લગ્ન પહેલા દિયા મિર્ઝાએ શેર કર્યા મહેંદીનાં ફોટો

મનોરંજન: બોલિવૂડ એક્ટ્રેસ દિયા મિર્ઝા 15 ફેબ્રુઆરી સોમવારે વૈભવ રેખી સાથે લગ્ન કરવા જઈ રહી છે. તાજેતરમાં જ દીયાનાં લગ્નનાં સમાચાર આવ્યા છે, ત્યારથી તે અચાનક ચર્ચામાં આવી ગઈ છે. હવે લગ્ન પહેલા દીયાએ સોશિયલ મીડિયા પર પોતાની મહેંદીની એક સુંદર તસવીર શેર કરી છે. દીયાએ આ તસવીર પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરી છે અને તેની સાથે ‘પ્યાર’ પણ લખ્યું છે. દીયા અને વૈભવનાં લગ્ન પહેલા લગ્ન પહેલાનાં ફંક્શન્સ ચાલી રહ્યા છે. આ લગ્નમાં ફક્ત દિયા અને વૈભવનાં પરિવારના જ નજીકનાં મિત્રો સામેલ થવા જઇ રહ્યા છે. લગ્ન પહેલાની પાર્ટીની…

મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના પોઝિટિવ!

વડોદરામાં શનિવારે રાત્રે જાહેર સભા દરમિયાન બ્લડ પ્રેસર લો થઈ જતા મુખ્યમંત્રી વિજય રૂપાણી ચક્કર ખાઈને પડી ગયા હતા. મોડી રાત્રે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં ECG,બ્લ્ડ ટેસ્ટ સહિતનાં રિપોર્ટ કરાયા હતા. જે નોર્મલ હતા. કોરોનાનો RTPCR  રિપોર્ટ કરવામાં આવ્યો હતો જે આજે સવારે પોઝિટિવ આવ્યો છે. CM Vijay Rupani જાહેર સભાને સંબોધતા અચાનક ઢળી પડ્યા | Live Video હાલમાં તેઓને સારવાર માટે યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાયા છે. તેઓની પરિસ્થિતિ હાલ સ્થિર છે. યુએન મહેતા હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું છે.

ગુજરાતમાં 18 ફેબ્રુઆરીથી ધોરણ 6થી 8નાં વર્ગખંડો શરૂ

18મી ફેબ્રુઆરી 2021થી ધોરણ 6 થી 8નાં વર્ગખંડોમાં પુનઃ શિક્ષણકાર્ય શરૂ ઓફલાઈન પ્રત્યક્ષ શિક્ષણ કાર્યમાં હાજરી સ્વૈચ્છિક રહેશે વિદ્યાર્થીઓનાં વાલી પાસેથી શિક્ષણ સંસ્થાએ નિયત સંમતિપત્ર મેળવવાનો રહેશે ગુજરાત: રાજ્યમાં આગામી ગુરૂવાર તારીખ 18મી ફેબ્રુઆરી 2021થી ધોરણ 6 થી 8ના વર્ગખંડોમાં પુનઃ શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવશે. શિક્ષણ વિભાગે આ અંગે બહાર પાડેલા ઠરાવમાં જણાવ્યા અનુસાર રાજ્યમાં આવેલી તમામ બોર્ડની પ્રાથમિક શાળાઓનાં ધોરણ 6થી 8 માટે વર્ગખંડ શિક્ષણ પુનઃ શરૂ કરવાનું રહેશે. જેમાં કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. આ ઓફલાઈન પ્રત્યક્ષ શિક્ષણ કાર્યમાં હાજરી સ્વૈચ્છિક રહેશે તેમજ વિદ્યાર્થીઓનાં વાલી પાસેથી શિક્ષણ…

ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ સ્પર્ધામાં ભારત ડબલ્સની પ્રથમ મેચ હારી જતા સ્પર્ધામાંથી બહાર

ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ સ્પર્ધામાં ભારતનાં દ્વિજ શરણ અને અંકિતા રૈના તેમનાં સાથીદારો સાથે ડબલ્સની પ્રથમ મેચોમાં હારી જતા તેઓ સ્પર્ધામાંથી બહાર થયા છે. આજે સવારે રમાયેલી ડબલ્સની પ્રથમ રાઉન્ડની મેચમાં દ્વિજ શરણ અને આઈ. ઝેલેનાયની જોડીનો કે. કાવીઝ અને હન્ફમાનની જોડી સામે સીધા બે સેટોમાં પરાજ્ય થયો હતો. એવી જ રીતે મહિલાની ડબલ્સની મેચમાં અંકિતા રૈના તેમની સાથી એમ. બુઝનેરસ્કુની જોડી વૂલકોક અને ગડેસ્કીની જોડી સામે 6-3, 6-0થી હારી જતા સ્પર્ધામાંથી બહાર થઈ છે. ગઈકાલે ભારતનાં રોહન બોપન્ના અને બેન મેકલાચલાનની જોડી હારી જતા સ્પર્ધમાંથી બહાર થઈ છે.

नज़रें मिलाके, खुद से पूछो – क्यूं? સોનાક્ષી સિંહા

અનેક વિદેશી હસ્તીઓએ દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને પોતાનું સમર્થન આપ્યું હતું. તે જ સમયે ફક્ત મુખ્ય પ્રવાહની કેટલીક ભારતીય હસ્તીઓ હતી જેઓ ખેડૂતોને ટેકો આપવા આગળ આવ્યા હતા. સોનાક્ષી સિંહા તેમાંથી એક છે, સતત તેનાં સોશિયલ મીડિયા પર ખેડૂતોને ટેકો આપતી પોસ્ટ કરે છે. તાજેતરમાં જ તેમણે ફરી એકવાર પોતાનો અવાજ ખેડૂતોને આપ્યો હતો. એક કવિતા દ્વારા. જેનું નામ ‘કયું’ છે. પોસ્ટનાં કેપ્શનમાં લખ્યું કે, नज़रें मिलाके, खुद से पूछो – क्यूं? एक ट्रिब्यूट उन हाथों को जो हमें खिलाते हैं. वरद भटनागर की लिखी हुई एक खूबसूरत कविता.…

‘કૂકડે કૂક’ એક પ્રયોગ

‘કૂકડે કૂક’ એક પ્રયોગ છે, બાળ સાહિત્યિક સામયિકનો. ગુજરાત યુનિવર્સિટીનાં પત્રકારત્વ વિભાગનાં ‘ મીડિયા રીસર્ચ પ્રોજક્ટ’ અંતર્ગત આ સામયિક બનાવવાનો પ્રયોગ કર્યો છે. આ સામયિકને અનુરૂપ પ્રશ્નોનાં જવાબ ચોક્કસ આપજો. કૂકડે કૂક – જાન્યુઆરી ૨૦૨૧ (આપના અભિપ્રાયો બાદ, સુધારા- વધારા સાથે અંક-૨ ‘ પ્રત્યક્ષ સમાચાર’ અને અન્ય સંસ્થાઓનાં સૌજન્યથી જાહેર થશે.) પ્રશ્નોનાં ઉત્તર આપવા માટે અહીં ક્લિક કરો.  

FHWનો પગાર ૧૮,૯૭૬ અને MPHWનો પગાર ૧૮,૦૪૩? કલેક્ટરને અપાયું આવેદનપત્ર : ગોધરા

ગુજરાત: તારીખ ૧૨ જાન્યુઆરીનાં રોજ ગોધરા કલેકટર કચેરી ખાતે આરોગ્યકર્મીઓએ પગારમાં થતા કાપને અનુલક્ષીને કલેક્ટરને આવેદનપત્રમાં જણાવાયું હતું કે.. “આરોગ્ય વિભાગમાં આઉટસોર્સિગ તરીકે ફરજ બજાવતા ફિમેલ હેલ્થ વર્કર (FHW) તેમજ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) ને સરકાર દ્રારા અપાતો પગાર જે-તે એજન્સીને પુરતો ચુકવવામાં આવતો હોય છે પરંતુ તે પગાર કોન્ટ્રાક કંપની દ્વારા પગાર કાપીને આપવામાં આવે છે.” FHWનો માસીક પગાર રૂ.૧૮,૯૭૬ એજન્સીને મળે છે અને એમને રૂ.૧૦,૦૦૦ અપાય છે.તેમજ MPHW ને રૂ.૧૮,૦૪૩ એજન્સીને મળે તેમાંથી રૂ. ૮,૭૮૮ રૂપીયા અપાય છે. આમ એક FHWનાં કર્મચારી પાછળ રૂ. ૮,૯૪૫ અને MPHWનો રૂ.…

નિશા ગોંડલિયા ફાયરિંગ કેસમાં ગુજરાત ATS દ્વારા ચોંકાવનારો ખુલાસો

જામખંભાળીયામાં નિશા ગોંડલિયા ઉપર થયેલા ફાયરિંગ મામલે મોટો ખુલાસો સામે આવ્યો નિશા ગોંડલિયાએ જાતે જ ફાયરિંગ કરાવી હોવાનું સામે આવ્યું છે ગુજરાત: નિશા ગોંડલિયા ફાયરિંગ કેસ મામલે ATSએ મોટી કાર્યવાહી કરી છે અને બે આરોપીની સંડોવણી હતી તેમની ધરપકડ કરવામાં આવી છે. ATSની તપાસમાં મોટો ઘટસ્ફોટ સામે આવ્યો છે કે, નિશાએ જ કાવતરું ઘડીને જયેશ પટેલ અને યક્ષાપલ જાડેજાને ફસાવવા માટે પોતાના પર જ ફાયરિંગ કરાવ્યું હતું. ફાયરિંગનો આક્ષેપ જયેશ પટેલ પર લગાવ્યો હતો. વર્ષ 2019માં એક કેસમાં નિશાને સાક્ષી માટે હટી જવા માટે જયેશ પટેલ દબાણ કરી રહયો છે…

ગુજરાત યુનિવર્સિટીનાં વાઈસ ચાન્સેલર હિમાંશુ પંડ્યાનાં પુતળાનું દહન, ‘એડમિશન પ્રક્રિયામાં વિલંબ કેમ?’ – NSUI

એડમિશન પ્રક્રિયા હજુંય ચાલું જ છે. એડમિશન પ્રક્રિયામાં હજું વિલંબ કેમ! આર્ટસ, કોમર્સનાં વિધાર્થીઓ ચિંતીત. ગુજરાત: ગુજરાત યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટી એડમિશન કમિટીનાં સભ્યોની ‘હા’, ‘ના’ વચ્ચે વિધાર્થીનાં ભાવી ચિંતામાં મુકાયા છે. વાત એવી છે કે ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન મેળવવા માટે વિધાર્થીઓએ ઓનલાઇન ફોર્મ ભરેલા , જેમાં વિધાર્થીને એમ હતું કે એડમિશન પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઇન જ થશે અને આ જ વિશ્વાસને કારણે વિધાર્થીનો સંપૂર્ણ વિશ્વાસ હતો કે યુનિવર્સિટી દ્વારા થતી આ સંપૂર્ણ એડમિશન પ્રક્રિયા ઓનલાઇન જ થશે પરંતું પ્રત્યક્ષ સમાચારએ અગાઉ વીડિયો જાહેર કરેલ કે જે-તે કોલેજનાં વિધાર્થીઓ એડમિશન માટે…

૨૦૨૦નાં લેખા-જોખા અને ૨૦૨૧ની નવી આશાઓ

૨૦૨૦નાં લેખા-જોખા અને ૨૦૨૧ની નવી આશાઓ એકવીસમી સદીની શરૂઆત એકદમ ઝડપી વિકાસની સદીની શરૂઆત છે. આ સદીમાં થયેલી અમુક શોધોએ પુરા વિશ્વનો તખ્તો પલટાવી નાખ્યો. પરંતુ સદીની શરૂઆતમાં જ કોરોના જેવી મહામારી આપણાં બારણે ટકોરા મારતી ઉભી રહી. સ્વપ્ને પણ વિચાર ન કર્યો હોય એવી સ્થિતિ આવી પડતાં સમગ્ર વિશ્વમાં અસંતુલન સર્જાયુ. અલ્પવિકસિત રાષ્ટ્રોથી માંડીને વિકાસશીલ રાષ્ટ્રો અને વિકસિત રાષ્ટ્રો કોરોના મહામારી સામે લાચાર થઈ ગયા. ડિસેમ્બર, ૨૦૧૯માં ચીનનાં વુહાન પ્રાંતમાંથી ઉદ્ભવેલા કોરોના વાયરસને એક વર્ષ પુરું થાય એ પહેલાં જ વિશ્વનાં ૨૦૦થી પણ વધુ દેશોમાં ફેલાઈને પુરી દુનિયાને એનાં…