જાણો ભારતીય ક્રિકેટ ટીમનો 2021નો સંપૂર્ણ કાર્યક્રમ

  • એશિયાકપ માં ભારત-પાકિસ્તાન સામસામે ટકરાશે
  • ઓક્ટોબરમાં ટી-ટ્વેન્ટી નો મહાસંગ્રામ આંતરરાષ્ટ્રીય ટી-ટ્વેન્ટી World cup  યોજાશે
  • IPL માં નવી ટીમ ઉમેરાઇ શકે છે

સ્પોર્ટ્સ: કોરોના મહામારીનાં લીધે 2020માં ક્રિકેટમાં પણ જાણે ગ્રહણ લાગી ગયું હોય તેમ ક્રિકેટપ્રેમીઓને 2020નાં માર્ચ મહિનાથી ભારતીય ટીમની એકપણ આંતરરાષ્ટ્રીય મેચ જોવા મળી નથી. જેનાથી ક્રિકેટ પ્રેમીઓમાં ઘણી નિરાશા હતી પરંતુ આવનારા વર્ષ ૨૦૨૧માં ભારતીય ટીમનો કાર્યક્રમ સામે આવ્યો છે અને જાન્યુઆરીથી ડિસેમ્બર મહિના દરમિયાન ક્રિકેટ ચાહકોને ઘણી બધી આંતરરાષ્ટ્રીય મેચો જોવા મળી શકે છે.

આવનારા વર્ષમાં ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ, શ્રીલંકા, ઝિમ્બાબ્વે જેવા દેશોનો પ્રવાસ ખેડવાની છે સાથે સાઉથઆફ્રિકા, ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડની ટીમ ભારતનાં પ્રવાસે આવવાની છે. 2020માં રદ થયેલો અને ક્રિકેટપ્રેમીઓ જેની આતુરતાથી રાહ જોતા હોય તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટી- ટ્વેન્ટી વર્લ્ડ કપ ૨૦૨૧માં ઓક્ટોબર મહિનામાં યોજાવાની તૈયારીમાં છે. આઇ.પી.એલ તેના નિર્ધારિત સમયે એટલે કે એપ્રિલમાં યોજાઈ શકે છે અને તેમાં પણ આ વખતે એક નવી ટીમ જોડાઈ શકે તેવી સંભાવનાઓ છે.જૂન-જુલાઈમાં એશિયા કપ યોજાશે.જેમાં, ભારત-પાકિસ્તાનની મેચનો રોમાંચ ક્રિકેટ પ્રેમીઓ નિહાળી શકશે. ક્રિકેટચાહકો આશા રાખી રહ્યા છે કે આ વર્ષે તેમને રોમાંચક મેચો જોવા મળે. તો ચાલો જાણીએ ભારતીય ક્રિકેટ ટીમનો 2021 નો સંપૂર્ણ કાર્યક્રમ,


મહિના સીરીઝ મેચ
જાન્યુઆરી,ફેબ્રુઆરી,માર્ચ ઇંગ્લેન્ડ vs ઇન્ડિયા 4 ટેસ્ટ,4 વન-ડે, 4 T-20
એપ્રિલ IPL
જુન ઇંન્ડિયા vs શ્રીલંકા 3 વન-ડે, 5 T-20
જુન,જુલાઇ એશીયા કપ 6 T-20
જુલાઇ ઇન્ડિયા vs ઝિમ્બાબ્વે
3 વન-ડે
જુલાઇ,ઓગસ્ટ,સપ્ટેમ્બર ઇન્ડિયા vs ઇંગ્લેન્ડ 5 ટેસ્ટ
ઓક્ટોમ્બર સાઉથ આફ્રિકા vs ઇન્ડિયા 3 વન-ડે, 5 T-20
ઓક્ટોમ્બર,નવેમ્બર, International T-20 World cup
નવેમ્બર,ડિસેમ્બર ન્યુઝીલેન્ડ vs ઇન્ડિયા 2 ટેસ્ટ, 3 T-20

Leave a Comment