થરાદના MLA ગુલાબસિંહ રાજપૂતે ઑક્સીજનની બોટલો માટે પોતાની ઈનોવા ગાડી આપી

  • સોસિયલ મીડિયામાં ગુલાબસિંહ રાજપૂતની ઈનોવા ગાડીનો ફોટો વાઇરલ
  • ઈનોવા ગાડીમાં મુકેલ હતી ઑક્સીજનની બોટલો 

ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત અને એમની ઈનોવા ગાડી કે જેમાં ઑક્સીજન સિલિન્ડર બોટલો પડી છે એ ફોટો લોકો સોસિયલ મીડિયામાં મૂકી રહ્યા છે.સાથે લોકો લખાણ પણ કરી રહ્યા છે.

સાહેબ જયારે જનતા ને ઓક્સિજન ની જરૂર હતી અને ગાડી નોતી આવી તો થરાદ ના ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ રાજપૂત સાહેબે પોતાની ઇનોવા ગાડી આપી કે જાઓ તમે આ ગાડી માં બાટલા લઇ ને આવો પણ જનતા ને બચાવો સાહેબ આને પ્રજા પાલક કહેવાય આને સાચો લોક સેવક કહેવાય કરોડો વંદન છે ગુલાબસિંહ ને….


સોસિયલ મીડિયામાં અગાઉ પણ ગુલાબસિંહ રાજપૂતના એક વાઇરલ થયેલ ફોટામાં અડધા કલાકમાં જ 12 લાખ જેટલી રકમ એકઠી થઈ ગઈ હતી જેમાં રાજપૂત સમાજના યુવાનો અને બીજા સમાજના આગેવાનોની એકતાને કારણે આ શક્ય બન્યું એવું કહેવાઈ રહ્યું છે.

આજ રોજ આપણા થરાદ ના MLA ગુલાબસિંહ રાજપૂત એ જે થરાદની હોસ્પિટલોમાં ઓકસીજન ના બાટલાની કમી ના કારણે આપડી પ્રજાને હેરાનગતિ થઈ રહી છે તેને ધ્યાન માં રાખી ને રાજપૂત સમાજના યુવાનો ને અને બીજી સમાજ ના આગેવાનો ને અપીલ કરી હતી કે 100 બાટલા આપડે બહાર થી આયાત કરવી પડશે જેના કારણે જે પ્રજાને હાલાકી પડી રહી છે એ ના પડે એક બાટલા કિંમત 12000/- રૂપિયા છે તો 1200000 અંકે બાર લાખ થશે તો યોગ્ય ફાળો આપવા અપીલ કરી હતી અને અડધી કલાક માંજ આ મોટા ભાગની રકમ એકત્રિત થઈ ગઈ સલામ છે આપડા MLA ને કે જેઓ પ્રજા આટલી ચીંતા કરે છે..

  • થરાદ વિશે આ પણ જાણો 
    ભાજપના સાંસદ પરબત પટેલે થરાદ કોમર્શ કોલેજમાં 10 લાખના ખર્ચે ઑક્સીજન સાથેની 100 બેડની હોસ્પિટલ શરૂ કર્યાની જાહેરાત બાદ નાગરિકો દ્વારા કોલેજમાં તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે ત્યાં એક પણ દર્દી , નર્સ, ડૉક્ટર કે પછી ઑક્સીજનની બોટલો નહોતી.

 

Related posts

Leave a Comment