રકારિતા સાથે સંકળાયેલ છે એને આ કોરોના રોગ ન થાય ! કદાચ માની લેવાય જે માહિતી ખાતા માં પ્રવેશનાર ને કદાચ જુદી જુદી જગ્યાએથી માહિતી કઢાવવાની હોય કે પછી મેળવવાની હોય તો તો એને રખડવું જ પડે એને કૈં ઓછુ ડરીને જીવવાનું હોય? પણ.. નીચેની ટ્વીટ અને પ્રશ્નોનાં ઉકેલ માટે પણ સરકારે વિચારવું પડે એવું છે..

આ બાબતે સોશિયલ મીડિયામાં એક લેટર પણ ફરતો થયો છે જેમાં પરીક્ષાને કોરોનાની પરિસ્થતિનાં કારણે હાલ પૂરતી રદ કરવામાં આવે. લોકો આ લેટરને પોસ્ટ કરી રહ્યા છે અને તેમ સરકારી સંસ્થા અને મુખ્યમંત્રીને ટેગ કરી રહ્યા છે.

પરીક્ષાર્થીઓ પૂરા ગુજરાતમાં છે અને પરીક્ષા કેન્દ્ર ફક્ત અમદાવાદમાં. કોરોનાનાં આંકડા વધતાંની સાથે કર્ફ્યૂ બાબતે પણ વિદ્યાર્થીઓ મુંઝવણમાં છે કે કરવું શું? આ બાબતે અનેક લોકો ટ્વીટર પર અનેક ટ્વીટ કરી, પરીક્ષાને હાલ પૂરતી મોકૂફ રાખવાની માંગ કરી રહ્યા છે અથવા તો જે તે જિલ્લામાં સેન્ટર આપવામાં આવે એવી પણ કદાચ માંગણી હોવાની.





આ પણ વાંચો:PSI શારીરિક કસોટી મોકૂફ: પરીક્ષાર્થીઓને મળ્યો તૈયારી માટેનો વધુ સમય


Related posts

Leave a Comment