દિવ્ય ભાસ્કરનાં પત્રકારો સામે રાજકોટનાં હેડકોન્સ્ટેબલે કરી FIR, કોણ સાચુ પત્રકારો કે પોલીસ?

દિવ્ય ભાસ્કરનાં ૪ પત્રકારો સામે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન, કાલાવડ રોડ, રાજકોટ શહેર ખાતે FIR નોંધવામાં આવી છે અને FIR કરનાર છે ત્યાંનાં જ હેડ પોલીસ કોન્સ્ટેબલ. હવે વાતમાં તો એવું શું બન્યું કે પત્રકાર સામે ત્યાંનાં જ પોલીસકર્મીને FIR કરવી પડી! કેમકે ઘણી વાર સત્યને બહાર લાવવા પોલીસ અને પત્રકાર ભેગા મળીને, મિત્રતા ભાવ રાખીને સત્યતાને બહાર લાવે છે.દિવ્ય ભાસ્કરનાં તંત્રી દેવેન્દ્ર ભટનાગર કહે છે કે.. ” અમે ‘ગુનો’ કર્યો છે, સાડી સત્તરવાર ‘ગુનો’ કર્યો છે. જેમના માથા પર કોરોનાના પાંચ દર્દીઓના મોતનું કલંક છે એવા હોસ્પિટલનાં માલેતુજાર સંચાલકો…

પાનખરની જિંદગી

પાનખરની જિંદગી આવ તું પણ જોઈ લે તારા વગરની જિંદગી, હું વસંતોમાં જીવ્યો  છું  પાનખરની  જિંદગી. આંખમાં આંજીને અંધાપો મરણનો આખરે, ભેટ આપું  છું  તને  મારા  વગરની  જિંદગી. ધૂળનાં ઝરણાં ધસીને ઘર સુધી આવી ગયાં, કેટલી  રેતાળ  છે   તારા   નગરની  જિંદગી! હું મરણને બાદ પણ જીવીશ નભની જિંદગી. તુંય જીવી  જો ખુદા  ધરતી  ઉપરની જિંદગી. ખૂબ ઓછા શ્વાસનાં સપના વધારે છે ‘રકીબ’ આપણી તો જિંદગી પણ કરકસરની જિંદગી. -‘રકીબ’ અમદાવાદી

પેટ્રોલ-ડીઝલનાં ભાવોમાં સતત વધારો

પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં આજે 25થી લઈને 33 પૈસા સુધીનો વધારો છેલ્લા 6 દિવસથી સતત વધી રહ્યાં છે ભાવ મુંબઈમાં પેટ્રોલનાં ભાવ આસમાને નેશનલ: સરકારી ઓઇલ કંપનીઓએ વધુ એક વખત આજે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારો કર્યો છે. આજે સોમવારે સવારે 6 વાગ્યે ડીઝલનાં ભાવમાં દેશભરમાં 25 પૈસાથી માંડીને 31 પૈસા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે પેટ્રોલનાં ભાવોમાં પણ આજે સવારે પ્રતિ લિટર 30 પૈસાથી લઇને 33 પૈસાનો નોંધપાત્ર પ્રમાણમાં મોટો કહી શકાય તેવો ભાવ વધારો કરવામાં આવ્યો છે. આજે સોમવારે થયેલા આ ભાવ વધારા પછી મુંબઇમાં ડીઝલનો ભાવ…