“આને કહેવાય કિસ્મત” KBCમાં 1 કરોડ જીતનાર IPS મહિલા એ કર્યું ટ્વીટ

  • KBCમાં 1 કરોડ જીત્યા બાદ એક નાની મેગીમાં બે મસાલા
  • IPS મોહિતાનું ટ્વીટ થઈ રહ્યું છે વાઇરલ

મનોરંજન: કૌન બનેગા કરોડપતિ 12 (KBC 12)માં IPS અધિકારી મોહિતા શર્મા ગર્ગ 1 કરોડ જીત્યા. આ સાથે KBCને આ સિઝનમાં બીજા કરોડપતિ મળ્યાં. જમ્મુ-કાશ્મીરમાં તૈનાત આઈપીએસ અધિકારી મોહિતા શર્મા મોટી રકમ જીત્યા પછી ચોક્કસપણે ખૂબ ખુશ છે.

કરોડપતિ બન્યા પછી તેણે 10 રૂપિયાની મેગી ખરીદી હતી. તેમાંથી બે મસાલા પેકેટ નીકળ્યાં હતા. તે તેને જોઇને વધુ ખુશ થયાં. દરેકને આશા હોય છે કે જીવનમાં “કુછ એકસ્ટ્રા મિલે ”  પરંતુ આ સ્વપ્ન મોહિતા શર્માનું સાકાર થયું.

IPS અધિકારી મોહિતા શર્માએ એક સુંદર પોસ્ટ પોસ્ટ કરી. તેઓએ કહ્યું કે પેકેટમાં તેમને બે પાઉચ મળી આવ્યા છે. તેણીએ એમ પણ લખ્યું હતું કે ભગવાન આજે તેમનાં પર દયાળુ છે અને તેણે ક્યારેય વિચાર્યું પણ નથી કે તે આટલી ભાગ્યશાળી હશે. તેમણે લખ્યું, ‘KBC12 જીત્યા બાદ 1 મેગી પેકેટમાં 2 મસાલા પાઉચ મળી આવ્યા. ક્યારેય વિચાર્યું ન હતું કે તે હું આટલું નસીબદાર છું. ભગવાન આજે મારા પર દયાળુ છે.

તેનું આ ટ્વીટને લોકો સારી રીતે પસંદ લારી રહયાછે.  તેણે આ પોસ્ટ 18 નવેમ્બરના રોજ કરી હતી. અત્યાર સુધીમાં 4 હજારથી વધુ લાઈક્સ અને ઘણી કોમ્મેંટ્સ આવી છે. લોકો આ પોસ્ટ પર રમુજ કરી રહ્યા છે કોઈ IPSની નસીબના વખાણ કરી રહ્યાં છે જ્યારે અમુક લોકો પોતાની કિસ્મત માટે દૂ:ખ વ્યકત કરી રહ્યા છે.

Leave a Comment