સાપ્તાહિક રાશિ ફળ એટલે કે આખા અઠવાડિયા અથવા અઠવાડિયાનાં ભાવિની ગણતરી. તમારી રાશિનું સાપ્તાહિક રાશિ ફળ જોવા માટે નીચે આપેલી રાશિઓમાંથી પોતાની રાશિ પસંદ કરો-
સપ્તાહ દરમિયાન ચંદ્ર, કર્કરાશિ, સિંહરાશિ, કન્યારાશિ, તુલારાશિ માં પરિભ્રમણ કરશે.બાકીનાં ગ્રહોની સ્થિતિ નીચે પ્રમાણે રહેશે.
સૂર્ય- વૃશ્ચિક રાશિ
મંગળ- મીન રાશિ
બુધ- વૃશ્ચિક રાશિ
ગુરુ- મકર રાશિ
શુક્ર- તુલા રાશિ, વૃશ્ચિક[11 તારીખથી]
શની- મકર રાશિ
રાહુ- વ્રુષભ રાશિ
કેતુ- વૃશ્ચિક રાશિ.
મેષ રાશિ: જેનું નામ અ,લ,ઈ અક્ષરથી શરૂ થતું હોય
આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મેષ રાશિથી ચોથા,પાંચમા,છઠ્ઠા તેમજ સાતમાં સ્થાનેથી પસાર થશે સપ્તાહની શરૂઆત શુભ રહેશે,પરંતુ અંતમાં ધ્યાન રાખવું જરૂરી રહેશે. સપ્તાહ દરમિયાન મિલકત વસાવી શકો છો.
વ્યવસાયઃ
વ્યવસાયની દ્રષ્ટિએ સપ્તાહ માધ્યમથી શુભ નિવડશે. આત્મવિશ્વાસમાં થોડી કમી જોવા મળશે પરંતુ તમે સાહસ કરી આગળ વધી શકશો. સપ્તાહનાં અંતમાં સહ-કર્મચારી તેમજ પોતાના કારીગરો સાથે સંબંધ સાચવવા જરૂરી, તમારો સ્વભાવ થોડો ગરમ રહેશે. શુભ કાર્ય શરૂ કરવા સપ્તાહની શરૂઆત શુભ.
સ્વાસ્થ્યઃ
આ સપ્તાહની શરૂઆતમાં માતાનું સ્વાસ્થ્ય સાચવવું જરૂરી છે, સપ્તાહનાં અંતમાં તમને થોડી માનસિક અશાંતિનો અનુભવ થશે અને નિર્ણય લેવા અઘરા પડશે પરંતુ તમે તેમાંથી પોતાની બુદ્ધિથી બહાર આવશો.
દાંપત્યજીવનઃ
દાંપત્યજીવન સપ્તાહ દરમિયાન મધ્યમથી શુભ રહેશે માત્ર સપ્તાહમાં બુધવાર અને ગુરુવારે જતું કરવાની ભાવના રાખવી અને ધંધામાં ભાગીદારી હોય તો વ્યવહાર સાચવવા.
અભ્યાસઃ
વિદ્યાર્થી મિત્રો માટે આ સપ્તાહ દરમિયાન અભ્યાસનાં યોગ શુભ છે.
વૃષભ રાશિ જેનું નામ બ,વ,ઉ અક્ષર થી શરૂ થતું હોય તે
આ સપ્તાહ દરમિયાન ચંદ્ર વૃષભ રાશિથી ત્રીજા,ચોથા,પાંચમા અને છઠ્ઠા સ્થાનમાં પરિભ્રમણ કરશે. સપ્તાહ દરમિયાન તમે નવા પરાક્રમ તેમજ સાહસ કરી શકો છો અને ભાઈઓ થી ફાયદો થઈ શકે છે, આ સપ્તાહ તમારા માટે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે.
વ્યવસાયઃ
વ્યવસાયની દ્રષ્ટિએ આ સપ્તાહ શુભ રહેશે તમે ધંધામાં ખર્ચો કરી શકો છો અને નવી મિલકત પણ ઉમેરી શકો. માત્ર સપ્તાહનાં અંતમાં ધ્યાન રાખવું બાકીનું સપ્તાહ શુભ છે.
સ્વાસ્થ્યઃ
સપ્તાહ દરમિયાન આરોગ્ય સાચવવું જરૂરી છે, ખાસ કરીને તમારી માતાનું ધ્યાન રાખવું, સ્વાસ્થ્યમાં પણ ખર્ચો થઈ શકે છે.
દાંપત્યજીવનઃ
સપ્તાહ દરમિયાન જીવનસાથી દ્વારા સાથ સહકાર મળી રહેશે, માત્ર ગુરુવાર પછી જતું કરવાની ભાવના રાખવી તમારા સ્વભાવથી કોઈને ખોટું ન લાગે તેનું પણ ધ્યાન રાખવું. ભાગીદારી માટે સપ્તાહ શુભ.
અભ્યાસઃ
વિદ્યાર્થી મિત્રો માટે સપ્તાહની શરૂઆત શુભ છે પરંતુ અંતમાં ધ્યાન રાખવું જરૂરી છે.
જેનું નામ ક,છ,ઘ અક્ષરથી શરૂ થતું હોય તે
મિથુન રાશિથી આ સપ્તાહ દરમિયાન ચંદ્ર બીજા, ત્રીજા, ચોથા, તેમજ પાંચમા સ્થાનમાં ભ્રમણ કરશે સપ્તાહ દરમિયાન આવકનાં સારા યોગ છે, પરંતુ રાહુ તમારી રાશિથી બારમાં સ્થાન પરથી પસાર થતો હોવાથી માનસિક અશાંતિ લાગશે અને અણધારી મુસીબત પણ આવી શકે છે.
વ્યવસાયઃ
આ સપ્તાહ દરમિયાન વ્યવસાય સંદર્ભે સારા યોગ છે. નવા અને આકરા નિર્ણય લેશો, કોઈના જોડે કામ વગરની ચર્ચાના કરવી અને નોકરિયાત વર્ગ માટે સપ્તાહ શુભ, પરંતુ તમે કરેલા મહેનતનું ફળ હાલ નહીં મળે.
સ્વાસ્થ્યઃ
સપ્તાહ દરમિયાન તમારું તથા તમારા પરિવારનું આરોગ્ય સાચવવું જરૂરી છે, આરોગ્યક્ષેત્રે સપ્તાહ મધ્યમ થી શુભ રહેશે.
દાંપત્યજીવનઃ
જીવનસાથી સાથે વ્યવહાર શુભ રહેશે તેમના દ્વારા ફાયદો થઈ શકે છે, ધાર્મિકતા માં વધારો થઈ શકે છે સાથે જ દરેક દેવાની ચોખવટ કરવી જરૂરી છે.
અભ્યાસઃ
વિદ્યાર્થી મિત્રો માટે સપ્તાહ અભ્યાસ માટે ઘણું શુભ છે, મિત્રોથી લાભ થઈ શકે.
જેનું નામ થી ડ,હ અક્ષર થી શરૂ થતું હોય તે
કર્ક રાશિથી આ સપ્તાહ દરમિયાન ચંદ્ર પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ સ્થાનમાં પરિભ્રમણ કરશે આ સપ્તાહ આત્મવિશ્વાસથી ભરપૂર પસાર થશે આવકના સારા યોગ છે, થોડી આળસ આવશે જેમાંથી નીકળવું જરૂરી છે તોજ સફળતા મળશે. પિતા તરફથી લાભ પ્રાપ્ત થાય તેવા યોગ છે.
વ્યવસાયઃ
આ સપ્તાહ દરમિયાન તમારી નિર્ણયશક્તિ સારી રહેશે તેથી ધંધામાં સારા નિર્ણય લઈ શકશો અને નોકરિયાત વર્ગો માટે પણ પોતાની મહેનતનું ફળ મળી શકે છે.
સ્વાસ્થ્યઃ
સપ્તાહ દરમિયાન સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ હાલમાં ચાલતી મહામારી નાં લીધે સંભાળવું જરૂરી છે.
દાંપત્યજીવનઃ
સપ્તાહ દરમિયાન દાંપત્યજીવન શુભ રહેશે અને તેમના તરફથી સારો સહકાર મળતો રહેશે, ભાગીદારી માટે પણ સપ્તાહ શુભ.
અભ્યાસઃ
અભ્યાસમાં વિદ્યાર્થી મિત્રોને થોડી તકલીફ આવી શકે છે, પરંતુ મહેનત કરવાથી લાભ પ્રાપ્ત થશે.
મ,ટ અક્ષર પરથી શરૂ થતું હોય તે
આ સપ્તાહ દરમિયાન ચંદ્ર સિંહ રાશિથી બારમાં, પહેલા બીજા સ્થાનેથી ભ્રમણ કરશે. સપ્તાહના પહેલા દિવસ એટલે કે રવિવારે ખાસ ધ્યાન રાખવું, ગુસ્સો આવશે અને ન ચાહતા પણ કોઈના જોડે લડિ લેશો સપ્તાહની શરૂઆત છોડી આગળનું સપ્તાહ ખૂબ જ શુભ. બચત થશે અને ભાઈઓ થી પણ લાભ થવાના યોગો છે.
વ્યવસાયઃ
અગાઉ જણાવ્યા અનુસાર વ્યવસાય કે નોકરીમાં પણ વાણી પર ધ્યાન રાખવું જરૂરી છે, બોલવાથી સંબંધો બગડી શકે છે માટે વ્યાપારિક સંબંધો વાણી દ્વારા બગડે નહીં તેનું ધ્યાન રાખવું. સપ્તાહની શરૂઆત છોડી બાકીનું સપ્તાહ શુભ રહેશે.
સ્વાસ્થ્યઃ
આરોગ્યનું ધ્યાન રાખવું જરૂરી એકંદરે આરોગ્યની દ્રષ્ટિએ સપ્તાહ શુભ રહેશે, માત્ર શરૂઆતના દિવસમાં માનસિક અશાંતિ લાગશે ત્યાર બાદ શુભ રહેશે.
દાંપત્યજીવનઃ
દાંપત્યજીવન મધ્યમ રહેશે તમારો સ્વભાવ થોડો ગરમ રહે, પરંતુ જતું કરવાની ભાવના રાખવી જરૂરી છે. ભાગીદાર હોય તો તેમની સાથે વ્યવહાર યોગ્ય રહેશે.
અભ્યાસઃ
વિદ્યાર્થી મિત્રો માટે અભ્યાસ મધ્યમથી શુભ રહેશે તેવા યોગ છે.
જેનું નામ પ,ઠ,ણ, અક્ષર પરથી શરૂ થતું હોય તે
કન્યા રાશિથી આ સપ્તાહ દરમિયાન ચંદ્ર અગિયારમાં બારમા, પહેલા, અને બીજા સ્થાન પર થી પરિભ્રમણ કરશે સપ્તાહની શરૂઆતમાં અણધાર્યા લાભ થાય તેવા સંકેત છે. સાત તારીખ થી નવ તારીખ સુધી માનસિક શાંતિ ન મળે, કાર્યબોજ વધે અને થોડો ગુસ્સો રહેશે ત્યારબાદ નું સપ્તાહ શુભ.
વ્યવસાયઃ
વ્યવસાયિક દૃષ્ટિએ સપ્તાહ શુભ રહેશે તમે નવા નિર્ણયો લઇ શકો છો, અટકેલા કાર્ય પૂરા થઈ શકે નોકરિયાત વર્ગ માટે પણ સપ્તાહ શુભ સાબિત થશે, થોડો ભાર કાર્ય પર સપ્તાહ દરમિયાન રહેશે.
સ્વાસ્થ્યઃ
તારીખ 7 થી 9 આરોગ્યનું ધ્યાન રાખવું બાકીનું સપ્તાહ શુભ છે એકંદરે સપ્તાહ આરોગ્યની દ્રષ્ટિએ મધ્યમથી શુભ રહેશે.
દાંપત્યજીવનઃ
જીવનસાથી સાથે સંબંધ સારા રહેશે તેમના તરફથી સહકાર અને લાભ મળશે. ભાગીદારી માટે પણ સપ્તાહ શુભ.
અભ્યાસઃ
વિદ્યાર્થી મિત્રો માટે સપ્તાહ અભ્યાસની દ્રષ્ટિએ શુભ.
જેનું નામ ર, ત, અક્ષર પરથી શરૂ થતું હોય તે
તુલા રાશિથી આ સપ્તાહ દરમિયાન ચંદ્ર દસમાં, અગિયારમાં, બારમાં તેમજ પ્રથમ સ્થાન પરથી પરિભ્રમણ કરશે. સપ્તાહની શરૂઆત શુભ રહેશે, પિતા તરફથી લાભ મળી શકે અને કાર્ય ક્ષેત્રે લાભ થાય તેવા યોગ છે.
વ્યવસાયઃ
વ્યવસાયિક રીતે આ સપ્તાહ અત્યંત શુભ રહેશે, ઘણા અણધારેલા કાર્યો પૂરા થાય અને નજીકના વ્યક્તિ દ્વારા અણધાર્યો લાભ પ્રાપ્ત થશે માત્ર 9 થી 11 તારીખ સુધી સ્વભાવ શાંત રાખવો જરૂરી.
સ્વાસ્થ્યઃ
સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આરોગ્ય શુભ રહેશે માત્ર સપ્તાહનાં અંત ભાગમાં પોતાનું તથા પરિવારનું ધ્યાન રાખવું જરૂરી.
દાંપત્યજીવનઃ
દાંપત્ય જીવન સારું રહે તેમના તરફથી લાભ મળે અગાઉ જણાવ્યા અનુસાર સપ્તાહના અંત ભાગમાં થોડો સ્વભાવ બગડે અને અણધાર્યા ઝઘડા થઈ શકે માટે ધ્યાન રાખવું જરૂરી. ભાગીદારીમાં ધ્યાન રાખવું જરૂરી છે.
અભ્યાસઃ
વિદ્યાર્થી મિત્રો માટે આ સપ્તાહ શુભ નિવડે તેવા યોગ છે.
જેનું નામ ન, ય, અક્ષર પરથી શરૂ થતું હોય તે
આ સપ્તાહ દરમિયાન ચંદ્ર રાશિથી નવમાં, દસમાં, અગિયારમાં, તેમજ બારમાં સ્થાન પરથી પરિભ્રમણ કરશે.આ સપ્તાહ દરમિયાન ભાગ્યનો સાથ મળશે અને અટવાયેલા કાર્યો પૂરા થાય આત્મવિશ્વાસ આ સપ્તાહ દરમિયાન સારો રહેશે.
વ્યવસાયઃ
કાર્યક્ષેત્રે સપ્તાહની શરૂઆત ઘણી શુભ રહેશે સપ્તાહ દરમિયાન અધુરાકાર્ય પૂર્ણ થશે માત્ર સપ્તાહનાં અંતમાં વ્યવસાય પાછળ ખર્ચ કરવો પડશે અને માનસિક અશાંતિ રહેશે તેનું ધ્યાન રાખવું.
સ્વાસ્થ્યઃ
સપ્તાહ દરમિયાન પોતાનાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે,તમને સપ્તાહના અંતમાં થોડી તબિયત ખરાબ થઈ શકે છે, જેની ખાસ કાળજી લેવી.
દાંપત્યજીવનઃ
જીવનસાથી સાથે સંબંધો સાચવવા જરૂરી એટલે કે નાની-મોટી બોલચાલ થઈ શકે અને ખાસ કરીને ભાગીદાર હોય તો તેમાં દરેક બાબતની સ્પષ્ટતા કરવી.
અભ્યાસઃ
વિદ્યાર્થી મિત્રો માટે આ સપ્તાહ શુભ છે, મહેનત કરવી પડશે પરિણામ મળશે.
જેનું નામ ભ, ધ, ફ, ઢ, અક્ષર પરથી શરૂ થતું હોય તે
ધન રાશિથી આ સપ્તાહ દરમિયાન ચંદ્ર આઠમાં, નવમાં, દસમાં, તેમજ અગિયારમાં સ્થાનમાં ભ્રમણ કરશે સપ્તાહની શરૂઆત તમને ગમે તેવી ન પણ થાય, તો થોડી માનસિક અશાંતિનો અનુભવ થશે ત્યારબાદનું આખું સપ્તાહ શુભ રહેશે.
વ્યવસાયઃ
સપ્તાહની શરૂઆત એટલે કે રવિવાર અને સોમવાર છોડી વ્યાવસાયિક રીતે પ્રગતિ કરશો નવો ધંધો પણ ચાલુ કરી શકો છો, અટવાયેલા કાર્યો પણ આ દિવસોમાં પુર્ણ થશે અને અણધાર્યો લાભ પણ મળી શકે છે.
સ્વાસ્થ્યઃ
આરોગ્ય સાચવવું ખૂબ જરૂરી આ સપ્તાહમાં તો ખરી જ પણ આ વર્ષ દરમિયાન આરોગ્ય સાચવવું આરોગ્ય બાબતે ખર્ચા થશે.
દાંપત્યજીવનઃ
સપ્તાહ દરમિયાન જીવનસાથીનો પ્રેમ હૂંફ મળી રહેશે અને તેથી તમે જીતી શકશો. ભાગીદારીમાં ધ્યાન રાખવું જરૂરી.
અભ્યાસઃ
અભ્યાસની દ્રષ્ટિએ વિદ્યાર્થી મિત્રો માટે સપ્તાહ શુભ છે.
જેનું નામ ખ, જ, અક્ષર થી શરૂ થતું હોય તે
આ સપ્તાહ દરમિયાન મકરરાશિથી ચંદ્ર સાતમાં, આઠમાં, અને નવમાં, દસમાં સ્થાનમાં પરિભ્રમણ કરશે, સપ્તાહની શરૂઆત થી જ કાર્યબોજ લાગશે, ધારેલા કાર્યો પૂરાં ન પણ થઈ શકે, તમારી ભૂલોમાંથી નવું શીખવા મળશે.
વ્યવસાયઃ
કાર્યક્ષેત્રની દ્રષ્ટિએ સપ્તાહ અત્યંત વ્યસ્ત રહેવાનું છે, બની શકે કે સપ્તાહના શરૂઆતમાં માનસિક શાંતિ ન પણ મળે પરંતુ તમે કરેલા કાર્યોનું સપ્તાહનાં અંતમાં પરિણામ દેખાશે.
સ્વાસ્થ્યઃ
સપ્તાહ દરમિયાન સ્વાસ્થ્ય પર ધ્યાન નહીં રાખી શકો પરંતુ સાચવવું જરૂરી રહેશે, તબિયત ખરાબ થવાનાં યોગ બને છે, જેથી સપ્તાહની શરૂઆતમાં આરોગ્ય સાચવવું.
દાંપત્યજીવનઃ
આ સપ્તાહ દરમિયાન જીવનસાથી સાથે મનમેળ સારો રહેશે અને લાભ પણ પ્રાપ્ત થશે બંનેની ધાર્મિકતામાં વધારો થશે. ભાગીદારી માટે પણ સપ્તાહ શુભ.
અભ્યાસઃ
વિદ્યાર્થીમિત્રોએ અભ્યાસમાં તકેદારી રાખવી જરૂરી.
જેનું નામ શરૂ ગ,સ,શ થતું હોય તે
આ સપ્તાહ દરમિયાન ચંદ્ર કુંભ રાશિથી છઠ્ઠા, સાતમાં, આઠમાં, તેમજ નવમાં સ્થાનેથી પરિભ્રમણ કરશે, આ સપ્તાહમાં પોતાની જાત પર સંયમ રાખવો જરૂરી રહેશે, માનસિક અશાંતિનો અનુભવ થશે.
વ્યવસાયઃ
વ્યવસાયથી લઈને દરેક બાબતે આ સપ્તાહમાં સંભાળવું જરૂરી છે, કોઇપણ પ્રકારના નિર્ણયો લેવા નહીં અને અણધાર્યું સાહસ ન કરવું, આ સપ્તાહ શુભ ન જાય તેવું છે. સપ્તાહનો અંત સારું જશે તેથી નવું કાર્ય સપ્તાહના અંતમાં શરૂ કરવું.
સ્વાસ્થ્યઃ
આરોગ્ય સંભાળવું પૂરતી કાળજી લેવી જરૂરી છે, સપ્તાહ દરમિયાન આરોગ્યનાં સારા યોગ નથી અંત ભાગ ઘણો શુભ રહેશે.
દાંપત્યજીવનઃ
અગાઉ જણાવ્યા અનુસાર તમારા સ્વભાવમાં થોડો બદલાવ જોવા મળે જેથી ગુસ્સામાં વધારો થાય, તેથી જીવનસાથી સાથે સારી રીતે વર્તવું હિતાવહ છે, ભાગીદારો સાથે દરેક બાબતની સ્પષ્ટતા કરવી જરૂરી.
અભ્યાસઃ
વિદ્યાર્થી મિત્રોએ પણ અભ્યાસમાં આ સપ્તાહ દરમિયાન કાળજી રાખવી જરૂરી.
જેનું નામ દ, ચ, થ, ઝ, અક્ષર પરથી ચાલુ થતું હોય તે
મીન રાશિથી ચંદ્ર સપ્તાહ દરમિયાન પાંચમાં, છઠ્ઠા, સાતમાં, આઠમાં, સ્થાનમાં પરિભ્રમણ કરશે.સપ્તાહ દરમિયાન સ્વભાવ થોડો ગરમ રહે અને તમે ઉતાવળિયા નિર્ણય લઈ શકો છો, જેનાથી આગળ જતાં પસ્તાવું પડે માટે ઉતાવળમાં આ સપ્તાહ દરમિયાન કોઈ પણ પગલું ન ભરવું.
વ્યવસાયઃ
અગાઉ જણાવ્યા અનુસાર નવું કાર્ય કરવા માટે આ સપ્તાહ યોગ્ય નથી સ્વભાવ થોડો ગુસ્સાવાળો રહે, માટે વ્યવસાયિક સંબંધો સાચવવા જરૂરી.
સ્વાસ્થ્યઃ
આરોગ્યક્ષેત્રે સપ્તાહ મધ્યમથી શુભ રહેશે. પોતાનું તથા પોતાના પરિવારનું આરોગ્ય સાચવવું.
દાંપત્યજીવનઃ
આ સપ્તાહ દરમિયાન જીવન સાથી દ્વારા અણધાર્યો લાભ મળી શકે છે, તમારે જતું કરવાની ભાવના રાખવી પડશે ભાગીદારી માટે સપ્તાહ મધ્યમ.
અભ્યાસઃ
વિદ્યાર્થી મિત્રો માટે આ સપ્તાહ શુભ નિવડશે
ખૂબ સરસ રાશિફળ…