સ્મૂથ, ચમકદાર અને સિલ્કી વાળ માટે અપનાવો આ પાંચ ઘરેલુ ઉપાયો

વાળની ​​સંભાળ માટે બજારમાં ઘણા પ્રકારના ઉત્પાદનો ઉપલબ્ધ છે, પરંતુ શું તમે જાણો છો કે આયુર્વેદિક પદ્ધતિઓ અપનાવીને વધુ સારી રીતે કાળજી લઈ શકાય છે. વાળની ​​સંભાળ દરમ્યાન, તમારે ઘરેલું ઉપાય અપનાવવા જ પડે. તેમજ તંદુરસ્ત જીવનશૈલી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જોવામાં આવે તો, જો બ્યુટી રૂટીનનું પાલન ન કરવામાં આવે અને જીવનશૈલી બરાબર ન હોય તો વાળથી સંબંધિત સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે. તો જાણીએ પાંચ ઘરેલું ઉપાયો વિશે, જે તમને આ સમસ્યાઓ હલ કરવામાં ઘણી મદદ કરી શકે છે. 1) મધ અને ઓલિવ તેલ: મધ તમારા…

ગુજરાતનાં 20 શહેરોમાં રાત્રે કોરોના રૂપી ભૂતને…. નહીં મળે શિકાર…. રાત્રે 8થી સવારનાં 6 સુધી કર્ફ્યૂ નું અમલીકરણ

રાત્રે 8 થી સવારનાં 6 સુધી રાત્રિ કર્ફ્યૂનું અમલીકરણ રાજ્યનાં મહાનગરો મળીને કુલ 20 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ ગુજરાત: મુખ્યમંત્રી વિજય રૂપાણીની કોર કમિટી સાથેની બેઠક પૂર્ણ થયાં બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું હતું કે, 20 શહેરોમાં રાત્રે 8 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે. તો મોટા મેળાવડાઓ પર આગામી 30 એપ્રિલ સુધી પ્રતિબંધ લાદ્યો હતો. લગ્નમાં માત્ર 100 લોકોને જ મંજૂરી આપવામાં આવશે. 30 એપ્રિલ સુધી સરકારી કચેરીમાં શનિ-રવિ રજા જાહેર કરવામાં આવી છે. આ 20 શહેરોમાં રહેશે રાત્રિ કર્ફ્યૂ, 1.      અમદાવાદ 2.      નડિયાદ 3.      રાજકોટ 4.    અમરેલી…

ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાઓ કરાઈ મોકૂફ

ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ 12 એપ્રિલે અને 23 એપ્રિલથી શરૂ થનારી પરીક્ષા મોકૂફ ગુજરાત: ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે. આગામી 12 અને 23 એપ્રિલથી શરૂ થનારી પરીક્ષાઓ કોરોનાને કારણે મોકૂફ રાખવામાં આવી છે. BA,BSC,BBA,BCA,B.ED, B.COM.ની પ્રથમ સેમની પરીક્ષાઓ 12 અને 23 એપ્રિલથી શરૂ થવાની હતી. પરંતુ રાજ્યમાં અને ખાસ કરીને અમદાવાદમાં કોરોના વાયરસનાં વધી રહેલા કેસને પગલે આ પરીક્ષાઓ હાલ પુરતી મોકૂફ રાખવાનો યુનિવર્સીટી તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે. આગામી આદેશ ન મળે ત્યાં સુધી પરીક્ષાઓ રહેશે મોકૂફ યુનિવર્સિટીનાં તંત્ર દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલ…

મેં પલ દો પલ કા શાયર હૂં! ~ સાહિર લુધિયાનવી

હવે ગતાંકથી આગળ… મેં પલ દો પલ કા શાયર હું! ~ સાહિર લુધિયાનવી સાહિરને સાચી સિદ્ધિ તેમનાં ગીતોએ અપાવી છે. પહેલાંના જમાનામાં આજનાં જેટલું ગીતકારનું માન નહોતું. એ માન મેળવવાં માટે સાહિર આખી જિંદગી લડ્યાં: ગાયકો, કે મ્યુઝિક ડિરેક્ટર સાથે. એસ.ડી.બર્મન જેવાં મહાનતમ મ્યુઝિક ડિરેક્ટર સાથે ય બબાલ થઈ ગયેલી. અને એક વિવાદ વખતે તો ગાયક અને મ્યુઝિક ડિરેક્ટરને સાહિરે સંભળાવી દીધેલું કે, તમને શું લાગે છે તમારાં લીધે ગીતો ચાલે છે? મારા લીરિક્સમાં દમ છે એટલે ગીતો ચાલે છે! જે દિવસે મારા લીરિક્સના લીધે ગીતો નહીં ચાલે એ દિવસે…

ગુજરાતમાં ત્રણથી ચાર દિવસ લોકડાઉન કરો, હાઈકોર્ટનો સરકારને નિર્દેશ

ગુજરાતમાં 3 કે 4 દિવસનું લોકડાઉન કરવા ગુજરાત હાઇકોર્ટેનો નિર્દેશ સપ્તાહનાં અંતે કરફ્યુ નાખીને કોરોનાની વકરતી સ્થિતિ પર નિયંત્રણ કરો: ગુજરાત હાઈકોર્ટ ગુજરાત: ગુજરાતમાં કોરોનાનાં કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ કર્યો છે કે, ગુજરાતમાં 3-4 દિવસનુ લોકડાઉન કરો અને હાલમાં વધી રહેલા કેસ પર કાબૂ કરો. ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં રોજબરોજ કોરોનાનાં કેસની સંખ્યા વધતી જોઈને નિર્દેશ કર્યો છે. ગુજરાતમાં કોરોનાનાં કેસની સંખ્યાને નિયંત્રણમાં લેવા માટે લોકડાઉન જ એક ઉપાય હોવાથી, ગુજરાતમાં 3-4 દિવસનું મીની લોકડાઉન કરીને કેસને નિયંત્રણમાં લેવા કહ્યું છે. શક્ય હોય તો…

IPL 2021ની નેટ પ્રેક્ટિસમાં જોવા મળ્યા ધોનીનાં હેલીકોપ્ટર શોટ

આઈપીએલ 2021 નેટ પ્રેક્ટિસમાં જોવા મળ્યા ધોનીનાં હેલિકોપ્ટર શોટ સ્પૉર્ટસ: ચેન્નાઇ સુપર કિંગ્સનાં કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની આઈપીએલ શરૂ થયા પહેલા શાનદાર ફોર્મમાં જોવા મળ્યા. ધોની નેટ પ્રેક્ટિસમાં શાનદાર શોટ મારતા જોવા મળી રહ્યા છે, આ વીડિયો ચેન્નઇ સુપર કિંગ્સએ ઈન્સ્ટાગ્રામ પર મૂક્યો હતો. ચેન્નઈ સુપર કિંગ્સ IPLની 14મી સીઝનની પહેલી મેચ 10મી એપ્રીલ એ દિલ્હી કેપિટલ સામે રમશે. ધોની તેનાં જૂના અંદાજમાં બેટિંગ કરતા જોવા મળ્યો. આ પ્રેક્ટિસમાં ધોનીએ હેલીકોપ્ટર શોટ પણ માર્યા હતા, ધોનીની આવી પ્રેક્ટિસ જોઇને ચેન્નઇ સુપરકિંગ્સ ને રાહત મળી રહી છે. ચેન્નઈ સુપર કિંગ્સ છેલ્લા વર્ષે…

જામનગરમાં કોરોનાનાં કેસમાં અધધ…. વધારો

બિનજરૂરી રીતે ઘરની બહાર ન નિકળવા જિલ્લા કલેકટર દ્વારા અપીલ. કોરોનાના વધતાં સંક્રમણ ને ધ્યાને લઇ કલેકટરનો શહેરીજનો જોગ વધુ એક સંદેશ આપ્યો છે, આજે 03 વાગ્યા સુધીમાં 124 પોઝિટીવ કેસ નોંધાયા. જામનગરમાં કોરોનાનું સંક્રમણ વધતા ટેસ્ટીંગ પ્રક્રિયા પણ વધારવામાં આવી છે. ગઈકાલે એક જ દિવસમાં શહેરી વિસ્તારમાં 1,470 અને ગ્રામ્ય વિસ્તારમાં 1,939  મળી કુલ 3,409  લોકોનાં કોરોનાલક્ષી ટેસ્ટીંગ કરવામાં આવ્યા હતાં. જિલ્લામાં ગત્ સાંજ સુધીમાં કુલ 4,57,524 લોકોનાં કોરોનાનાં ટેસ્ટીંગ કરી લેવામાં આવ્યા છે, જ્યારે શહેરમાં ગઈકાલ સુધીમાં કુલ 8,625 અને ગ્રામ્ય વિસ્તારમાં 2,833  પોઝિટિવ કેસ નોંધાયા છે.

LGએ મોબાઈલ ઇન્ડસ્ટ્રીમાંથી લીધી EXIT

ભારે ખોટનાં કારણે લેવાયો નિર્ણય દુનિયાભરમાં હવે નહીં મળે LGનાં સ્માર્ટ ફોન ટેકનોલોજી: દક્ષિણ કોરિયાનાં LG ઇલેક્ટ્રોનિક્સએ સોમવારે જણાવ્યું હતું કે તે તેના ખોટ કરતાં મોબાઇલ સેગમેન્ટને બંધ કરવા જય રહ્યું છે. આ એક એવું પગલું જેથી તે બજારમાંથી સંપૂર્ણપણે ખસી જવા વાળી પ્રથમ સ્માર્ટફોન બ્રાન્ડ બનાવવાની તૈયારીમાં છે. તેનાં આ નિર્ણયથી તે ઉત્તર અમેરિકામાં પોતાનો 10 ટકા માર્કેટ શેર ગુમાવશે, જ્યાં તે નંબર 3 સ્માર્ટફોન બ્રાન્ડ છે, એલજી સ્માર્ટફોન ઇન્ડસ્ટ્રી છેલ્લા 6 વર્ષથી સતત ખોટ કરી હતી તેને આ છેલ્લા વર્ષોમાં અંદાજે 4.5 billion ડોલર (આશરે રૂ. 33,010 કરોડ)ની…

છત્તીસગઢમાં માઓવાદી હુમાલામાં ૨૩ સૈનિકો શહીદ થયા

પ્રતિકાત્મક તસવીર

નેશનલ: છત્તીસગઢમાં સુકમા-બીજાપુર જીલ્લાઓમાં સરહદી વિસ્તાર જગરગુંડામાં માઓવાદી હુમાલામાં શહીદ થયેલા સૈનિકોની સંખ્યા વધીને ૨૩ થઇ છે. આ ઓચિંતા હુમલામાં રપ થી વધુ સુરક્ષાકર્મી ઇજાગ્રસ્ત થયા હતા. આજે તેકુલગુંડાનજીક એક શોધ અભિયાનમાં CRPF અને DRGના શહીદ જવાનોના પાર્થિવ દેહ મળી આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે,આ અથડામણમાં અનેક માઓવાદીઓ પણ માર્યા ગયા છે. એક મહિલા વિદ્રોહી સહીત ઘટના સ્થળેથી બે માઓવાદીના મૃતદેહો મળી આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે મુખ્યમંત્રી ભુપેશ બધેલ સાથે વાતચીત કરી અને કેન્દ્રીય રીઝર્વ પોલીસ દળના મહાનિયામક કુલદીપસિંહને પરિસ્થિતિનો તાગ મેળવવા માટે તરત જ ઘટના સ્થળે જવા…

મહિલા ટીમે 22 વન-ડે જીતી બનાવ્યો ઇતિહાસ, તોડ્યો પુરુષ ટીમનો રેકોર્ડ

સળંગ 22 વન-ડે જીતવાનો રેકોર્ડ બનાવ્યો 2017 થી કોઈપણ વન-ડે ઇન્ટરનેશનલ મેચ હાર્યા નથી સ્પૉર્ટસ: ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે બનાવ્યો ઇતિહાસ. રવિવારે ન્યુઝીલેન્ડ ટીમને 6 વિકેટ થી હરાવી ને સળંગ 22 વન-ડે જીતવાનો રેકોર્ડ બનાવ્યો. ઓટ્રેલિયાની પુરુષ ટીમનો રેકોર્ડ તોડ્યો. 2017 થી કોઈપણ વન-ડે ઇન્ટરનેશનલ મેચ હાર્યા નથી. ઓસ્ટ્રેલિયાની પુરુષ ટીમે 2003માં બનાવેલ 21 વન-ડે ઇન્ટરનેશનલ મેચ જીતી ને તે રેકોર્ડ ને પાછળ છોડ્યો. ઓટ્રેલિયાના કેપ્ટન મેગ લેનિંગ એ ત્રણેય મેચમાં ટોસ જીતીને પહેલા બોલિંગ લીધી અને ઓસ્ટ્રેલિયાનાં બોલર મેગાન શુટે 4 વિકેટ ની સાથે ન્યૂઝીલેન્ડ ને 212રન માં ઓલ આઉટ…