પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદ, પુણે અને હૈદરાબાદની મુલાકાત લઈને કોવિડની રસીના વિકાસ તથા ઉત્પાદનની પ્રક્રિયા નિહાળશે

નેશનલ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદ સહિત ત્રણ શહેરોની મુલાકાત લઈને કોવિડની રસીના વિકાસ તથા ઉત્પાદનની પ્રક્રિયા નિહાળશે. તેઓ અમદાવાદમાં ઝાયડ્સ બાયોટેક પાર્ક, પુણેમાં સીરમ ઇન્સ્ટીટ્યૂટ તથા હૈદરાબાદમાં ભારત બાયોટેક એકમોની આજે મુલાકાત લેશે. PM મોદી આ મુલાકાત વખતે સંબંધિત એકમો ખાતેના વૈજ્ઞાનિકો સાથે ચર્ચા-વિચારણા કરશે.

પ્રધાનમંત્રી આજે સવારે અમદાવાદ નજીક ચાંગોદરમાં આવેલા ઝાયડ્સ બાયોટેક પાર્કની મુલાકાત લઈને કોવિડની રસીના વિકાસ પ્રક્રિયાની માહિતી મેળવશે. ઝાયડસ કેડીલા આવતા અઠવા઼ડિયે તેની કોવિડ માટેની રસીના બીજા તબક્કાનાં પરિક્ષણોનાં પરિણામો સુપરત કરશે. અને ડિસેમ્બરમાં ત્રીજા તબક્કામાં પરિક્ષણો હાથ ધરશે. જો અપેક્ષીત પરિણામો મળ્યા તો કંપની આવતાવર્ષે માર્ચ સુધીમાં કોવિડની રસી બજારમાં મૂકી શકે તેવી સંભાવના છે. ત્યાર બાદ PM મોદી પુણેની સીરમ સંસ્થાની મુલાકાત લેશે તથા કોવિડ માટેની કોવિડ શીલ્ડ નામની રસી બાબતે વૈજ્ઞાનિકો સાથે ચર્ચા કરશે.

ત્યાર બાદ પ્રધાનમંત્રી હૈદરાબાદ ખાતેનાં ભારત બાયોટેકની મુલાકાત લઈ, ત્યાં કોવિડની રસી બનાવવાની થઈ રહેલીકામગીરીની સમીક્ષા કરશે.

Related posts

Leave a Comment