સાપ્તાહિક રાશિ ફળ એટલે કે આખા અઠવાડિયા અથવા અઠવાડિયાનાં ભાવિની ગણતરી. તમારી રાશિનું સાપ્તાહિક રાશિ ફળ જોવા માટે નીચે આપેલી રાશિઓ માંથી પોતાની રાશિ પસંદ કરો-
સપ્તાહ દરમિયાન ચંદ્ર, કુંભ રાશિ, મીન રાશિ તેમજ મેષ રાશિ માં પરિભ્રમણ કરશે.બાકી ના ગ્રહો ની સ્થિતિ નીચે પ્રમાણે રેહશે.
સૂર્ય: વૃશ્ચિક રાશિ
મંગળ: મીન રાશિ
બુધ: તુલા રાશિ ૨૮ તારીખ બાદ વૃશ્ચિક માં
ગુરુ: મકર રાશિ
શુક્ર: તુલા રાશિ
શનિ: મકર રાશિ
રાહુ: વૃષભ રાશિ
કેતુ: વૃશ્ચિક રાશિ
મેષ રાશિ: જેનું નામ અ,લ,ઈ અક્ષરથી શરૂ થતું હોય
આ અઠવાડિયા દરમિયાન ચંદ્ર તમારી રાશિથી ગોચર પ્રમાણે અગિયારમાં, બારમા, તેમજ પ્રથમભાવ પરથી પરિભ્રમણ કરશે.
વ્યવસાયઃ
નોકરી તેમજ ધંધામાં વૃદ્ધિ થવાના યોગ છે. શની કર્મસ્થાનમાં હોવાથી મહેનત કરાવશે અને મહેનતનું ફળ હાલ નહીં મળે પરંતુ ભવિષ્યમાં શુભફળ મળશે,હિંમત ન હારવી, કાર્ય કરતા રહેવું જો તમે મેનેજમેન્ટ મનોરંજન કે લોખંડ ને લગતા ક્ષેત્રમાં હોવ તો,આ અઠવાડિયું સારું જવાના યોગ છે.
સ્વાસ્થ્યઃ
સપ્તાહની શરૂઆતમાં સ્વાસ્થ્ય સારું,પણ સપ્તાહનાંં મધ્યભાગમાં માનસિક તેમજ શારીરિક સ્વાસ્થ્ય બગડી શકે પોતાનું તેમજ પરિવારનું આરોગ્ય ખૂબ જ સંભાળવું,સપ્તાહના અંતમાં સ્વાસ્થ્ય સારું.
દાંપત્યજીવનઃ
સપ્તાહ દરમિયાન તમારા જીવનસાથી તરફથી સારો સહકાર મળી રહેશે, શનિની દૃષ્ટિ હોવાથી તમારે પોતાનો સ્વભાવ સરખો કરવો પડશે જતું કરવાની ભાવના રાખવી.
અભ્યાસઃ
મેષ રાશિના જાતકોએ આ સપ્તાહ દરમિયાન અભ્યાસમાં ખાસ સંભાળવું અભ્યાસમાં બહુ સારા યોગ સપ્તાહમાં બનતા નથી, આરોગ્યથી અભ્યાસમાં તકલીફ આવી શકે.
ઉપાયોઃ
સૂર્યનારાયણને જળ ચઢાવવુ
હનુમાનજીની ઉપાસના શ્રેષ્ઠ ફળ આપે
વૃષભ રાશિ જેનું નામ બ,વ,ઉ અક્ષર થી શરૂ થતું હોય તે
આ સપ્તાહ દરમિયાન ચંદ્ર તમારી રાશિથી દસમાં, અગિયારમાં અને બારમાં સ્થાનમાંથી પરિભ્રમણ કરશે.
વ્યવસાયઃ
સપ્તાહની શરૂઆત વ્યવસાય માટે શુભ છે, તમારા સહ-કર્મચારીઓ તરફથી લાભ મળી શકે છે સપ્તાહની મધ્યમાં વ્યવસાયમાં લાભ થઈ શકે તેમ છે, જો કોઈ નવો વ્યવસાય ચાલુ કરવા માંગતા હોવ તો સપ્તાહની શરૂઆત અને મધ્ય સમય શુભ, શનિવારે કોઈ શુભકાર્ય ન કરવું.
સ્વાસ્થ્યઃ
સપ્તાહ દરમિયાન આરોગ્ય સારું રહેશે, પરંતુ શુક્રવાર તેમજ શનિવારે આરોગ્ય ખાસ સાચવવું આ દિવસોમાં માનસિક કે શારીરિક પીડા થઈ શકે છે, કોઇની પણ સાથે બિનજરૂરી વાર્તા ન કરવી, સ્વભાવ ઉગ્ર બની શકે છે.
દાંપત્યજીવનઃ
સપ્તાહ દરમિયાન તમારા જીવનસાથી સાથે ગુસ્સે થી વાત ન કરવી, સંબંધો બગડી શકે છે. તેમની સાથે પ્રેમથી વર્તવું અને જો ધંધામાં ભાગીદારી હોય તો ભાગીદારીમાં સંપૂર્ણ સ્પષ્ટ વ્યવહાર રાખવા.
અભ્યાસઃ
સપ્તાહ દરમિયાન અભ્યાસના યોગ સારા છે, વિદ્યાર્થી મિત્રોએ પોતાના અભ્યાસમાં કાળજી રાખવી જરૂરી છે.
ઉપાયોઃ
કુળદેવીની ઉપાસના કરવી.
ગુરુઓના આશીર્વાદ લેવા.
જેનું નામ ક,છ,ઘ અક્ષરથી શરૂ થતું હોય તે
આ સપ્તાહ દરમિયાન તમારી રાશિથી ચંદ્ર નવમાં, દસમાં તેમજ અગિયારમાં સ્થાનમાં ભ્રમણ કરશે જે શુભ પરિણામ આપશે.
વ્યવસાયઃ
સપ્તાહની શરૂઆતમાં કાર્યક્ષેત્ર સાનુકૂળ રહેશે, ધંધામાં ફસાયેલા રૂપિયા પાછા મળી શકે છે, સપ્તાહના મધ્યભાગ નો સમય ખૂબ જ શુભ, મંગળ-ચન્દ્ર તમારા કર્મ સ્થાનમાં લક્ષ્મી યોગ બનાવે છે જે આર્થિક રીતે તમને જરૂર લાભ કરશે કોઈપણ શુભ કાર્ય કરવા માટે શ્રેષ્ઠ સમય.
સ્વાસ્થ્યઃ
એકંદરે સપ્તાહ દરમિયાન સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ હાલમાં ચાલતી મહામારી ના લીધે પોતાનું તથા પરિવારનું ખાસ કરીને માતાનું ધ્યાન રાખવું આવશ્યક છે.
દાંપત્યજીવનઃ
સપ્તાહ દરમિયાન દાંપત્યજીવન અનુકૂળ રહેશે પોતાના જીવનસાથી તરફથી સહયોગ મળી રહેશે,ભાગીદારીમાં પણ સપ્તાહ સાનુકુળ.
અભ્યાસઃ
મિથુન રાશિના વિદ્યાર્થીઓ માટે આ સમય શ્રેષ્ઠ છે, અભ્યાસનાં સારા યોગ બને છે, સપ્તાહનાં અંતમાં અભ્યાસ ન બગડે તેની કાળજી લેવી.
ઉપાયોઃ
ગણપતિની આરાધના.
ગાયને ઘાસ ચઢાવવું.
જેનું નામ થી ડ,હ અક્ષર થી શરૂ થતું હોય તે
કર્ક રાશિથી આ સપ્તાહ દરમિયાન ચંદ્ર આઠમાં, નવમાં અને દસમાં ભાવેથી ભ્રમણ કરશે, જેથી સપ્તાહની શરૂઆતમાં માનસિક અશાંતિ આવી શકે બિનજરૂરી બાબતોમાં ન પડવું અને મગજ ઠંડુ રાખવું.
વ્યવસાયઃ
સપ્તાહની શરૂઆતમાં ધારેલા કાર્ય પૂરા ન થાય, સહકર્મચારીઓ સાથે તથા ધંધાર્થીઓને તેમના કર્મચારીઓ સાથે સંબંધ સાચવવા ઉગ્ર સ્વભાવ થી બોલાચાલી થઈ શકે. સપ્તાહની શરૂઆત છોડીને બાકીનું સપ્તાહ શુભ રહેશે.નવું કાર્ય મંગળવારે શરૂ કરવાથી ફાયદો થાય.
સ્વાસ્થ્યઃ
સપ્તાહની શરૂઆતમાં શારીરિક કે માનસિક રોગો આવી શકે છે, વિચારોથી મગજ અશાંત રહે પણ સપ્તાહનો અંત એકંદરે શુભ રહેશે.
દાંપત્યજીવનઃ
જીવનસાથી જોડે ન ઈચ્છતા પણ ઝઘડા થાય પરંતુ જતું કરવાની ભાવના રાખવી માત્ર સપ્તાહની શરૂઆત સંભાળવી ત્યાર બાદનો સમય શુભ. ભાગીદારો માં દરેક બાબતની ચોખવટ જરૂરી.
અભ્યાસઃ
વિદ્યાર્થી મિત્રોએ પોતાનું આરોગ્ય સાચવવું જરૂરી છે એકંદરે સપ્તાહ વિદ્યાર્થીઓ માટે શુભ રહેશે.
ઉપાયોઃ
સોમવારે સફેદ વસ્ત્ર ધારણ કરવા.
મહાદેવની ઉપાસના શ્રેષ્ઠ ફળ આપે.
મ,ટ અક્ષર પરથી શરૂ થતું હોય તે
સિંહ રાશિ થી આ સપ્તાહ દરમિયાન ચંદ્ર સાતમાં, આઠમાં તેમજ નવમાં ભાવથી ભ્રમણ કરશે,રાશિ સ્વામી સૂર્યનાં શત્રુ શનિની રાશિમાંથી ચંદ્ર ભ્રમણ કરશે માટે સપ્તાહની શરૂઆતમાં મગજ ઠંડુ રાખવું,પિતા સાથેના સંબંધો ખાસ સાચવવા.
વ્યવસાયઃ
વ્યાપારિક સંબંધો બગડે તેવી શક્યતા દરેક બાબતે સ્પષ્ટતા રાખવી, નોકરિયાતવર્ગને પોતે કરેલા કાર્યનો શ્રેય ન પણ મળે. નવું કાર્ય અઠવાડિયા દરમિયાન શરૂ ન કરવું સપ્તાહ નો અંતિમ ભાગ ઘણો શુભ રહેશે, શુક્રવાર-શનિવારે લાભ થાય તેવા યોગ બને છે.
સ્વાસ્થ્યઃ
સપ્તાહનાં મધ્ય ભાગમાં એટલે કે મંગળથી ગુરુવાર તબિયત સાચવવી બાકીનો સમય શુભ રહેશે અને સ્વાસ્થ્ય સારું રહેશે.
દાંપત્યજીવનઃ
જીવનસાથીનો સારો સહકાર મળી રહેશે ભાગીદારીથી લાભ થઈ શકે છે.
અભ્યાસઃ
સિંહ રાશિનાં જાતકો માટે સપ્તાહ દરમિયાન અભ્યાસનાં સારા યોગ છે ઉંડા વિચારો ન કરવાં.
ઉપાયોઃ
સૂર્યનારાયણને જળ ચઢાવવું.
દત્તબાવનીનાં પાઠ કરવા.
જેનું નામ પ,ઠ,ણ, અક્ષર પરથી શરૂ થતું હોય તે
કન્યા રાશિથી આ સપ્તાહ દરમિયાન ચંદ્ર છઠ્ઠા, સાતમાં તેમજ આઠમાં સ્થાનેથી પરિભ્રમણ કરશે તેથી આ સપ્તાહ દરમિયાન દરેક બાબતમાં કાળજી લેવી જરૂરી છે
વ્યવસાયઃ
સપ્તાહની શરૂઆતમાં માનસિક અશાંતિ વ્યવસાય પર દેખાઈ આવે ચીડિયો સ્વભાવ રહે અને કોઈના સાથે કાર્યસ્થળ પર વગરકારણની બોલાચાલી થઈ શકે માટે કામ વગર કોઈની સાથે બોલવું નહીં અને પોતાના કામથી કામ રાખવું આ સપ્તાહ માટે હિતાવહ છે.
સ્વાસ્થ્યઃ
સપ્તાહ દરમિયાન તબિયત ખૂબ જ સાચવવી ખાસ કરીને ઊંડા વિચારો ન કરવા માનસિક અશાંતિનો અનુભવ આ સપ્તાહ દરમિયાન થશે.
દાંપત્યજીવનઃ
સપ્તાહના મધ્ય ભાગ એટલે કે મંગળથી ગુરુવાર જીવનસાથી તરફથી શુભ રહે પરંતુ બાકીના દિવસોમાં જતુ કરવાની ભાવના રાખવી. ભાગીદારો સાથે યોગ્ય વર્તન કરવું.
અભ્યાસઃ
વિદ્યાર્થી મિત્રોએ આ સપ્તાહ દરમિયાન અભ્યાસમાં મહેનત કરવી પડશે.
ઉપાયોઃ
ગણપતિજીની આરાધના કરવી.
હનુમાન ચાલીસા કરવી.
જેનું નામ ર, ત, અક્ષર પરથી શરૂ થતું હોય તે
તુલા રાશિથી આ સપ્તાહ દરમિયાન ચંદ્ર પાંચમાં, છઠ્ઠા, સાતમાં સ્થાનમાં પરિભ્રમણ કરશે. આ સપ્તાહ હકારાત્મક પસાર થાય, પોતાના પર વધારે ખર્ચો કરશો અને જીવનસાથી માટે પણ ખર્ચો કરો તેવી સંભાવના.
વ્યવસાયઃ
કાર્યક્ષેત્ર સાનુકૂળ જણાય, કાર્ય પૂરા થતા વાર લાગે પરંતુ અવશ્ય ફળ મળે, નોકરિયાત વર્ગને અઠવાડિયાનો મધ્યભાગ છોડી સપ્તાહ શુભ નિવડશે, સહકર્મચારીઓથી બચીને રહેવું.
સ્વાસ્થ્યઃ
સપ્તાહનાંં મધ્યભાગમાં તકેદારી રાખવી જરૂરી બિનજરૂરી વાર્તા કોઈની સાથે ન કરવી બાકીનો સમય શુભ અને સ્વાસ્થ્ય માધ્યમથી શુભ રહેશે.
દાંપત્યજીવનઃ
સપ્તાહ દરમિયાન જીવનસાથી તરફથી સહકાર પ્રાપ્ત થશે, માત્ર સપ્તાહનાંં મધ્યભાગમાં સ્વભાવ થોડો નરમ રાખવો ભાગીદારો સાથે સપ્તાહ અનુકૂળ રહેશે.
અભ્યાસઃ
વિદ્યાર્થી મિત્રો માટે આ સપ્તાહ શુભ રહેશે પરંતુ સપ્તાહનાં મધ્યભાગમાં અભ્યાસ સાચવવો જરૂરી
ઉપાયોઃ
કુળદેવીની ઉપાસના કરવી.
પીળા વસ્ત્રનું દાન કરવું.
જેનું નામ ન, ય, અક્ષર પરથી શરૂ થતું હોય તે
વૃશ્ચિક રાશિથી ચંદ્ર સપ્તાહ દરમિયાન ચોથાં, પાંચમાં, છઠ્ઠા સ્થાનમાં પરિભ્રમણ કરશે આ સપ્તાહ દરમિયાન નવી મિલકતમાં ઉમેરો થઇ શકે તેમ જ માતા તરફથી કોઈ સારા સમાચાર મળી શકે.
વ્યવસાયઃ
આ સપ્તાહ દરમિયાન વ્યવસાય શુભ રહેશે માત્ર સપ્તાહનાંં અંત શુક્ર અને શનિવારે ધ્યાન રાખવું. નવી તકો તમને મળી શકે છે જે યોગ્ય સમયે ઝડપતા તમને આવડવી જોઈએ.
સ્વાસ્થ્યઃ
આ સપ્તાહ સ્વાસ્થ્ય માટે અનુકૂળ રહેશે સપ્તાહનાંં અંત ભાગમાં સ્વાસ્થ્ય સંબંધિત ધ્યાન રાખવું હિતાવહ છે.
દાંપત્યજીવનઃ
જીવનસાથીનો સ્વભાવ થોડો ગરમ રહે અને સાથે તમારો પણ સ્વભાવ થોડો ગરમ રહેશે, માટે ધ્યાન રાખવું કોઈ એક જણાએ જતું કરવું પડશે, ભાગીદારીમાં પણ ગુસ્સાથી કાર્ય ન કરવું.
અભ્યાસઃ
વિદ્યાર્થી મિત્રો માટે સપ્તાહ સાનુકૂળ રહેશે.
ઉપાયોઃ
હનુમાન ચાલીસાનાં પાઠ કરવા.
લાલ વસ્ત્રનું દાન કરવું.
જેનું નામ ભ, ધ, ફ, ઢ, અક્ષર પરથી શરૂ થતું હોય તે
ધન રાશિથી આ સપ્તાહ દરમિયાન ચંદ્ર ત્રીજા, ચોથા, તેમજ પાંચમા, સ્થાનમાં ભ્રમણ કરશે સપ્તાહ દરમિયાન તમે નવા પરાક્રમ કરી શકો છો અને નવી મિલકત વસાવવાના પણ યોગ બની રહ્યા છે.
વ્યવસાયઃ
વ્યવસાય કે આર્થિક દ્રષ્ટિએ સપ્તાહ મધ્યમ જશે, નવા પરાક્રમો કરવાથી ફાયદો થશે અને જમીન કે મિલકત ખરીદી શકશો, સપ્તાહનો અંત ભાગ શુભ પરિણામ આપશે.
સ્વાસ્થ્યઃ
સપ્તાહ દરમિયાન સ્વાસ્થ્ય શુભ રહેશે પરંતુ માતા તેમજ પરિવારનું સ્વાસ્થ્ય સાચવવું. મોટા ભાઈ બહેન તરફથી લાભ મળી શકે છે.
દાંપત્યજીવનઃ
જીવનસાથીથી લાભ મળશે અને ભાગીદારો માં પણ લાભ થાય તેવી શક્યતાઓ માત્ર સપ્તાહનાંં અંતિમ દિવસે એટલે કે શનિવારે ભાગીદારો સાથે દરેક બાબતે સ્પષ્ટતા રાખી વાત કરવી.
અભ્યાસઃ
વિદ્યાર્થી મિત્રોએ શરૂઆતનાં તબક્કામાં અભ્યાસમાં ધ્યાન આપવું સપ્તાહનાં અંતિમ દિવસો સાનુકૂળ રહેશે.
ઉપાયોઃ
દત્ત બાવનીનાં પાઠ કરવાં.
હનુમાન ચાલીસા કરવી.
જેનું નામ ખ, જ, અક્ષર થી શરૂ થતું હોય તે
આ સપ્તાહ દરમિયાન મકર રાશિથી ચંદ્ર બીજા-ત્રીજા તેમજ ચોથા સ્થાનેથી ભ્રમણ કરશે, દરમિયાન ધાર્મિક કાર્યોમાં મન લાગશે તેમજ આવકનાં પણ યોગ બને છે. શનિની સાડાસાતી ચાલતી હોવાથી થોડી તકલીફો આ જાતકોને રહેશે.
વ્યવસાયઃ
કાર્યક્ષેત્ર સમય અનુકૂળ છે, પોતાના ધંધા પાછળ કેટલાક ખર્ચા કરશો અને નોકરિયાત વર્ગને પ્રમોશન મળે તેવા યોગ છે, પરંતુ છૂપા શત્રુઓથી સાવધ રહેવું આવશ્યક છે.
સ્વાસ્થ્યઃ
સપ્તાહ દરમિયાન આરોગ્ય સાચવવું, નાની-મોટી બીમારી આવી શકે છે, પોતાના પરિવારની ખાસ કાળજી લેવી.
દાંપત્યજીવનઃ
જીવનસાથીથી લાભ થવાના સંકેત , થોડી તકરાર થઇ શકે પરંતુ સપ્તાહનાંં અંતમાં બધું યોગ્ય થશે ભાગીદારો સાથે સમય સારો રહેશે.
અભ્યાસઃ
વિદ્યાર્થીઓએ અભ્યાસમાં સમય સારો પરંતુ આરોગ્ય સાચવવું જરૂરી.
ઉપાયોઃ
હનુમાન ચાલીસાના પાઠ કરવાં.
શનિવાર કરવાં.
જેનું નામ શરૂ ગ,સ,શ થતું હોય તે
કુંભ રાશિનો ચંદ્ર સપ્તાહ દરમિયાન પ્રથમ, દ્વિતીય, તૃતીય સ્થાનેથી ભ્રમણ કરશે સપ્તાહની શરૂઆતમાં આત્મવિશ્વાસ ભરપૂર રહે અને કુટુંબ તરફથી લાભ પ્રાપ્ત થાય તેવા સંકેતો.
વ્યવસાયઃ
કાર્યક્ષેત્રે સપ્તાહ શુભ રહેશે નાની-મોટી અડચણો આવશે, પરંતુ પોતાની બુદ્ધિ અને મહેનતથી તે અડચણો દૂર કરશો. નોકરિયાત વર્ગને અધૂરા રહેલા કાર્યને પૂર્ણ કરવા માટે શ્રેષ્ઠ સમય,પરાક્રમ કરી પ્રમોશન પ્રાપ્ત કરશો.
સ્વાસ્થ્યઃ
એકંદરે સ્વાસ્થ્ય સપ્તાહ દરમિયાન શુભ છે પરંતુ કાળજી લેવી જરૂરી.
દાંપત્યજીવનઃ
જીવનસાથી સાથે થોડી તકરાર થાય પરંતુ તેનો ઉકેલ તરત જ આવી જાય ભાગીદારો સાથે સમય અનુકૂળ.
અભ્યાસઃ
પુરા સપ્તાહ દરમિયાન અભ્યાસ સારો અંતમાં અભ્યાસમાં થોડી અડચણો આવી શકે છે.
ઉપાયોઃ
ગણપતિની ઉપાસના કરવી,
ગાયને ઘાસ ખવડાવવું.
જેનું નામ દ, ચ, થ, ઝ, અક્ષર પરથી ચાલુ થતું હોય તે
મીન રાશિથી આ સપ્તાહ દરમિયાન ચંદ્ર બારમાં, પ્રથમ તેમજ દ્વિતીય સ્થાનથી પરિભ્રમણ કરશે તેથી સપ્તાહની શરૂઆતમાં ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી, તકરારો થાય પરંતુ મધ્ય તેમજ અંત સપ્તાહ શુભ રહેશે.
વ્યવસાયઃ
ધંધા-રોજગારમાં સમય સાનુકૂળ રહેશે, અટવાયેલા કાર્ય સપ્તાહના અંત ભાગમાં પૂરા થશે, અને નોકરિયાત વર્ગને પોતાના ઉપરીઅધિકારી સાથે યોગ્ય વર્તન જાળવવું.
સ્વાસ્થ્યઃ
સપ્તાહની શરૂઆતમાં તબિયત સાચવવી અને ત્યારબાદ હાડકાનાં રોગો થવાની સંભાવના છે તેથી વાહન ચલાવતી વખતે અને દરેક બાબતે ધ્યાન રાખવું પોતાના પરિવારની ખાસ કાળજી લેવી.
દાંપત્યજીવનઃ
જીવનસાથી સાથે સમય અનુકૂળ રહેશે આપનો સ્વભાવ થોડો ઉગ્ર બનશે પરંતુ સપ્તાહનાંં મધ્ય તથા અંત ભાગ શુભ રહેશે. ભાગીદાર તરફથી સાચવવું.
અભ્યાસઃ
વિદ્યાર્થી મિત્રો માટે સપ્તાહ ની શરૂઆત અશુભ પછી નો સપ્તાહ શુભ રહેશે.
ઉપાયઃ
દત્ત બાવનીનાં પાઠ કરવા.
મહાદેવની ઉપાસના કરવી.