સાપ્તાહિક રાશિ ફળ એટલે કે આખા અઠવાડિયા અથવા અઠવાડિયાનાં ભાવિની ગણતરી. તમારી રાશિનું સાપ્તાહિક રાશિફળ જોવા માટે નીચે આપેલી રાશિઓમાંથી પોતાની રાશિ પસંદ કરો
આ સપ્તાહ દરમિયાન ચંદ્ર વૃશ્ચિક,ધન,મકર,કુંભ રાશિ પરથી પરિભ્રમણ કરશે,જ્યારે બીજા ગ્રહોની સ્થિતી નીચે પ્રમાણે છે.
સૂર્ય-વૃશ્ચિક 16તારીખ પછી ધન,
મંગળ-મીન
બુધ-વૃશ્ચિક 18 તારીખ પછી ધન
ગુરુ-મકર
શુક્ર-વૃશ્ચિક
શની-વ્રુષભ
રાહુ-વ્રુષભ
કેતુ-વૃશ્ચિક
આ સપ્તાહની 16 તારીખે સૂર્ય રાશિપરિવર્તન કરશે સૂર્ય ધનરાશિમાં પરિભ્રમણ કરશે, જે ગુરુની રાશિ છે, અને સૂર્ય-ગુરુ એકબીજાનાં મિત્ર છે માટે ધનરાશિ, મિથુનરાશિ તથા સિંહરાશિનાં જાતકો આ સપ્તાહ દરમિયાન આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે.
મેષ રાશિ: [અ, લ, ઈ,]
આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મેષરાશિથી આઠમાં, નવમાં, દસમાં તેમજ અગિયારમાં સ્થાનમાં પરિભ્રમણ કરશે, આ સપ્તાહની શરૂઆતમાં એટલે કે રવિવાર અને સોમવારે માનસિક શાંતિ ન મળે પરંતુ સોમવાર પછીનું સપ્તાહ દરેક ક્ષેત્રે શુભ રહેશે.
વ્યવસાયઃ
આ સપ્તાહ દરમિયાન કાર્યક્ષેત્ર શુભ રહેશે, અણધાર્યો લાભ મળી શકે માત્ર સપ્તાહની શરૂઆતના બે દિવસ કોઇના કોઇ વાતનું દબાણ રહેશે પરંતુ ત્યારબાદનું સપ્તાહ ઘણું શુભ જશે સપ્તાહનાં અંતમાં લાભ થશે.
સ્વાસ્થ્યઃ
સપ્તાહ દરમિયાન સ્વાસ્થ્ય સંભાળવુ ખૂબ જ જરૂરી છે, જો તકેદારી નહીં રાખો તો આ સપ્તાહ દરમિયાન તબિયત ખરાબ થવાના યોગો છે. સપ્તાહનો અંત ભાગ લાભદાયી.
દાંપત્યજીવનઃ
જીવનસાથી સાથે આ સપ્તાહ સુમેળભર્યુ રહેશે, સપ્તાહનાં મધ્યભાગમાં કાર્યક્ષેત્રનાં ભારથી થોડી તકરાર થઈ શકે, ત્યારબાદનું સપ્તાહ શુભ અને ભાગીદારી જો હોય તો તેમાં સંભાળવું જરૂરી.
અભ્યાસઃ
સપ્તાહની શરૂઆત છોડી બાકીનું સપ્તાહ અભ્યાસ માટે શુભ.
વૃષભ રાશિ: [બ,વ,ઊ]
આ સપ્તાહ દરમિયાન વૃષભ રાશિથી ચંદ્ર સાતમાં, આઠમાં તેમજ દસમાં સ્થાનેથી પરિભ્રમણ કરશે.સપ્તાહ હકારાત્મક રહેશે, માત્ર મંગળવાર અને બુધવાર છોડીને બાકીનું સપ્તાહ શુભ, પોતાનાં પર આત્મવિશ્વાસ રાખવો અત્યંત જરૂરી.
વ્યવસાયઃ
સપ્તાહ દરમિયાન કાર્યક્ષેત્રે સફળતા પ્રાપ્ત થશે, અગાઉ જણાવ્યા અનુસાર મંગળવાર અને બુધવારે કારીગરો કે સહકર્મચારીઓ સાથે યોગ્ય વર્તવું તથા વાણી પર કાબૂ રાખવો જરૂરી ત્યારબાદ લાભ પ્રાપ્ત થવાના યોગ છે અને કાર્યક્ષેત્ર અને નોકરીક્ષેત્રે શુભ સમય છે.
સ્વાસ્થ્યઃ
સપ્તાહ દરમિયાન આરોગ્ય સાચવવું જરૂરી કોઈપણ રોગ થવાનાં યોગ છે, વાહન ચલાવતી વખતે પણ ધ્યાન રાખવું જરૂરી છે.
દાંપત્યજીવનઃ
તમારા સ્વભાવનાં લીધે થોડી તકરાર જીવનસાથી સાથે થઈ શકે પરંતુ તે માત્ર સપ્તાહની શરૂઆતમાં જ ત્યારબાદ નું સપ્તાહ દાંપત્યજીવન અને ભાગીદારી માટે શુભ રહેશે.
અભ્યાસઃ
વિદ્યાર્થી મિત્રો માટે સપ્તાહ એકંદરે અનુકૂળ રહેશે.
મિથુન રાશિ: [ક,છ,ઘ]
આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મિથુનરાશિથી છઠ્ઠા, સાતમાં, આઠમાં અને નવમાં સ્થાનમાં પરિભ્રમણ કરશે. આ સપ્તાહ દરમિયાન દરેક ક્ષેત્રે સાચવવું જરૂરી છે. માનસિક શાંતિ ન મળે અને ધારેલા કાર્યો પૂરાં ન પણ થાય.
વ્યવસાયઃ
આ સપ્તાહ દરમિયાન કાર્યક્ષેત્રમાં તમે ધારેલું ના પણ થાય કામ અટકી શકે છે. છૂપા શત્રુઓથી સાવધાન રહેવું અને કોઇની સાથે બિનજરૂરી ચર્ચામાં ન ઉતરવું સપ્તાહ નો અંતિમ દિવસ એકંદરે શુભ રહેશે. નવું કાર્ય કરવા માટે તે દિવસ શુભ.
સ્વાસ્થ્યઃ
ઉપરોક્ત જણાવ્યા અનુસાર આ સપ્તાહ સ્વાસ્થ્ય ક્ષેત્રે પણ સાચવવો ખૂબ જ જરૂરી છે શ્વાસને લગતી તથા ચામડીને લગતી બીમારી આવી શકે પૂરતી ઊંઘ લેવી જરૂરી.
દાંપત્યજીવનઃ
દાંપત્યજીવન સપ્તાહ દરમિયાન નરમ-ગરમ રહેશે ભાગીદારીમાં ખાસ સાચવવું દરેક વ્યવહારની ચોખવટ કરવી આવશ્યક.
અભ્યાસઃ
અભ્યાસ ક્ષેત્રે આ સપ્તાહ માધ્યમથી શુભ રહેશે.
કર્ક રાશિઃ [ડ,હ]
આ સપ્તાહ દરમિયાન ચંદ્ર કર્ક રાશિથી પાંચમાં, છઠ્ઠાં સાતમાં, તેમજ આઠમાં સ્થાનેથી પરિભ્રમણ કરશે. સપ્તાહની શરૂઆત શુભ રહેશે ધીમે-ધીમે કાર્યબોજ વધશે, જેનાથી માનસિક અશાંતિનો અનુભવ થશે.
વ્યવસાયઃ
ઉપર જણાવ્યા અનુસાર સપ્તાહ દરમિયાન કાર્યબોજ વધશે તેથી કાર્યક્ષેત્ર શુભ રહેશે. આવક પ્રાપ્તિનાં યોગ પણ છે, ભાગીદારી માટે સપ્તાહ મધ્યમ.
સ્વાસ્થ્યઃ
સપ્તાહ દરમિયાન આરોગ્ય સારું રહેશે, માત્ર મંગળવાર અને બુધવાર આરોગ્ય સાચવવું સપ્તાહ દરમિયાન આરોગ્ય મધ્યમથી શુભ.
દાંપત્યજીવનઃ
દાંપત્યજીવન સપ્તાહ દરમિયાન ખૂબ જ શુભ રહેશે, તમારા જીવનસાથી તરફથી સાથ અને સહકાર મળી રહેશે ભાગીદારી માટે પણ સપ્તાહ શુભ.
અભ્યાસઃ
અભ્યાસ ક્ષેત્રે સપ્તાહ શુભ રહેશે આરોગ્ય સાચવવું જરૂરી.
સિંહ રાશીઃ[મ ટ]
આ સપ્તાહ દરમિયાન સિંહ રાશિ ચંદ્ર ચોથા, પાંચમા, છઠ્ઠા, અને સાતમા, સ્થાનેથી પરિભ્રમણ કરશે માતા સાથે સંબંધ સાચવવા, નવી મિલકતનો ઉમેરો થઇ શકે, મોસાળપક્ષથી ફાયદો થઇ શકે.
વ્યવસાયઃ
કાર્યક્ષેત્રે આ સપ્તાહ શુભ રહેશે, અટકેલા કાર્યો પૂર્ણ થાય, માત્ર ગુરુવાર અને શુક્રવારે વાણી પર સંયમ રાખવો જરૂરી.બાકીનું સપ્તાહ શુભ રહેશે.રાહુ દસમાં સ્થાનથી ચાલી રહ્યો હોવાથી કાર્યક્ષેત્રે મહેનત કરવી પડશે પરંતુ ફળ ન પણ મળે.
સ્વાસ્થ્યઃ
આ સપ્તાહ દરમિયાન સ્વાસ્થ્ય સારું રહેશે, માત્ર ગુરુ અને શુક્રવારે સાચવવું બાકીનું સપ્તાહ સ્વાસ્થ્ય માટે શુભ
દાંપત્યજીવનઃ
સપ્તાહ દરમિયાન જીવનસાથી સાથે સુમેળ સારો રહે તેમના દ્વારા લાભ પણ થઈ શકે એકંદરે જીવનસાથી તથા ભાગીદારી ક્ષેત્રે સપ્તાહ શુભ રહેશે.
અભ્યાસઃ
વિદ્યાર્થી મિત્રો માટે આ સપ્તાહે અભ્યાસ ક્ષેત્રે મહેનત કરવી જરૂરી છે, સપ્તાહ અભ્યાસ ક્ષેત્રે અશુભ છે.
કન્યા રાશિઃ [પ,ઠ,ણ]
આ સપ્તાહ દરમિયાન ચંદ્ર કન્યા રાશિથી ચોથા, પાંચમાં, છઠ્ઠા તેમજ સાતમાં સ્થાનેથી ભ્રમણ કરશે, ભાઈઓ તરફથી લાભ થઈ શકશે તથા સાહસમાં વધારો થઈ શકે અને મિલકતમાં પણ વધારો થઇ શકે.
વ્યવસાયઃ
કાર્યક્ષેત્રે તમે સાહસ કરી શકો છો, અટકેલા કાર્યો આ સપ્તાહ દરમિયાન પૂરા થાય, નોકરિયાત વર્ગને પણ આ સપ્તાહ દરમિયાન પ્રમોશન મળી શકે અને તમે કરેલા કાર્યના ફળ સપ્તાહ દરમિયાન મળે.
સ્વાસ્થ્યઃ
સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ગોચર હાલ કન્યા રાશિ માટે શુભ છે, થોડી માનસિક ચિંતા રહેશે પરંતુ એકંદરે સપ્તાહ આરોગ્યક્ષેત્રે શુભ રહેશે.
દાંપત્યજીવનઃ
જીવનસાથી તરફથી પણ આ સપ્તાહ દરમિયાન લાભ મળી શકે છે, તેમનો સ્વભાવ થોડો ગરમ રહે પરંતુ તમે શાંતિથી વર્તશો.
અભ્યાસઃ
વિદ્યાર્થી મિત્રો માટે સપ્તાહ ખૂબ જ શુભ છે.
તુલા રાશિઃ [ર,ત]
આ સપ્તાહ દરમિયાન ચંદ્ર તુલારાશિ થી બીજા, ત્રીજા, ચોથા, તેમજ પાંચમાં સ્થાનમાં પરિભ્રમણ કરશે. આકસ્મિક ધનલાભ, કુટુંબ તરફથી ફાયદો થાય તેમજ પોતાના માટે ખર્ચો કરશો.
વ્યવસાયઃ
વ્યવસાય અને નોકરીની દ્રષ્ટિએ સપ્તાહ અત્યંત શુભ છે, તમે કરેલા કાર્યોનું ફળ મળશે એકંદરે સપ્તાહ વ્યવસાય માટે શુભ.
સ્વાસ્થ્યઃ
સપ્તાહની શરૂઆત છોડી બાકીનું સપ્તાહ સ્વાસ્થ્ય માટે ખૂબ જ શુભ, તેમ છતાં ચાલતી મહામારીથી બચીને રહેવું આવશ્યક છે.
દાંપત્યજીવનઃ
જીવનસાથી દ્વારા લાભ મળી રહેશે, તમારા સ્વભાવમાં થોડો બદલાવ લાવવા તમારા જીવનસાથી કોશિશ કરશે. ભાગીદારી માટે સપ્તાહ મધ્યમ.
અભ્યાસઃ
અભ્યાસની દ્રષ્ટિએ ધ્યાન રાખવું વિદ્યાર્થી મિત્રો માટે જરૂરી.
વૃશ્ચિક રાશિઃ[ન,ય]
આ સપ્તાહ દરમિયાન ચંદ્ર વૃશ્ચિકરાશિથી પહેલા, બીજા, ત્રીજા તેમજ ચોથા સ્થાનમાંથી પરિભ્રમણ કરશે, સપ્તાહની શરૂઆત હકારાત્મક થશે, આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો, પોતાના ભવિષ્યનાં કાર્યો કોઈને કહેવા નહીં.
વ્યવસાયઃ
વ્યવસાયિક લાભ થવાના સંજોગો છે, પરંતુ યોગ્ય નિર્ણયો લેવા જરૂરી, ઉતાવળિયા નિર્ણય નુકસાન થઈ શકે, નોકરિયાત વર્ગ માટે સપ્તાહ શુભ.
સ્વાસ્થ્યઃ
સપ્તાહ ખૂબ આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે. આરોગ્યક્ષેત્રે પણ સપ્તાહ શુભ રહેવાના યોગ છે. માનસિક રીતે થોડા અશાંત રહેશો પરંતુ સપ્તાહનો એક દિવસ છોડી બાકીનું સપ્તાહ શુભ.
દાંપત્યજીવનઃ
જીવનસાથીથી લાભ થવાનાં યોગો છે, થોડી તકરારો થઈ શકે પરંતુ તે મોટું સ્વરૂપ હાંસલ નહીં કરે ભાગીદારી માટે સમય શુભ.
અભ્યાસઃ
વિદ્યાર્થીમિત્રોએ પણ અભ્યાસમાં ધ્યાન રાખવું ,ઉતાવળ કરવી નહીં.
ધન રાશિઃ [ભ,ધ,ફ,ઢ]
આ સપ્તાહ દરમિયાન ચંદ્ર ધનરાશિથી બારમાં, પહેલા, બીજા તેમજ ત્રીજા સ્થાનેથી ભ્રમણ કરશે. આ સપ્તાહની શરૂઆત તમને ગમે તેવી ન પણ હોય માનસિક અશાંતિ મળે, સપ્તાહની શરૂઆત છોડી બાકીનું સપ્તાહ ઘણું શુભ.
વ્યવસાયઃ
કાર્યક્ષેત્રની દ્રષ્ટિએ સપ્તાહ શુભ છે, સપ્તાહનાં અંતમાં અવશ્ય લાભ પ્રાપ્ત થશે, ધંધાર્થે નાના-મોટા ખર્ચા કરશો, નોકરિયાત વર્ગ માટે પણ સપ્તાહની શરૂઆત સંભાળવી. બાકીનું સપ્તાહ શુભ, તમે કરેલા કાર્યોનું ફળ મળશે.
સ્વાસ્થ્યઃ
આ સપ્તાહ દરમિયાન સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ આરોગ્ય બાબતે થોડા ખર્ચા પરિવાર તરફથી આવશે સપ્તાહની શરૂઆતમાં થોડો માનસિક થાક લાગશે ત્યાર બાદ નું સપ્તાહ શુભ રહેશે.
દાંપત્યજીવનઃ
સપ્તાહ દરમિયાન જીવનસાથી તરફથી પ્રેમ અને હૂંફ મળતી રહેશે, માત્ર તમારો સ્વભાવ રવિ તેમજ સોમવારે થોડો ઉગ્ર બનશે તેથી તમારાથી ઝઘડા ન થાય તેનું ધ્યાન રાખવું ભાગીદારી માટે સમય શુભ.
અભ્યાસઃ
વિદ્યાર્થી મિત્રો માટે સપ્તાહ સાનુકૂળ રહેશે.
મકર રાશિઃ[ ખ,જ ]
આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મકરરાશિથી અગિયારમાં, બારમાં, પહેલા તેમજ બીજા સ્થાનમાં પરિભ્રમણ કરશે. સપ્તાહની શરૂઆતમાં અજાણ્યા લાભ થવાના યોગો છે. ભાઈઓ તરફથી લાભ મળશે.
વ્યવસાયઃ
કાર્યક્ષેત્રે પ્રગતિ થશે સપ્તાહમાં મંગળ અને બુધવારે કોઈ નવું કાર્ય શરૂ ન કરવું, આવકમાં વૃદ્ધિ થવાના યોગ છે, સપ્તાહનાં અંતમાં નવું સાહસ કરશો તેવી શક્યતા.
સ્વાસ્થ્યઃ
અગાઉ જણાવ્યા અનુસાર મંગળ અને બુધવારે આરોગ્યની જાળવણી લેવી માનસિક અશાંતિ મળે, બાકીનું સપ્તાહ આરોગ્ય ક્ષેત્રે ઘણું શુભ.
દાંપત્યજીવનઃ
જીવનસાથી સાથે નાની-મોટી તકરાર થઈ શકે, જતું કરવાની ભાવના રાખવી જોઈએ, ભાગીદારીમાં પણ સંભાળવું.
અભ્યાસઃ
વિદ્યાર્થી મિત્રો માટે સપ્તાહ દરમિયાન અભ્યાસમાં તકેદારી રાખવી જરૂરી.
કુંભ રાશિઃ[ગ,શ,સ]
આ સપ્તાહ દરમિયાન ચંદ્ર કુંભરાશિથી દસમાં, અગિયારમાં, બારમાં તેમજ પ્રથમ સ્થાને થી પરિભ્રમણ કરશે. સપ્તાહ એકંદરે શુભ રહેશે. દરેક ક્ષેત્રે પ્રગતિ કરશો, ગુરુવાર તેમજ શુક્રવારે નિર્ણયો લેતા ચેતવું.
વ્યવસાયઃ
કાર્યક્ષેત્રે સફળતા પ્રાપ્ત થશે, અટવાયેલા કાર્યો પૂરા થાય, કંઈક નવું સાહસ કરો તેવી શક્યતા સપ્તાહમાં ગુરુ અને શુક્રવારે નવું કાર્ય શરૂ ન કરવું બાકીનું સપ્તાહ શુભ રહેશે.
સ્વાસ્થ્યઃ
આરોગ્ય સપ્તાહ દરમિયાન સાનુકૂળ રહેશે પરંતુ યોગ્ય તકેદારી રાખવી જરૂરી છે, થોડી ચિંતા થશે આરોગ્યક્ષેત્રે થોડી રાહત મળી રહેશે.
દાંપત્યજીવનઃ
દાંપત્યજીવન પણ આ સપ્તાહ દરમિયાન અનુકૂળ રહેશે, તમારા ઉગ્ર સ્વભાવથી ગુરુવાર અને શુક્રવારે માત્ર સાચવવું બાકીનું સપ્તાહ શુભ, ભાગીદારો માટે સમય શુભ.
અભ્યાસઃ
વિદ્યાર્થી મિત્રો માટે સપ્તાહ શુભ રહેશે.
મીન રાશિઃ[દ,ચ,થ,ઝ]
આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મીન રાશિથી નવમાં, દસમાં, અગિયારમાં તેમજ બારમાં સ્થાનમાં પરિભ્રમણ કરશે. આ સપ્તાહ ઘણું શુભ નિવડશે. જો કોઈ નવું કાર્ય શરૂ કરવા માગતા હોવ તો આ સપ્તાહ દરમિયાન કરી શકશો, ભાગ્યવૃદ્ધિ થશે,તથા પિતા થી લાભ પ્રાપ્ત થશે.
વ્યવસાયઃ
આ સપ્તાહ દરમ્યાન કાર્યક્ષેત્ર વૃદ્ધિ પ્રાપ્ત થશે, ભૂતકાળમાં કરેલા કાર્યોનું ફળ આ સપ્તાહ દરમિયાન મળશે, નવા અને શુભ કાર્ય શરૂ કરવા માટે આ સપ્તાહ શુભ. માત્ર ઉતાવળિયા નિર્ણય ન લેવાય તેનું ધ્યાન રાખવું.
સ્વાસ્થ્યઃ
આરોગ્ય પણ આ સપ્તાહ દરમિયાન ઘણું જ શુભ રહેશે, પરંતુ હાલમાં ચાલતી મહામારી નાં લીધે સાવધ રહેવું જરૂરી.
દાંપત્યજીવનઃ
જીવનસાથી તેમજ ભાગીદારો દ્વારા લાભ પ્રાપ્ત થશે તેમના સાથે સંબંધો અનુકૂળ રહેશે.
અભ્યાસઃ
વિદ્યાર્થી મિત્રો માટે પણ આ સપ્તાહ ખૂબ જ શુભ.