મુસ્લિમ યુવક સાથે હિંદુ યુવતીના લગ્નની કંકોત્રી થઈ વાઇરલ

  • સમાજના બીજાના લોકોએ લવ જેહાદ બતાવ્યું
  • લગ્ન લોકલ કોર્ટમાં પહેલા જ થઈ ચૂક્યા હતા

નેશનલ: મહારાષ્ટ્રના નાસિકમાં એક હિંદુ યુવતી અને એક મુસ્લિમ યુવક પોતાની મરજીથી લગ્ન કરવા માંગતા હતા. જેના માટે બન્ને પરિવારોની અનુમતિ પણ સામેલ હતી. પણ બે પ્રેમીઓની આ પ્રેમ કહાણીમાં વિઘ્ન ત્યારે પડ્યો જ્યારે આસપાસના અને સમાજના લોકોને આ સંબંધ ન ગમ્યો.

લગ્નની કંકોત્રી વાઇરલ થતાં જ આસપાસના લોકો તેને લવ જેહાદ ગણાવી તેનો વિરોધ કરવા લાગ્યા. જેના કારણે યુવતીના પરિવારને આ લગ્નનો કાર્યક્રમ રોકવો પડ્યો.

સમાજના દબાણ હેઠળ આ લગ્નના પ્રોગ્રામને સ્થગિત કરવામાં આવ્યો હોય પણ યુવતીના પરિવારે યુવતીની મરજીને માન આપીને તેની સાથે જ ઉભા રહેવાનો નિર્ણય કર્યો છે.

તેમના મતે આ લગ્નમાં કોઈ પણ પ્રકારનો ધર્મ પરિવર્તનનો કોઈ મામલો નથી અને બંને જણાના લગ્ન લોકલ કોર્ટમાં પહેલા જ થઈ ચૂક્યા હતા. યુવતીની પરિવાર પોતાની દીકરીને સાસરે મોકલતા પહેલા 18 જુલાઈએ હિંદુ રિતરિવાજથી લગ્ન કરાવા ઇચ્છતા હતા.

યુવતીના પિતા અને નાસિક જાણીતા ઝવેરી પ્રસાદ અડગાંવકરે કહ્યું કે,

તેમની દીકરી રસિકા શારીરિક રીતે વિકલાંગ/દિવ્યાંગ હતી અને કોઈ વ્યવસ્થિત છોકરો મળતો ન હોવાથી તેના લગ્નમાં મુશ્કેલી આવી રહી હતી. પરંતુ ગત દિવસો દરમિયાન તેણીએ તેમના મિત્ર આસિફ ખાન સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. જોકે, બંને કુટુંબીજનો એકબીજાને છેલ્લાં કેટલાંય વર્ષોથી ઓળખે છે, તેથી તેઓ આ લગ્ન માટે માની ગયા.

Related posts

Leave a Comment