- જીતેલી બાજી હારી કોલકાતા
- મુંબઈ ઇન્ડિયન્સ સામે હર્ષલ પટેલનો રેકોર્ડ તૂટ્યો
IPL: આઈપીએલ 14ની 5મી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સનાં બેસ્ટમેનોએ નિરાશાજનક દેખાવ કર્યો. મુંબઈ ઇન્ડિયન્સે 20 ઓવરમાં 152 રન કર્યા હતા. છેલ્લી 5 ઓવરમાં 38 રન સાથે 7 વિકેટ ગુમાવી હતી. આ 7 વિકેટ માંથી 5 વિકેટ કોલકાતાના આન્દ્રે રસેલનાં નામે થઇ છે. આન્દ્રે રસેલએ ચેન્નઇ સામે 2 ઓવરમાં 15 રન આપી 5 વિકેટ લીધી હતી. મુંબઈ ઇન્ડિયન્સ સામે આ રેકોર્ડ સર્વશ્રેષ્ઠ રહ્યો છે. આ રેકોર્ડ આ પહેલા આરસીબીનાં હર્ષલ પટેલનાં નામે હતો. તેણે આજ સીઝનમાં આ દેખાવ કર્યો હતો. તેણે 22 રન આપી ને 5 વિકેટ લીધી હતી.
આન્દ્રે રસલે લીધેલી 5 વિકેટમાં મુંબઈ ઇન્ડિયન્સનાં કિરોન પોલાર્ડ, કૃણાલ પંડયા, માર્કો જેનસન, રાહુલ ચાહર અને જસ્પ્રિત બુમરાહ ની વિકેટ લીધી હતી.
કેકેઆર 20 ઓવરમાં 7વિકેટ આપી 142 રન જ કરી શક્યું. મુંબઈ ઇન્ડિયન્સની આ સીઝન ની પહેલી જીત છે. કેકેઆરને છેલ્લી 2 ઓવરમાં 19 રન ની જરૂર હતી. 19 મી ઓવર બુમરાહ કરવા આવ્યો અને તેણે 4 રન જ આપ્યા. આ સાથે છેલ્લી ઓવરમાં 15 રન કરવાનાં આવ્યા. છેલ્લી ઓવર કરવા મુંબઈ ઇન્ડિયન્સનાં ટ્રેંટ બોલ્ટ કરવા આવ્યો. બોલ્ટે છેલ્લી ઓવર માં રસેલ અને કમિન્સ ને આઉટ કર્યા.
મુંબઈ ઇન્ડિયન્સના સૂર્ય કુમાર યાદવે 56 રન અને રોહિત શર્માએ 43 રન કર્યા હતા. આ બને ખેલાડીએ 76 રન ની ભાગીદારી નોંધાવી હતી. સૂર્ય કુમાર યાદવે કમિન્સનો બોલિંગમાં બોલને સ્ટેડિયમની છત પર પહોંચાડ્યો હતો. આ સાથે તેણે 33 બોલમાં અર્ધ સદી કરી હતી. તેણે 36 બોલમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગાથી રોહિત શર્મા સાથે 76 રનની ભાગીદારી કરી હતી. રોહિત શર્મા 32 બોલમાં 1 છગ્ગો અને 3 ચોગ્ગા સાથે 43 રન કર્યા હતા.
કેકેઆરને છેલ્લી પાંચ ઓવરમાં છ વિકેટ બાકી હોવાને જીતવા માટે 31 રનની જરૂર હતી, પરંતુ મુંબઈનાં બોલરોએ વિજય તરફની ગતીને ધીમી પડી હતી. રાહુલે 4 ઓવરમાં 27 રન આપીને 4 વિકેટ લીધી હતી, જ્યારે કુણાલ પંડ્યાએ 4 ઓવરમાં માત્ર 13 રન આપી એક વિકેટ લીધી હતી, ટ્રેન્ટ બોલ્ટે પણ શાનદાર બોલિંગ કરી, તેણે છેલ્લી ઓવરમાં 2 વિકેટ ઝડપી હતી. તેણે ચાર ઓવરમાં 27 રન આપ્યા હતા. લક્ષ્યનો પીછો કરતાં શુબમન ગિલ અને નીતીશ રાણાએ કેકેઆરને શાનદાર શરૂઆત આપી હતી. નીતીશ રાણાએ ટ્રેન્ટ બોલ્ટની ઇનિંગ્સનાં પહેલા જ દડામાં ચાર રન કરીને ખાતું ખોલ્યું હતું. તેણે બોલ્ટની આગલી ઓવરનાં પહેલા બોલે છગ્ગો અને ત્યારબાદ ચાર રન બનાવ્યા હતા. જોકે ચહરે પહેલા ઓવરમાં શુભમનને આઉટ કરીને પ્રથમ વિકેટ માટે 72 રનની ભાગીદારી તોડી હતી.
કેકેઆરને છેલ્લી 2 ઓવરમાં 19 રનની જરૂર હતી. અને ક્રિસ પર દિનેશ કાર્તિક અને રસેલ હોવા છતાં બુમરાહએ 4 રન જ આપ્યા. બોલ્ટે છેલ્લી ઓવરમાં રસેલ અને કમિન્સને આઉટ કર્યાની સાથે મુંબઈ ઇન્ડિયન્સની જીત પાક્કી કરી હતી.