ગાંધીજી, સરદાર અને નહેરૂ : વિસમી સદીમાં ભારતનાં અને ભારતીય રાજકારણનાં ઘડતર અને ચણતરમાં મોખરે રહેલી ત્રિપુટી!

સ્વતંત્રતાની લડત લડેલા અને જેના વિશે સૌથી વધારે લખાયું છે, બોલાયું છે કે ચર્ચાયું છે એવા કોઇ ત્રણ નામો હોય તો ગાંધીજી, સરદાર અને નહેરૂ. ગાંધીજી, નહેરૂ અને સરદારને આપણી નજરથી આંકવામાં ક્યાંક ભુલ થાય જ. આ વિરાટ પુરુષોને સમજવા-જોવા માટે નજર નહી દ્રષ્ટિ જોઇએ, જે આપણી પાસે નથી. કોઇ એક-બેને નીચા બતાવીને કોઇ એકને ઉંચા બતાવવા એમાં આપણું પાપ છે. સરદારને ઉંચા બતાવવા માટે ગાંધીજી અને નહેરૂને નિચા બતાવવા કે આવી જ હરકત ગાંધીજી અને નેહરૂને ઉંચા બતાવવા માટે કરે તો આપણી અજ્ઞાનતા છતી કરે છે. ત્રણેય પ્રતિભાઓ એ…

સાધુઓની સાધુલીલા, લંપટલીલા, સેક્સલીલા અને પાપલીલા!

કહેવાતાં સાધુઓનાં સ્ત્રીઓ સાથેના શારીરિક અડપલા કે શારીરિક ચેષ્ટાથી લઈને સજાતીય સંબંધ સુધીનાં કિસ્સા હવે આપણાથી જરાય અજાણ્યાં નથી. આભાર આ સોશીયલ મીડિયાનો કે કહેવાતાં ઉચ્ચ પવિત્ર ભદ્ર વર્ગનાં આવા બધાં કાંડ આપણી સમક્ષ ખોલી નાખ્યાં. સોશીયલ મીડિયા નહોતું ત્યારે આવા કિસ્સાઓ નહોતાં બનતાં એવું નહોતું પણ એનાં આવ્યા પછી આં બધુંય જન સામાન્ય સુધી પહોંચવા લાગ્યું. હવે તો LGBTQ એ ગુનો પણ નથી. સેક્શન-૩૭૭ ને નાબૂદ કરીને વૈક્તિક સ્વતંત્રતા કહો કે અંગત સ્વતંત્રતા કહો કે જાતીય સ્વતંત્રતા કહો એ દિશામાં એક મહત્વનું પગલું ભર્યું છે. પણ..પણ કોઈની મરજી વિરુદ્ધ…

..તો કોરોનાની સેકન્ડ વેવ આવી, આવવાની જ હતી!

વૈજ્ઞાનિકો એ આગાહી કરી જ હતી. કોરોનાની સેકન્ડ વેવ આવશે. મોટાં ભાગનાં વાઇરસ મ્યુટેટ થાય. અને મ્યુટેટ થયેલા વાયરસ પર-જૂની દવાઓ વધું અસરકારક કામ કરી શકે નહિ, એટલે નવો મ્યુટેટ થયેલો વાયરસ વધું તારાજી સર્જી શકે, એવી સામાન્ય વૈજ્ઞાનિક સમજ આપણે ધ્યાને લીધી નહિ. સરકારે અને તંત્રએ પણ આંખ આડા કાન કર્યા. કોરોના જતો જ રહ્યો એવાં ભ્રમમાં લોકો રાચવા લાગ્યાં. ચૂંટણીઓ કરી. મેળાવડા કર્યા. જંગી બહુમતિઓ ય મેળવી. અને કોરોનાને સાઈડલાઈન કરી દીધો! પણ કોરોના આપણો બાપ નીકળ્યો. એ આવ્યો. બમણી તાકાત લઈને. ઘાયલ સિંહની જેમ. અને આપણને બધાને…

સ્ત્રી-મુક્તિ અને સ્ત્રી-સશક્તિકરણ

સ્ત્રી-મુક્તિ અને સ્ત્રી-સશક્તિકરણની વાતો પાન-માવાનાં ગલ્લાથી લઈને સંસદ સુધી ચર્ચાઈ છે. પણ તકલીફ એ પડી છે કે એમાનું ઘણું ખરું ચર્ચા કર્યા સુધી જ સીમિત રહ્યું છે. ઘણીવાર સ્ત્રી અને પુરુષને એકબીજાને સમજવા એ ઘણો અઘરો કોયડો બની જતો હોય છે. શારીરિક અને માનસિક એમ બંને સ્તરે. સ્ત્રી-મુક્તિ અને સ્ત્રી-સશક્તિકરણ અંગેના ઓશોનાં વિચારો જાણવા સમજવાં જેવાં છે. તો જોઈએ આ બાબતે રજનીશ શું કહે છે? સમાજે સ્ત્રીને પરાધીન બનાવી યાતનાઓમાં જકડીને નગણ્ય બનાવી છે. તે કુરૂપ બની છે. જ્યારે પણ સ્વભાવને તેની આંતરિક જરૂરિયાતો મુજબ વિકસવા દેવામાં આવતો નથી તો…

આત્મહત્યા કરવાનાં વિચારો કરતાં ક્રાંતિકારી સુખદેવને ભગતસિંહનો પત્ર!

કોરોના આપણા માટે મહામુશ્કેલીઓ લઈને આવ્યો. શારીરિક, આર્થિકથી લઈને માનસિક મુશ્કેલીઓ આપણે સહન કરી અને હજું ય કરી રહ્યાં છીએ. હતાશા, તાણ, ચિંતા જેવી લાગણીઓ લગભગ આપણે બધાં અનુભવી રહ્યાં છીએ. રોજ એક જ વાત થઈ રહી છે: હવે ક્યારે પતશે આ બધું? જલ્દી પુરુ થાય તો સારું. આવાં વાક્યો ક્યાંક આપણે બધાં જ આનાથી થાકી ગયાં છીએ એવું દર્શાવે છે. ડોકટરો, મેડિકલ-પેરા મેડિકલ સ્ટાફ, અધિકારીઓ, રાજનેતાઓ, અને આપણે આમ જનતા બધાં જ થાકી ગયાં છીએ. માળખાકીય સુવિધાના અભાવે વેઠવી પડેલી મુશ્કેલીઓ અને તે અભાવનાં લીધે થયેલાં આપણા ઘણાં સ્વજનોના…

૧ મે : ગૌરવવંતા ગુજરાતીઓએ ગુજરાતીપૂર્વક ઉજવવાનો દિવસ

બીજું વિશ્ર્વયુદ્ધ પુરૂ થયા બાદ કેબિનેટ મિશન યોજના મુજબ વર્ષ ૧૯૪૬માં વચગાળાની સરકાર રચવામાં આવી. લોર્ડ માઉંટબેટન ગવર્નર-જ્નરલ તરીકે આવ્યા, બાદમાં 3 જૂન, ૧૯૪૭ની યોજના મુજબ દેશનું વિભાજન કરવાનું નક્કી થયું અને ૧૫મી ઓગષ્ટ,૧૯૪૭ના રોજ ભારત આઝાદ થયું. વર્ષ ૧૯૫૦માં બંધારણ મુજબ ચાર ભાગમાં રાજ્યોને વર્ગીકૃત કરવામાં આવ્યા. ભાગ એ,બી,સી અને ડી. પરંતુ ધીમે ધીમે દક્ષિણ ભારતમાંથી ભાષાને આધારે રાજ્યોની પુનર્રચના ની માંગ શરૂ થઈ. જેના લીધે જૂન,૧૯૪૮ માં ભારત સરકારે એસ.કે. ધારની અધ્યક્ષતા માં એક કમિશન રચ્યું. અને તેનો અહેવાલ ડિસેમ્બર,૧૯૪૮માં આવ્યો. કમિશન એ જણાવ્યું કે રાજ્યનું પુનર્ગઠન વહીવટીય…

શહીદ ઉમર મુખ્તાર: શેર-એ-રેગિસ્તાન, લિબિયાનો મહાન ક્રાંતિકારી યોદ્ધો

જ્યારે સામ્રાજ્યવાદીઓએ ૨૩ માર્ચ,૧૯૩૧ના રોજ આપણા મહાન ક્રાંતિકારીઓ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપી એ જ વર્ષમાં માત્ર છ મહિના પછી જ લિબિયાના મહાન ક્રાંતિકારી ઉમર મુખ્તારને ફાંસી આપવામાં આવી અને ક્રાંતિકારીઓનો એક યુગ આથમી ગયો! અને એ સામ્રાજ્યવાદ વિરુદ્ધ માનવતા માટે, પોતાના માટે, જળ-જંગલ-જમીન બચાવવા માટે લુંટારાઓ વિરુદ્ધ કરવામાં આવેલા યુદ્ધનું ઈનામ હતું. યુરોપે જ્યારે એશિયા અને આફ્રિકાના દેશો પર પોતાની રાજસત્તા સ્થાપવા છલ-કપટથી કબ્જો જમાવવાનો શરૂ કરી દિધો હતો, ગુલામ બનાવવા માટેની ક્રૂર માં ક્રૂર નીતિ યુરોપિયનો વાપરી રહ્યા હતાં એવામાં અનેક યોદ્ધા એની સામે લડવા માટે ઊભા…

ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન: આપણાં ફિલસુફ-રાજા

ભારતમાં ભૂતકાળના સમયથી મહાન સંતો, દાર્શનિકો, તત્વજ્ઞાનીઓ, શિક્ષકો અને બૌદ્ધિક લોકોની લાંબી પરંપરા છે. તેમનું શાણપણ, ભણતર, અધ્યપનથી આખા વિશ્વને ફાયદો થયો છે. ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન આવા જ મહાન માસ્ટર ફિલોસોફરોમાંના એક છે. તેમને માત્ર આઝાદ ભારતનાં પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કે દ્રિતીય રાષ્ટ્રપતિ તરીકે જ ઓળખાવવા એ આપણી ભુલ છે, મોટામાં મોટી ભુલ. તેઓ એક પ્રખ્યાત ફિલોસોફર, ઉમદા શિક્ષક, રાજકારણી, પ્રખર વક્તા,ઉચ્ચ કોટીના લેખક અને કુશળ સંચાલક રહ્યા છે. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ ૫ સપ્ટેમ્બર,૧૮૮૮ના રોજ તામિલનાડુના તિરુતાનીમાં રૂઢીવાદી બ્રાહ્મણ કુટંબમાં થયો હતો. સર્વપલ્લી વીરસ્વામી તેમના પિતાનું નામ અને તેની માતાનું નામ સીતામ્મા…

ચેન્નઈમાં આજે 7:30એ આઈપીએલની 5મી મેચ

કોલકાતા નાઇટ રાઇડર્સ અને મુંબઈ ઇન્ડિયન્સ આમને સામને આઈપીએલની 14 મી સીઝનની 5 મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) નો ચેન્નઈમાં મંગળવારે કોલકાતા નાઈટ રાઇડર્સ (કેકેઆર) નો સામનો કરવો પડશે. સનરાઇઝર્સ હૈદરાબાદ (એસઆરએચ) ની સામે શાનદાર પ્રદર્શન કરનારી બે વખતની ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઇડર્સ તેમની લય જાળવવાના ઇરાદે મુંબઈ ઈન્ડિયન્સ સામે ઉતરશે. ચેન્નાઇનાં એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં આ મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. છેલ્લા બે સીઝનમાં પ્લે ઓફમાં જગ્યા ન બનાવી શકનાર કેકેઆરએ રવિવારે પ્રથમ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 10 રને હરાવી હતી. ટોપ ઓર્ડરની આક્રમક બેટિંગ બાદ દિનેશ કાર્તિકની 9 બોલમાં…

કોરોનાનો ઉથલો, આપણી બેદરકારી અને સરકારી તંત્રની નફ્ફટાઈ!

…તો કોરોના મહામારી આવી. એના લીધે લોકડાઉન ય આવ્યું. નાગરિકોએ ભરપૂર સાથ આપ્યો. ધીમે ધીમે અનલોકડાઉન પણ થયું. થોડી-ઘણી છૂટ-છાટો ય મળી. પણ અર્થવ્યવસ્થાની કમર તૂટી ગઈ. સરકારે અસરકારક પગલાં ય લીધાં. રસી પણ આવી. તબક્કાવાર રસીકરણ પણ ચાલું થયું. અર્થવ્યવસ્થા ભાખોડિયા ભરતી ચાલવા લાગી. મોંઘવારીએ માઝા મૂકી. પેટ્રોલ-ડીઝલનાં ભાવ ક્યાંય આસમાને પહોંચ્યા. પણ લોકોએ બધું વેઠી લીધું. અગાઉની જેમ જ. અને ફરી કોરોનાએ ઉથલો માર્યો. રસી આવી એનાં પહેલાં બધાંને એવું લાગવા માંડ્યું હતું કે બોસ… એક વાર રસી આવી જાય, બધું જ સોલ્યુશન થઈ જશે. કારણ કે રસીકરણનો…