ભારતી સિંઘે કિકુ શારદાનું ગળું દબાવતી એક્શનમાં બનવ્યો વિડિયો વિડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે મનોરંજન: કોમેડિયન ભારતી સિંહે ‘ધ કપિલ શર્મા શો’ વિડિયો નું શૂટિંગ શરૂ કરી દીધું છે. તાજેતરમાં શો દરમિયાનનો એક વિડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ભારતી સિંહ અને કિકુ શારદા ‘કેર ની કરદા સોંગ’ ગીત પર એક્ટ કરી રહ્યા છે. વિડિયોમાં જોઈ શકાય છે કે, ભારતી અને કિકુ બચ્ચન યાદવ અને ટિટલી યાદવનાં રૂપમાં એકબીજા સાથે લડી રહ્યા છે. વિડિયોમાં જોઇ શકાય છે કે કિકુ શારદા સાથે લડતી વખતે ભારતી…
Day: December 15, 2020
સરદાર પટેલ યુનિવર્સિટીનો 63મો દિક્ષાંત સમારોહ યોજાયો
ગુજરાત: સરદાર પટેલ યુનિવર્સિટીનો 63મો દીક્ષાંત સમારોહ વલ્લભ વિદ્યાનગરમાં યોજાઈ ગયો જેમાં 119 વિદ્યાર્થીઓને સુવર્ણપદક એનાયત કરાયા. સરદાર પટેલ યુનિવર્સિટીએ 17 હજાર 862 વિવિધ વિદ્યાશાખાનાં સ્નાયતક-અનુસ્નાતકનાં વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવાની સાથે કુલ ત્રણ લાખ 25 હજાર 528 પદવીએ એનાયત કરી છે. આ સમારંભ માં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યુ છે કે, શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ દ્વારા શ્રેષ્ઠ નાગરિક અને સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણનો હોવો જોઇએ. દીક્ષાંત સમારોહ પ્રસંગે વિદ્યાર્થીઓને રાજ્યપાલશ્રીએ શુભકામનાઓ પાઠવી હતી. રાજ્યપાલશ્રીએ આ પ્રસંગે સતત જ્ઞાનસંપન્ન બનવાની શીખ આપી વિદ્યાર્થીઓને આજીવન વિદ્યાર્થી બની રહેવા જણાવ્યુ હતુ. રાજ્યપાલશ્રીએ પ્રાચીન…
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માંડવી ખાતેનાં ડીસેલીનેશન પ્લાન્ટ અને હાઇબ્રિડ રિન્યૂએબલ એનર્જી પાર્કનું કર્યું ખાતમુહૂર્ત
સૌથી મોટા હાઈબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કનો શિલાન્યાસ કરવામાં આવ્યો દરિયાનાં ખારા પાણીને પીવાલાયક પાણી બનાવતા ડિસેલિનેસન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ગુજરાત: કચ્છની પાકિસ્તાન બોર્ડર પાસે ધોરડો ખાતે બની રહેલા સૌથી મોટા હાઈબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કનો આજે પ્રધાનમંત્રી શિલાન્યાસ કર્યો. આ એનર્જી પાર્ક 72 હજાર હેક્ટર ક્ષેત્રમાં બનશે જે આશરે 30 ગીગાવૉટ જેટલી વીજળીનુ ઉત્પાદન કરશે. આ રિન્યુએબલ એનર્જી પાર્ક દેશનો સૌથી મોટો એનર્જી પાર્ક બનશે. માંડવી ખાતે બની રહેલા દરિયાનાં ખારા પાણીને પીવાલાયક પાણી બનાવતા ડિસેલિનેસન પ્લાન્ટનો પણ આજે પ્રધાનમંત્રીએ પણ ખાતમુહૂર્ત કર્યું. આ ડિસેલિનેસન પ્લાન્ટની ક્ષમતા 10 કરોડ લીટર…
UKનાં વડાપ્રધાન, ગણતંત્ર દિવસે ભારતનાં મુખ્ય મહેમાન બનશે
પ્રજાસતાક દિવસ નિમિતે યોજાનાર કાર્યક્રમના મુખ્ય અતિથિ બોરિસ જોનસન હશે બ્રિટનનાં વિદેશ મંત્રી ડોમિનિક રાબે મંત્રી એસ જયશંકર સાથે મંગળવારે વાતચીતમાં આ માહિતી આપી નેશનલ: બ્રિટનનાં પ્રધાનમંત્રી બોરિસ જોનસન આ વર્ષે પ્રજાસતાક દિવસ નિમિતે યોજાનાર કાર્યક્રમના મુખ્ય અતિથિ હશે. તેમણે આ માટે ભારતના આમંત્રણનો સ્વીકાર કર્યો છે. બ્રિટનનાં વિદેશ મંત્રી ડોમિનિક રાબે ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મંગળવારે પ્રતિનિધિ સ્તરની વાતચીતમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે મને ખુશી છે કે ભારત તરફથી ગણતંત્ર દિવસ સમારોહમાં ભાગ લેવા મોકલવામાં આવેલા આમંત્રણને PM જોનસનને સ્વીકાર્યું છે. આ અમારા માટે…
AAP 2022માં ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી લડશે
દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે જાહેરાત કરી છે. AAP 2022માં ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી લડશે. કેજરીવાલે કહ્યું છે કે, ઉત્તર પ્રદેશની જનતા ત્યાંની પાર્ટીઓથી હવે કંટાળી ગઈ છે અને હવે તેમને કોઈ અન્ય વિકલ્પની જરૂર છે. કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં અમને જનતાએ ત્રણ વખત મુખ્યમંત્રી બનાવ્યા. પંજાબમાં આમ આદમી પાર્ટી મુખ્ય વિપક્ષી પાર્ટી છે. ઉત્તર પ્રદેશનાં લોકો દિલ્હીમાં મોટી સંખ્યામાં રહે છે. તે લોકો અમારી પાસે આવીને આગ્રહ કરે છે કે, ઉત્તર પ્રદેશમાં પણ આમ આદમી પાર્ટીએ ચૂંટણી લડવી જોઈએ. ઉત્તર પ્રદેશનાં લોકોને એજ્યુકેશન અને હેલ્થ માટે દિલ્હી સુધી કેમ…