- પ્રજાસતાક દિવસ નિમિતે યોજાનાર કાર્યક્રમના મુખ્ય અતિથિ બોરિસ જોનસન હશે
- બ્રિટનનાં વિદેશ મંત્રી ડોમિનિક રાબે મંત્રી એસ જયશંકર સાથે મંગળવારે વાતચીતમાં આ માહિતી આપી
નેશનલ: બ્રિટનનાં પ્રધાનમંત્રી બોરિસ જોનસન આ વર્ષે પ્રજાસતાક દિવસ નિમિતે યોજાનાર કાર્યક્રમના મુખ્ય અતિથિ હશે. તેમણે આ માટે ભારતના આમંત્રણનો સ્વીકાર કર્યો છે. બ્રિટનનાં વિદેશ મંત્રી ડોમિનિક રાબે ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મંગળવારે પ્રતિનિધિ સ્તરની વાતચીતમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે મને ખુશી છે કે ભારત તરફથી ગણતંત્ર દિવસ સમારોહમાં ભાગ લેવા મોકલવામાં આવેલા આમંત્રણને PM જોનસનને સ્વીકાર્યું છે. આ અમારા માટે ખુશીની વાત છે. આ સાથે PM જોનસનને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આગામી વર્ષ બ્રિટનનાં નેતૃત્વ હેઠળ યોજાનાર G-7 સમિટમાં ભાગ લેવા આમંત્રણ મોકલ્યુ છે.
ડોમિનિક રાબ સોમવારે ચાર દિવસના પ્રવાસ પર ભારત આવ્યા છે. વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપી કે મંગળવારે વિદેશ મંત્રી એસ જયશંકરે બ્રિટનનાં વિદેશ મંત્રીનું સ્વાગત કર્યું હતું. બન્ને વચ્ચેની મુલાકાતનો એજન્ડો પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દા પર વાતચીત કરવાનો છે.
બોરિસ જ્હોન્સનની બ્રિટનની સત્તા સંભાળ્યા બાદ આ પહેલી ભારત યાત્રા હશે. ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે, “બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોન્સનનું દેશના પ્રજાસત્તાક દિવસ સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થવાનું નિમંત્રણ સ્વીકારવું ભારત અને બ્રિટનનાં સંબંધોમાં નવા યુગનું પ્રતીક હશે.”