ગુજરાત યુનિવર્સિટીનાં વાઈસ ચાન્સેલર હિમાંશુ પંડ્યાનાં પુતળાનું દહન, ‘એડમિશન પ્રક્રિયામાં વિલંબ કેમ?’ – NSUI

  • એડમિશન પ્રક્રિયા હજુંય ચાલું જ છે.
  • એડમિશન પ્રક્રિયામાં હજું વિલંબ કેમ!
  • આર્ટસ, કોમર્સનાં વિધાર્થીઓ ચિંતીત.

ગુજરાત: ગુજરાત યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટી એડમિશન કમિટીનાં સભ્યોની ‘હા’, ‘ના’ વચ્ચે વિધાર્થીનાં ભાવી ચિંતામાં મુકાયા છે. વાત એવી છે કે ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન મેળવવા માટે વિધાર્થીઓએ ઓનલાઇન ફોર્મ ભરેલા , જેમાં વિધાર્થીને એમ હતું કે એડમિશન પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઇન જ થશે અને આ જ વિશ્વાસને કારણે વિધાર્થીનો સંપૂર્ણ વિશ્વાસ હતો કે યુનિવર્સિટી દ્વારા થતી આ સંપૂર્ણ એડમિશન પ્રક્રિયા ઓનલાઇન જ થશે પરંતું પ્રત્યક્ષ સમાચારએ અગાઉ વીડિયો જાહેર કરેલ કે જે-તે કોલેજનાં વિધાર્થીઓ એડમિશન માટે ઓફલાઇન અરજી આપી રહ્યા હતા અને ગત રોજ એ કોલેજને ૧૪ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો અને કોલેજે ભરી પણ દિધો હતો.

૬ જાન્યુઆરીનાં રોજ Gujarat University Admmition Committee અને Gujarat University નાં એડમિશન પ્રક્રિયાનાં વિલંબને કારણે વિધાર્થીનું ભાવી ન બગડે તે હિતાર્થે વિધાર્થી જુથ ગુજરાત યુનિવર્સિટીનાં એડમિશન કમિટીનાં સપોર્ટીંગ સેન્ટર ‘IAS Training Center’ ખાતે પહોચ્યું હતું અને ૭ રાઉન્ડ થઈ ગયા બાદ અને જગ્યા ખાલી હોવા છતા એડમિશન કેમ નથી અપાઈ રહ્યાનો પ્રત્યુત્તર માંગતા એડમિશન કમિટીનાં મૌનને વખોડતા નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI) નાં વિધાર્થી નેતાઓએ તાળાબંધી કરી હતી અને ગુજરાત વાઈસ ચાન્સેલર હિમાંશુ પંડ્યાનાં પુતળાને પણ સળગાવ્યું હતું.

સંપૂર્ણ એડમિશન પ્રક્રિયા ઓનલાઇન હોવા છતા એડમિશન કઈ રીતે ઓફલાઇન અપાઈ ગયા એ હતું પ્રશ્નાર્થ રહેશે.


Related posts

Leave a Comment