આજે 7:30એ વાનખેડે સ્ટેડિયમમાં બે કિંગ્સની જંગ

  • ચેન્નઇ જીતનું ખાતું ખોલવા અને પંજાબ જીતને બનાવી રાખવા ઉતરશે મેદાને

IPL: આઈપીએલ 14ની 8મી મેચમાં બે કિંગ્સ ટીમ જોવા મળશે સામસામે. ચેન્નઇ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સાંજે 7:30એ મેચ જોવા મળશે. ચેન્નઇ પહેલી મેચ દિલ્હી સામે હારી હતી, જ્યારે પંજાબ તેની પહેલી મેચ રાજસ્થાન સામે જીતી હતી.

CSK vs PBKS ના આંકડા શું કહે છે.
આઈપીએલ ના રેકોર્ડ મુજબ ચેન્નઇ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે અત્યાર સુધીમાં (2008 to 2020) 23 મેચ જોવા મળી છે. જેમાં CSK 14 વખત જીતી છે. અને PBKS 9 મેચ જીત્યું છે( આમાં એક મેચ ટાઇ થઇ હતી જેમાં પંજાબે સુપર ઓવરમાં જીત મેળવી હતી). છેલ્લી 5 મેચમાં ચેન્નઇ 4 મેચ જીત્યું છે.

આજની મેચમાં ધોની એ કેપ્ટનસી સાથે બેટિંગમાં પણ પોતાનાં જૂના ફોર્મમાં આવવું પડશે. ચેન્નઇએ પહેલી મેચમાં 7 વિકેટ ગુમાવી 188 રન કર્યા હતા. જેમાં 54 રન સુરેશ રૈનાએ, 36 મોઈન અલીએ અને 34 રન સેમ કુરેનએ કર્યા હતા. આ સાથે ધોની, ડુ પ્લેસી અને ઋતુરાજ તેમના બેટિંગ અંદાજમાં જોવા નહોતા મળ્યા.

પહેલી મેચમાં પંજાબે જીતને સાથે પોતાને નામે કરી હતી.
પંજાબ કિંગ્સ પહેલી મેચમાં 6 વિકેટ ગુમાવી 221 રન બનાવ્યા હતા જોકે રાજસ્થાન પાસેથી જીત મુશ્કેલીથી મેળવી હતી. PBKS ના કે.એલ રાહુલે 50બોલમાં 91 રન, ક્રિસ ગેઈલ 28 બોલમાં 40 રન અને દીપક હુડ્ડા એ 28 બોલમાં 64 રન કર્યા હતા. પંજાબની બોલિંગ ચિંતાજનક જેવી લાગી રહી છે. કેમ કે રાજસ્થાનનાં કેપ્ટન સંજુ સેમસન એ 63 બોલમાં 119રન કર્યા હતા. જોકે રાજસ્થાન 4 રન માટે મેચ હરી ગયું હતું. પરંતુ પંજાબ ટીમે જાય રિચર્ડસન (14 કરોડ) અને રિલે મેરેથીડ(8 કરોડ) પર 22 કરોડ ખર્ચ કર્યા છે. જે ખર્ચ ખુબજ અસરકારક નીવડ્યો નથી.

પંજાબ કિંગ્સ :

કેએલ રાહુલ (કેપ્ટન), મયંક અગ્રવાલ, ક્રિસ ગેઇલ, મનદીપ સિંહ, પ્રભાસિમરન સિંહ, નિકોલસ પૂરન, સરફરાઝ ખાન, દિપક હૂડા, મુરુગન અશ્વિન, રવિ બિશ્નોઇ, હરપ્રીત બરાર, મોહમ્મદ શમી, અરશદીપ સિંહ, ઇશાન પોરેલ, દર્શન નાલકંડે, ક્રિસ જોર્ડન, ડેવિડ મલાન, જય રિચાર્ડસન, શાહરૂખ ખાન, રિલે મેરિડિથ, મોઇઝ્સ હેનરિક્સ, જલજ સક્સેના, ઉત્કર્ષ સિંઘ, ફેબિયન એલન અને સૌરભ કુમાર.

ચેન્નઇ સુપર કિંગ્સ :

મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન), સુરેશ રૈના, અંબાતી રાયડુ, કે એમ આસિફ, દીપક ચાહર, ડેવેન બ્રાવો, ફાફ ડુ પ્લેસી, ઇમરાન તાહિર, એન જગદીશન, કર્ણ શર્મા, લૂંગી નગિદી, મિલેશ સેન્ટનેર, રવીન્દ્ર જાડેજા, ઋતુરાજ ગાયકવાડ, શાર્દુલ ઠાકુર, સેમ કરન, આર સાઈ કિશોર, મોઈન અલી, કે ગૌતમ, ચેતેશ્વર પૂજારા, હરિશંકર રેડ્ડી, ભાગનાથ વર્મા, સી હરી નિશાંત.

Related posts

Leave a Comment