કવિયિત્રીવિશ્વનાં સંપાદનની પ્રસ્તાવનામાં કવિ સુરેશ દલાલે લખ્યું છે કે સૌ પહેલી કવિતા લખનાર કદાચ કોઈ સ્ત્રી જ હશે. માનવકુળમાં પુરુષ જરા જડ, કઠોર, વિચારપ્રધાન, રાજસી, અને દોડધામમાં વ્યસ્ત. બીજી તરફ સ્ત્રી નાજુક, સંવેદનશીલ, લાગણીપ્રધાન અને પ્રમાણમાં થોડાં નિરાંતવા જીવવાવાળી. હાલરડાં, મંગળગીતો, લગ્નગીતો, લોકગીતો અને આખરે મરસિયા ગાવાનું સ્ત્રીને ભાગે જ આવે છે. આથી હલક અને લય માટે સ્ત્રીનાં કાન ઘડાયેલા છે. એનો કંઠ પણ ઝીણો ને મીઠો. આશા, આકાંક્ષા, ઝંખના, ઉમંગ, ચિંતા, પીડા, યાતના આ બધી લાગણીઓથી સ્ત્રીનું જીવન પુરુષ કરતાં વધારે સભર છે. પછી કવિતા લખનાર પહેલી સ્ત્રી કેમ…
Day: June 29, 2021
થાનગઢના ચાંદ્રેલિયાથી વેલાળાના રસ્તામાં એક ગુમનામ ઓટો રીક્ષામાંથી ₹ 12000નો વિદેશી દારૂ પકડાયો
પોલીસ પેટ્રોલીંગ દરમિયાન બાતમી મળતાં રીક્ષા ઝડપી પડાઈ, પરંતુ રીક્ષાની આજુબાજુ કોઈજ જણાયું ન હતું. રીક્ષાના માલિકને પોલીસની આવવાની જાણ થતાં પહેલાથી રફુચક્કર… ગુજરાત: ગત સોમવારના રોજ થાનગઢ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગ કરી રહ્યાં હતાં. આ દરમિયાન ચાંદ્રેલિયાથી વેલાળા તરફના ઓકળામાં બજાજ કંપનીની એક કાળા કલરની ઓટો રીક્ષામાં વિદેશી દારૂનો જથ્થો ભરીને ઉભી હોવાની બાતમી મળતાં પોલીસે ત્યાં રેઇડ મારી હતી. પોલીસ તપાસ કરતાં રીક્ષામાંથી કુલ 40 નંગ રૂ.12000ની કિંમતનો વિદેશી દારૂ મળી આવતાં ફરિયાદ નોંધી છે. થાનગઢ પોલીસ સ્ટાફના માણસો રાત્રીના સમયે પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યાં હતાં.…
