ગુજરાતી સુપરસ્ટાર હિતેનકુમારે કોરોના સંદર્ભે ગુજરાતમાં ચાલી રહેલ વાતાવરણ અંગે ફેસબુક પર પોસ્ટ કરી હતી. જેમાં તેમણે નિરાશા સાથે જણાવ્યું હતું કે આ જે ચાલી રહ્યું છે એ પરિસ્થિતિ ખરાબ છે અને ઉમેર્યું હતું કે હું ભલે અત્યારે મુંબઇમાં રહેતો હોઉ પરંતુ મારા મૂળિયાં મૂળ ગુજરાત એટલે કે સુરતના છે. સાથે એમને પીડા સાથે એ પણ જણાવ્યું હતું કે “ઘણા એવા ‘સેલિબ્રિટી મિત્રો’ જે આંખ આડા કાન કરી શકતા હશે,પણ મારાથી એ નથી શકતું એ હકીકત છે.” હિતેન કુમારે ફેસબુક વોલ પર કરેલ પોસ્ટ નમષ્કાર મિત્રો, કોઈ પણ ‘પોલિટિકલ એષણા’…
Month: April 2021
થરાદના MLA ગુલાબસિંહ રાજપૂતે ઑક્સીજનની બોટલો માટે પોતાની ઈનોવા ગાડી આપી
સોસિયલ મીડિયામાં ગુલાબસિંહ રાજપૂતની ઈનોવા ગાડીનો ફોટો વાઇરલ ઈનોવા ગાડીમાં મુકેલ હતી ઑક્સીજનની બોટલો ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત અને એમની ઈનોવા ગાડી કે જેમાં ઑક્સીજન સિલિન્ડર બોટલો પડી છે એ ફોટો લોકો સોસિયલ મીડિયામાં મૂકી રહ્યા છે.સાથે લોકો લખાણ પણ કરી રહ્યા છે. સાહેબ જયારે જનતા ને ઓક્સિજન ની જરૂર હતી અને ગાડી નોતી આવી તો થરાદ ના ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ રાજપૂત સાહેબે પોતાની ઇનોવા ગાડી આપી કે જાઓ તમે આ ગાડી માં બાટલા લઇ ને આવો પણ જનતા ને બચાવો સાહેબ આને પ્રજા પાલક કહેવાય આને સાચો લોક સેવક કહેવાય…
RSS અને ભૂતનાથ ટ્રસ્ટના અંતિમ સંસ્કાર યજ્ઞમાં એક મુસ્લિમભાઈનો ફોન આવ્યો અને ભુજમાં જે બન્યું
મારી પાસે ઘણું વેસ્ટેજ લાકડું પડ્યું છે તમે અડધા રૂપિયા આપજો ને કટર મશીન પણ હું જ લાવીશ આ 3 રૂપિયા ઓછા લઈએ છીએ તે પણ માથેવાળા પાસે અમારા જમા જ થશે ને ? રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને ભૂતનાથ ટ્રસ્ટ દ્વારા ચાલી રહેલા આ અંતિમ સંસ્કાર યજ્ઞમાં સહુ કોઈએ પોતાની શક્તિ મુજબ તન , મન કે ધનના યોગદાનની અંજલિ આપી રહ્યા છે એવામાં ભુજનું સ્મશાન એટલે ખારીનદીને જેમણે લગભગ ઘર બનાવી લીધું છે એવા ભૂતનાથ ટ્રસ્ટના અજીતભાઈએ છેલ્લા 10 દિવસના સ્વઅનુભવ વાગોળ્યા હતા, મારા પર એક મુસ્લિમ ભાઈ નો…
CMએ મુકેશ અંબાણી પાસે કોવિડ હોસ્પિટલ માટેની કરી માંગણી, જામનગરને મળશે કોવિડ હોસ્પિટલ
મુખ્યમંત્રીએ જામનગરમાં 1000 બેડની ક્ષમતા સાથે ઓક્સિજન વ્યવસ્થા ધરાવતી કોવિડ હોસ્પિટલ શરૂ કરવા અનુરોધ કર્યો. મુકેશ અંબાણીએ ઓક્સિજન સુવિધાઓ સહિતની હોસ્પિટલ બનાવવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધિકારીઓને સૂચનાઓ આપી. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સાથે વાતચીત કરીને જામનગરમાં 1000 બેડની ક્ષમતા સાથે ઓક્સિજન વ્યવસ્થા ધરાવતી કોવિડ હોસ્પિટલ શરૂ કરવા અનુરોધ કર્યો હતો. જેનો ત્વરિત પ્રતિસાદ આપતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સામાજિક ઉત્તરદાયિત્વ રૂપે જામનગરમાં 1000 બેડની ક્ષમતા સાથેની ઓક્સિજન સુવિધાઓ સહિતની હોસ્પિટલ બનાવવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધિકારીઓને સૂચનાઓ પણ આપી છે. મુકેશ અંબાણીએ મુખ્યમંત્રીશ્રીને એમ પણ…
કોવિડ-19 કર્ફ્યુનું ઉલ્લંઘન કરતા લગ્નમાં વિક્ષેપ કર્યા બાદ અગરતાલાનાં અધિકારીએ માફી કેમ માંગી?
પશ્ચિમ ત્રિપુરાના જિલ્લા મેજિસ્ટ્રેટ શૈલેષ કુમાર યાદવે કોવિડ-19ની પરિસ્થિતિને પગલે રાત્રિના કર્ફ્યુનું ઉલ્લંઘન કરી રહેલા અગરતલા શહેરમાં એક લગ્ન સમારોહમાં વિક્ષેપ પાડતા વીડિયો બાદ માફી માંગી છે. આ ઘટના સોમવારે રાત્રે 11 વાગ્યા પછી અગરતલાના એક વેડિંગ હોલમાં બની હતી, જ્યારે લગ્નનું કાર્ય હજી ચાલુ હતું, જે રાત્રે 10 થી 5 વાગ્યા ની વચ્ચે નાઇટ કર્ફ્યુનું ઉલ્લંઘન કરી રહ્યું હતું. શું હતી ઘટના ? વાયરલ થયેલા વીડિયોમાં જિલ્લા મેજિસ્ટ્રેટ શૈલેષ કુમાર યાદવે મેરેજ હોલમાં દરોડા પાડતા અને કોવિડના નિયમોનું ઉલ્લંઘન કરી રહેલા લગ્નમાં હાજર તમામને બહાર કાઢ્યા હતા. જ્યારે લગ્ન…
પેટભેર સુવાથી ફેફસાંમાં ઑક્સીજન ઝડપથી મળે છે! જાણો શું છે પ્રોનિંગ ?
કોવિડ-19ના હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓ માટે પ્રોનિંગ ખુબ જ ફાયદાકારક છે. દર્દીને જ્યારે શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે અને SpO2 લેવલ 94 થી નીચે જાય માત્ર ત્યારે જ પ્રોનિંગ જરૂરી હોય છે. કોવિડ-19 ની મહામારીમાં દર્દીના પ્રાણ બચાવવા સૌથી વધુ જરૂર પ્રાણવાયુ (O2)ની છે. આ મહામારી સામે આજે આખો દેશ ટીમ ઇન્ડિયા બનીને લડત આપી રહ્યો છે ત્યારે કોવિડ-19ની સેલ્ફ-કૅરમાં અતિ ઉપયોગી એવી પ્રોનિંગ પ્રક્રિયા વિશે વિસ્તૃત જાણકારી આજની ઘડીની તાતી જરૂરિયાત બની છે. જે માટે ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા પ્રોનિંગ ટેકનીક રજૂ કરવામાં આવી છે.…
હનુમાન જયંતિને બદલે હનુમાન જન્મોત્સવની કરો ઉજવણી : વાંચો હનુમાન ચાલીસા
રામાયણમાં દેવાધિદેવ શંકરના 11 માં અવતાર એટલે હનુમાનજી. હનુમાનજીનો જન્મ ચૈત્રી પૂનમને દિવસે થયો હતો, જેની આપણે હનુમાન જયંતી તરીકે ઉજવણી કરીએ છીએ. શ્રી હનુમાન એટલે વીર પ્રાજ્ઞ, રાજનીતિમાં નિપુણ મુત્સદી, હનુમાન એટલે વકતૃત્વકળામાં નિપૂણ. હનુમાનજી વિદુત્રા બુધ્ધિ રાજનીતિ, માનસશાસ્ત્ર, તત્વસ્થાન સાહિત્ય વગેરે સર્વગુણોથી સં૫ન્ન હતા. તેથી જ શ્રી રામની સફળતાઓમાં મરુતનંદન હનુમાનજીનો ફાળો અદ્વિતીય છે. તેઓ આવા સર્વગુણસંપન્ન હોવાં છતાં તેમનામાં લેશ માત્ર અભિમાનનો ભાવ નહોતો. તેઓ તો હંમેશા શ્રી રામની ભકિતમાં મગ્ન રહેતાં. રામને હનુમાનજીનો ભેટો એવા સમયે થયો હતો જયાંરે તેઓ જીવનનાં સૌથી વધુ વિ૫ત્તિ કાળમાં હતા.…
શહીદ ઉમર મુખ્તાર: શેર-એ-રેગિસ્તાન, લિબિયાનો મહાન ક્રાંતિકારી યોદ્ધો
જ્યારે સામ્રાજ્યવાદીઓએ ૨૩ માર્ચ,૧૯૩૧ના રોજ આપણા મહાન ક્રાંતિકારીઓ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપી એ જ વર્ષમાં માત્ર છ મહિના પછી જ લિબિયાના મહાન ક્રાંતિકારી ઉમર મુખ્તારને ફાંસી આપવામાં આવી અને ક્રાંતિકારીઓનો એક યુગ આથમી ગયો! અને એ સામ્રાજ્યવાદ વિરુદ્ધ માનવતા માટે, પોતાના માટે, જળ-જંગલ-જમીન બચાવવા માટે લુંટારાઓ વિરુદ્ધ કરવામાં આવેલા યુદ્ધનું ઈનામ હતું. યુરોપે જ્યારે એશિયા અને આફ્રિકાના દેશો પર પોતાની રાજસત્તા સ્થાપવા છલ-કપટથી કબ્જો જમાવવાનો શરૂ કરી દિધો હતો, ગુલામ બનાવવા માટેની ક્રૂર માં ક્રૂર નીતિ યુરોપિયનો વાપરી રહ્યા હતાં એવામાં અનેક યોદ્ધા એની સામે લડવા માટે ઊભા…
કોરોનાનાં કપરા કાળમાં RT-PCR ટેસ્ટ કિટનાં નિર્માણમાં 6 મહિલાઓ આપી રહી છે મહત્વનું યોગદાન
ગુજરાત: વિધાતાનાં નવ નિર્માણની કલાકૃતિ એ નારી: નવા યુગની મહિલાઓની નવી સાહસિકતા. એક એવી કંપની જે હાલનાં સમયે ખૂબ અગત્યની ગણાતી RT-PCR ટેસ્ટ કીટ બનાવે છે. અને તેના ઉત્પાદનનાં તમામ વિભાગોનું નેતૃત્વ મહિલાઓ કરે છે. આ 6 મહિલાઓનાં ઉચ્ચ શિક્ષણ વ્યવસાયિક પ્રવિણતા અનુભવ નારી સહજ કોઠાસૂઝ અને કુશળતાનાં સમન્વયથી કોરોના કાળમાં ઉપયોગી માસિક 3.5 લાખ કોરોના ટેસ્ટ કીટ બની રહી છે. વડોદરા જિલ્લામાં કાર્યશીલ કોસારા ડાઈગ્નોસીસમાં મહિલાઓ દ્વારા ઉત્તમ કામગીરી દર્શાવવામાં આવી છે. આ મહિલાઓ વિવિધ વિભાગોમાં અગ્રણી રહી RT-PCR ટેસ્ટ કીટનું મહત્તમ ઉત્પાદન અને પ્રમાણભૂતતાનું ધ્યાન રાખે છે. વર્ષોથી…
ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન: આપણાં ફિલસુફ-રાજા
ભારતમાં ભૂતકાળના સમયથી મહાન સંતો, દાર્શનિકો, તત્વજ્ઞાનીઓ, શિક્ષકો અને બૌદ્ધિક લોકોની લાંબી પરંપરા છે. તેમનું શાણપણ, ભણતર, અધ્યપનથી આખા વિશ્વને ફાયદો થયો છે. ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન આવા જ મહાન માસ્ટર ફિલોસોફરોમાંના એક છે. તેમને માત્ર આઝાદ ભારતનાં પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કે દ્રિતીય રાષ્ટ્રપતિ તરીકે જ ઓળખાવવા એ આપણી ભુલ છે, મોટામાં મોટી ભુલ. તેઓ એક પ્રખ્યાત ફિલોસોફર, ઉમદા શિક્ષક, રાજકારણી, પ્રખર વક્તા,ઉચ્ચ કોટીના લેખક અને કુશળ સંચાલક રહ્યા છે. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ ૫ સપ્ટેમ્બર,૧૮૮૮ના રોજ તામિલનાડુના તિરુતાનીમાં રૂઢીવાદી બ્રાહ્મણ કુટંબમાં થયો હતો. સર્વપલ્લી વીરસ્વામી તેમના પિતાનું નામ અને તેની માતાનું નામ સીતામ્મા…