- ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં દિવાળીની ઉજવણી કરી
- વ્હાઇટ હાઉસમાં દીપ પ્રાગટ્ય કરી દરેક લોકોને શુભેચ્છાઓ પાઠવી
ઇન્ટરનેશનલ: યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પત્ની મેલાનીયા ટ્રમ્પ સાથે શનિવારે (સ્થાનિક સમય) વ્હાઇટ હાઉસ ખાતે દિવાળીનો દીપ પ્રગટાવ્યો હતો અને પ્રકાશ પર્વ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી હતી. વ્હાઇટ હાઉસથી જારી કરાયેલા એક નિવેદનમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે, “આ અઠવાડિયાની દિવાળી ઉજવનારા બધા લોકો માટે હું અને પ્રથમ મહિલા સુભેચ્છાઓ પાઠવી છીએ.
ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે, યુનાઇટેડ સ્ટેટ્સ એક વિશ્વસનીય રાષ્ટ્ર છે, અને મને મારા વહીવટીતંત્રનાં કાર્ય પર ગર્વ છે કે જે બધા અમેરિકનોનાં બંધારણીય અધિકારનો બચાવ કરે છે અને તેમનાં અંતરઆત્મા પ્રમાણે જીવન જીવવા અને પૂજા કરવામાં તેમની રક્ષા કરે છે. “જ્યાં ક્યાંય પણ અમેરિકનો દિવાળીની ઉજવણી માટે દીવો પ્રગટાવી રહ્યા છે, અમારો દેશ ધાર્મિકતા સ્વતંત્રતાનાં એક પ્રતિક સમાન ઉજ્જવળ રીતે ચમકી રહ્યું છે.”