જામનગરમાં કોરોનાનાં કેસમાં અધધ…. વધારો

બિનજરૂરી રીતે ઘરની બહાર ન નિકળવા જિલ્લા કલેકટર દ્વારા અપીલ. કોરોનાના વધતાં સંક્રમણ ને ધ્યાને લઇ કલેકટરનો શહેરીજનો જોગ વધુ એક સંદેશ આપ્યો છે, આજે 03 વાગ્યા સુધીમાં 124 પોઝિટીવ કેસ નોંધાયા. જામનગરમાં કોરોનાનું સંક્રમણ વધતા ટેસ્ટીંગ પ્રક્રિયા પણ વધારવામાં આવી છે. ગઈકાલે એક જ દિવસમાં શહેરી વિસ્તારમાં 1,470 અને ગ્રામ્ય વિસ્તારમાં 1,939  મળી કુલ 3,409  લોકોનાં કોરોનાલક્ષી ટેસ્ટીંગ કરવામાં આવ્યા હતાં. જિલ્લામાં ગત્ સાંજ સુધીમાં કુલ 4,57,524 લોકોનાં કોરોનાનાં ટેસ્ટીંગ કરી લેવામાં આવ્યા છે, જ્યારે શહેરમાં ગઈકાલ સુધીમાં કુલ 8,625 અને ગ્રામ્ય વિસ્તારમાં 2,833  પોઝિટિવ કેસ નોંધાયા છે.

વર્ષ 2021નો રેકોર્ડ તૂટયો છેલ્લા 24 કલાકમાં કોરોના બેકાબૂ, 89,129 નવા કેસ નોંધાયા, 714 લોકો મૃત્યુ પામ્યા

નેશનલ: ભારતમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ બની ગઈ છે. છેલ્લા 24 કલાકમાં COVID-19નાં 89,129 નવા કેસ નોંધાયા. દેશમાં સંક્રમણનો કુલ આંક વધીને 12,392,260 થઈ ગયો છે. છેલ્લા સાત મહિનામાં નોંધાયેલા આ સૌથી વધુ તાજેતરનાં કિસ્સા છે. આંકડા અનુસાર 20 સપ્ટેમ્બર 2020નાં એક દિવસમાં સંક્રમણના 92,605 થી વધુ નવા કેસ નોંધાયા હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શનિવારે સવારે આઠ વાગ્યે જારી કરેલા આંકડા અનુસાર સંક્રમણને લીધે વધુ 714 લોકોનાં મોત થયા હતા. મૃત્યુની સંખ્યા વધીને 1,64,110 થઈ ગઈ છે. આ પહેલા 21 ઓક્ટોબરે 24 કલાકમાં સંક્રમણને કારણે મૃત્યુનાં 717 કેસો નોંધાયા હતા. મળતી…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના સંક્રમણ નિયંત્રણ અંગે આઠ રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજી સમીક્ષા કરી

નેશનલ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના સંક્રમણ નિયંત્રણ અને સારવાર સુવિધા અંગે આઠ રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ સાથે વિડીયોકોન્ફરન્સ યોજી સમીક્ષા કરી. PM નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોના સંક્રમણના વધતા વ્યાપ તેમજ રાજ્યો દ્વારા સંક્રમણ નિયંત્રણ અને સારવાર સુવિધા અંગે માર્ગદર્શન આપવા 8 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ બેઠક યોજી હતી. આ બેઠકમાં કેન્દ્રિય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. CM વિજય રૂપાણીએ આ બેઠકમાં ગાંધીનગરથી સહભાગી થતાં ગુજરાતમાં દિવાળીના તહેવારો પછી કોરોના સંક્રમણ કેસોમાં થયેલા વધારા સામે રાજ્ય સરકારની આરોગ્ય સુવિધા અને સારવાર વ્યવસ્થાની વિસ્તૃત જાણકારી આપી હતી. CM વિજય…