- તમે કઈ વેક્સિન લીધી છે એ તમને ખબર પડશે
- તમે કઈ તારીખે વેક્સિન લીધી છે એ તમને ખબર પડશે
- તમે ક્યાં સ્થળેથી વેક્સિન લીધી છે એ પણ ખબર પડશે
કોરોનાને ફેલાતો અટકાવવા કોરીનાની વેક્સિન લેવી અત્યંત જરૂરી બને છે જેનું પરિણામ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે કોરોનાનાં કેસોમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. માટે કોરોનાની વેક્સિન મેળવી લેવું જરૂરી થઈ પડે છે. આ સાથે કોરોનાની વેક્સિન લીધા પછી પણ ઘણાને જાણ નથી કે કઇ રીતે સર્ટિફિકેટ મેળવવું તો જાણો આ પ્રમાણે મળે છે કોરોનાનું પ્રમાણપત્ર
લોકો google માં covid certificate અથવા Vaccine Certificate નામ સર્ચ કરતા હોય છે તો પણ ગૂગલ સાચી દિશામાં લઈ જતું નથી. આનાં બદલે તમે ગૂગલમાં સર્ચ કરો Self Registration અને ત્યારબાદ આપની સમક્ષ https://selfregistration.cowin.gov.in/ ની લીંક દેખાશે માટે આપે એમાં ક્લિક કરી દેવું.
સેલ્ફ રજિસ્ટ્રેશનનું પેજ ખુલ્યા બાદ સામે દેખાતા Registration and Sing ln for Vaccination ના નીચેનાં બોક્ષમાં આપનો મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે.
મોબાઈલ નંબર એન્ટર કર્યા બાદ 180 જેટલા સેકન્ડમાં આપનો OTP અપલોડ કરવાનો રહેશે અને પછી આપનું રજિસ્ટ્રેશન એકાઉન્ટ આપની સામે હશે.
રજિસ્ટ્રેશન એકાઉન્ટ ખુલ્યા બાદ જો આપે વેક્સિન સ્થળ પર આપનું રજિસ્ટ્રેશન અને આપની હાજરી નોંધાવી હશે તો જ આપનું સર્ટિફિકેટ દેખાશે. સર્ટિફિકેટ મળ્યું હશે તો લીલા રંગની સ્ક્રીનમાં આપની સમક્ષ દેખાઈ જાશે.
સર્ટિફિકેટ બાબતે આપના કોઈ પ્રશ્નો હોય તો આપ કૉમેન્ટ બોક્ષમાં અથવા વોટ્સએપ દ્વારા પણ અમારો સંપર્ક કરી શકો છો.