પરિસ્થિતિને જોતા આમ તો આ શબ્દ જાહેરમાં ઉચારવા જેવો નથી. ઉચ્ચારી શકાતો પણ નથી. છતાંય આજે હું એ શબ્દ ઉચ્ચારીને દુ:સાહસ કરવા જઈ રહ્યો છું. સેક્સ શબ્દ જાહેરમાં બોલતાં બોલવાવાળાની જીભ થોથવાઈ જાય અને પસીનો વળવા માંડે અને સામે સાંભળનારનું નાકનું ટીચકું ચડી જાય. સમાજના કહેવાતા વડીલો આંખના ડોળા મોટાં કરવા લાગે,અને ફૂંફાડા નાખવા લાગે. હા માની લઈએ કે સંસ્કારની દ્રષ્ટિએ ક્યાં શું બોલવું અને શું નહીં એની સમજ હોવી એ જરૂરી છે. આવું બધું જોતાં લાગે કે કહેવાતાં શુશિક્ષિત સમાજની બુદ્ધિ બહેર ગઈ છે.એના પર કાટ ચડી ગયો છે.…
Year: 2021
કુરિવાજો:વિકાસશીલ સમાજમાં રહી ગયેલો સડો
રિવાજ શબ્દ બહું ભયાનક છે. રિવાજોની સમાજ પર જેટલી હકારાત્મક અસરો છે એટલી જ ભયાનક અસરો પણ છે. રિવાજોને સમજ્યા વગર મુર્ખ બનીને અનુસરવા એ આપણી આદત થઇ ગઈ છે. બ્રાહ્મણ દ્વારા લગ્નવિધી કરવાનો રિવાજ આપણે ત્યાં પ્રચલિત છે.એનાથી કોઇ વિરોધ નથી પણ એ વિધી શા માટે? આ પ્રશ્નનો જવાબ આપણામાંથી અને ખાસ કરીને જે લગ્નગ્રંથી જોડાય રહ્યા છે એની પાસે છે? જો જવાબ ના હોય તો એ વિધીનો કોઇ અર્થ સરે એ માની શકાય એવું છે? એક સમયમાં દરિયાપાર ના જવાનો રિવાજ હતો. જો એ રિવાજ હજુંય ચાલું હોત…
અમીરગઢ આરાસુરી હોટેલ નજીક અકસ્માત
અમીરગઢ હાઈવે પર અકસ્માતોનો સિલસિલો ઝારી NH 27 પર વરસાદી ખાડા પુરવા અને ઝાડ કટીંગનું કામ ચાલુ હોવાથી વાહન ચાલકોને વાહન ધીમે હંકારવાના બોર્ડ માર્યા હોવા છતાં લાપરવાહી ગુજરાત: પાલનપુર થી આબુરોડ વચ્ચેના રોડ પર હાલ વરસાદી ખાડા પુરવા, રોડનું સમારકામ અને ઝાડ કટિંગનું કામ ચાલુ છે જેથી થોડાં થોડાં અંતરે સ્પીડ બ્રેકર મુકેલા છે અને નોટિસ બોર્ડ પણ માર્યા છે ત્યારે પુર ઝડપે આવતા વાહનો જલ્દી નીકળવાની લાલચે સ્પીડને વધુ વધારે છે અને કટ મારીને નીકળી જઈ સમય બચાવવા જતા એ થોડાં સમયની ઉતાવળમાં પોતાની ઝીંદગીની પણ પરવાહ કરતા…
આપણે સત્યને આધાર આપવા અસત્ય અને અસત્યને બળવાન બનાવવા સત્ય બોલીએ છીએ!
જીવન એક રહસ્ય છે. વારે-વારે જીવનમાં નવા-નવા રહસ્યો ઉમેરાતા રહે છે. શેક્સપિયરનાં હેમ્લેટની જેમ ‘To Be Or Not To Be!’ આ કે પેલું? આમ કે તેમ? એવા પ્રશ્નો સતત ઉદ્દભવતા રહે છે. આપણે સૌ આ રહસ્યને પામવાની મથામણમાં હોય છીએ. આપણે તો અગમ રસ્તા પરનાં મુસાફિરો છીએ. બશીર બદ્રએ લખ્યું છે ને કે મુસાફિર હૈ હમ ભી મુસાફિર હો તુમ ભી, કિસી મોડ પર ફિર મુલાકાત હોગી! અને આમ જ આપણે સૌ અલગ અલગ રસ્તેથી આવીને એક મંઝિલ પર ભેગા થઈ જશું! તાજેતરમાં જ અલગારી જીવ એવાં આદરણીય સુભાષ ભટ્ટનાં…
અમીરગઢમાં પ્રવેશદ્વાર જ કિચડથી સજ્જ
અમીરગઢમાં બનાવેલ રેલવે અંડરપાસની પેહલા ભરાયેલા પાણી અને કીચડથી રાહ દારીઓ પરેશાન મરુડ માટીથી દ્વિચક્રીય વાહનો સ્લીપ થવાનો અને પડવાનો ભય ગુજરાત: અમીરગઢમાં બનાવેલ રેલવે અંડરબ્રિજ ના એન્ટર થવાના રસ્તા આગળ જ વરસાદીથી થયેલ કીચડમાં બાઈક ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે. અંડર બિજમાં પ્રવેશવાના રસ્તા પર રોડ અથવા હાલ પૂરતી કોઈ ઠોસ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. અમીરગઢમાં બનાવેલ અંદર બ્રિજમાં એન્ટર થવાનો રસ્તો કાચો અને ચીકની માટી વાળો હોવાથી વરસાદના પાણીથી કીચડ છવાઈ જતા બાઈકો સ્લીપ થઇ જાય છે અને બાઈક ચાલકો પોતાના જોખમ અને મજબૂરી…
ગુજરાતી ગાયકનું ગીત ગાઈને બાળક બન્યો સોશિયલ મેડિય સ્ટાર
સહદેવ દીર્ડોની શાળાના શિક્ષકે 2019 માં તેમનો આ વીડિયો રેકોર્ડ કર્યો હતો. હવે આ ગીતને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. રેપર બાદશાહે આ ગીતનું રિમિક્સ વર્ઝન પણ શેર કર્યું છે. આ દિવસોમાં સહદેવ કુમાર નામનું એક બાળક સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. આ બાળકે ‘બચપન કા પ્યાર’ ગીત ગાયું, જે લોકોને ખૂબ પસંદ આવ્યું. મોટા સ્ટાર્સ તે બાળકના અવાજ ગીતને મ્યુઝિકલ ટચ આપીને તેના પર રીલ્સ બનાવી રહ્યા છે. બાળકનો વીડિયો એટલો વાયરલ થયો કે છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભુપેશ બધેલએ બાળકને તે ગીત તેમની સામે ગવરાવ્યું. પરંતુ…
દેવભૂમિ દ્વારકા બન્યો ગુજરાતનો પ્રથમ COTPA Complaint જિલ્લો
ગુજરાત: દેવભૂમિ દ્વારકામાં વડોદરાના ફેઈથ ફાઉન્ડેશન દ્વારા સર્વે હાથ ધરવામાં આવેલો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લા તમકુ નિયંત્રણ સેલ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ શાખા દ્વારા તમાકુ નિયંત્રણ પ્રોગ્રામ અંતર્ગત જિલ્લામાં COTPA એક્ટ 2003નું અમલીકરણ વર્ષ 2015થી કરવામાં આવેલ છે. આ પ્રોગ્રામ અંતર્ગત થયેલી કામગીરી અંગેનો આ સર્વે કરવામાં આવ્યો હતો. સર્વે જિલ્લા વહીવટી તંત્ર અને ફેઈથ ફાઉન્ડેશન વડોદરાના સહભાગથી કરવામાં આવ્યો હતો જે સર્વેના અંતે દેવભૂમિ દ્વારકાને રાજ્યનું પહેલો COTPA Complaint જિલ્લો જાહેર કરવામાં આવ્યો હતો. સર્વે કામગીરી ફેઈથ ફાઉન્ડેશનનાં ફિલ્ડ ઓફિસર અક્ષય અગ્નિહોત્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલો હતો આ સર્વેના…
વસંત-રજબ : કોમી એકતાની મિશાલ
હિંદુઓનો પવિત્ર તહેવાર અષાઢી બીજ અને મુસ્લિમોનો પવિત્ર તહેવાર ઈદ-ઉલ-અજહા (બકરી ઈદ) હમણાં જ ગયો. અને ફરી હિંદુ-મુસ્લિમ એક્તા અને હિંદુ-મુસ્લિમ કટ્ટરતાની વાતો થઈ. શરમજનક સત્ય એ છે કે ધર્મ-ધર્મ કે જ્ઞાતિ-જ્ઞાતિ વચ્ચે એક્તાની- સોહાર્દની વાતો એ ઘણે-ખરે અંશે વાતો જ રહી ગઈ છે. ધાર્મિક કટ્ટરતા કે જ્ઞાતિવાદ એ રાષ્ટ્રનાં શરીરની અંદર થયેલી કેન્સરની ગાંઠ સમાન છે, અગર તેને જલ્દીથી દૂર કરવામાં આવે નહીં તો આખા શરીરમાં ફેલાય જાય, અને છેવટે ભોગ લે. હિંદુસ્તાને જોયેલાં-અનુભવેલા કોમી હિંસા- હુલ્લડોથી એક પણ ભારતીય અપરિચિત નથી. આઝાદીથી લઈને આજ સુધી જ્ઞાતિ-કોમી હિંસાઓ છતી…
પતિએ પત્નીનાં જન્મદિવસ નિમિત્તે 400થી વધુ વૃક્ષોનું વિતરણ કર્યું
પતિએ પત્નીનાં જન્મદિવસ નિમિત્તે 400 થી વધુ વૃક્ષો વિતરણ કર્યા, રાજકોટથી મોકલ્યા સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરના રાજચરાડી ગામના યુવાનોને બગીચો બનાવવા વૃક્ષો અર્પણ કર્યા પત્નીના જન્મદિવસને યાદગાર બનાવવા પ્રકૃત્તિ પ્રેમી પતિનો અનોખો પ્રયાસ ગુજરાત: ધ્રાંગધ્રાના રાજચરાડી ગામના પ્રકૃત્તિ પ્રેમી યુવાનો દ્રારા ગામની તળાવની પાળ પર આવેલ લલુપીર દાદાની દરગાહ નજીક સુંદર બગીચો બનાવવાની પહેલ કરી છે. ત્યારે રાજકોટના રહેવાસી હિંમતભાઈ સવજીભાઈએ તેમના પત્નીના જન્મદિવસની ઉજવણી સ્વરૂપે રાજચરાડી ગામના યુવાનોને 400થી વધુ વૃક્ષો આપી પ્રકૃત્તિ પ્રેમીની નૈતિક જવાબદારી અદા કરી છે. ધ્રાંગધ્રાના રાજચરાડી ગામના હિતેશભાઈ ચાવડા, સંજયભાઈ ચાવડા (ઉર્ફે હપો) તથા અન્ય પ્રકૃત્તિ…
બનાસડેરી સાથે જોડાઈને ગામડાની આ મહિલાઓએ કરી એક કરોડ રૂપિયાથી પણ વધારે કમાણી!, જાણો કઈ રીતે
બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીના નેતૃત્વમાં જિલ્લાના લોકોને પશુપાલન વ્યવસાય સાથે જોડવાનો પ્રયાસ દૂધ વેચીને કરોડપતિ બની આ મહિલાઓ, બનાસડેરીએ જાહેર કરી ટોપ-10 સફળ મહિલાઓની યાદી ગુુુજરાત: ઔદ્યોગિક ક્ષેત્રે પહેલાંથી જ સાવ પછાત અને અનેક અભાવો વચ્ચે ગુજરાતના એક ખૂણામાં વસેલ બનાસકાંઠાના પશુપાલકોએ દુધના વ્યવસાયમાં કરેલ ઝડપી પ્રગતિએ ભારત દેશ અને વિશ્વને વિચારમુગ્ધ કરી દૂધ ક્ષેત્રે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. બનાસકાંઠા જિલ્લો ખેતી અને પશુપાલન પર નિર્ભર બન્યો છે. જિલ્લાની અભણ મહિલાઓ સાથે ડિગ્રી ધરાવતી મહિલાઓ પણ પશુપાલન ક્ષેત્રે પ્રગતિ કરી લાખોની કમાણી કરતી થઇ છે. ત્યાના પશુપાલકોનું જીવનધોરણ તેજીને…