નેશનલ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે લોકો અને દેશના સપના અલગ નથી અને દેશની પ્રગતિમાં જ આપણી પ્રગતિ રહેલી છે. આ લાગણી અને સમજણ નૂતન ભારતમાં લોકોની સૌથી મોટી તાકાત બની રહી છે. આજે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ થી સ્વર્ણિમ ભારત તરફ કાર્યક્રમના રાષ્ટ્રીય લોકાર્પણ સમારોહને સંબોધિત કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશને દરેકના સહયોગ અને પ્રયાસોની જરૂર છે. એવી વ્યવસ્થા વિકસાવવાની જરૂર છે જેમાં ભેદભાવ માટે કોઈ સ્થાન ન હોય અને જે સમાનતા અને સામાજિક ન્યાયના પાયા પર હોય. તેમણે કહ્યું, દેશ એક નવા ભારતનો સાક્ષી છે…
Tag: narendra modi
પીએમ મોદીએ કોરોના રસીનો બીજો ડોઝ લીધો, કહ્યું – વાયરસને હરાવવા રસી લેવી જરૂરી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કોવિડ -19ની રસીનો બીજો ડોઝ લીધો વડા પ્રધાને પણ પોતાને રસી અપાવતી તસવીર પોસ્ટ કરી હતી નેશનલ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દિલ્હીના એઈમ્સમાં કોવિડ -19 રસીનો બીજો ડોઝ લીધો અને કોરોના વાયરસ સામે વહેલી તકે રસીકરણ માટે પાત્ર તમામ લોકોને રસી અપાવવા અપીલ કરી. રસીનો પ્રથમ ડોઝ 1 માર્ચે વડા પ્રધાને લીધો હતો. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું કે, ‘આજે એઈમ્સમાં કોવિડ -19 રસીનો બીજો ડોઝ લીધો. રસીકરણ એ વાયરસને પરાજિત કરવાની એક રીત છે. જો તમે રસી લેવાને પાત્ર છો, તો વહેલી તકે રસી…
છત્તીસગઢમાં માઓવાદી હુમાલામાં ૨૩ સૈનિકો શહીદ થયા
નેશનલ: છત્તીસગઢમાં સુકમા-બીજાપુર જીલ્લાઓમાં સરહદી વિસ્તાર જગરગુંડામાં માઓવાદી હુમાલામાં શહીદ થયેલા સૈનિકોની સંખ્યા વધીને ૨૩ થઇ છે. આ ઓચિંતા હુમલામાં રપ થી વધુ સુરક્ષાકર્મી ઇજાગ્રસ્ત થયા હતા. આજે તેકુલગુંડાનજીક એક શોધ અભિયાનમાં CRPF અને DRGના શહીદ જવાનોના પાર્થિવ દેહ મળી આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે,આ અથડામણમાં અનેક માઓવાદીઓ પણ માર્યા ગયા છે. એક મહિલા વિદ્રોહી સહીત ઘટના સ્થળેથી બે માઓવાદીના મૃતદેહો મળી આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે મુખ્યમંત્રી ભુપેશ બધેલ સાથે વાતચીત કરી અને કેન્દ્રીય રીઝર્વ પોલીસ દળના મહાનિયામક કુલદીપસિંહને પરિસ્થિતિનો તાગ મેળવવા માટે તરત જ ઘટના સ્થળે જવા…
ગુજરાત રાજ્યસભાનાં સાંસદ અભય ભારદ્વાજનું નિધન, પીએમ મોદીએ તેમના નિધન પર વ્યક્ત કર્યો શોક
કોવિડ સામે લાંબી લડાઈ બાદ થયું નિધન ચેન્નઈની હોસ્પીટલમાં લીધા અંતિમ શ્વાસ PM મોદીએ ટ્વીટ કરીને શોક કર્યો વ્યક્ત ગુજરાત: રાજ્યસભાનાં સાંસદ અભય ભારદ્વાજનું કોરોનાની સારવારનાં 40 દિવસ બાદ થયું નિધન. ભારદ્વાજે 31 ઓગસ્ટનાં રોજ રાજકોટ ખાતે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવ્યો હતો. ત્યારે રાજકોટની પંડિત દીનદયાલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન ઑક્સીજનનું સ્તર ઘટ્યું હતું જેથી 15 સપ્ટેમ્બરથી તમને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા હતા. તબિયતમાં સુધારો ન દેખાતા એર એમ્બ્યુલન્સ દ્વારા ચેન્નઈ લઈ જવામાં આવ્યા હતા. hardvaj na
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદ, પુણે અને હૈદરાબાદની મુલાકાત લઈને કોવિડની રસીના વિકાસ તથા ઉત્પાદનની પ્રક્રિયા નિહાળશે
નેશનલ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદ સહિત ત્રણ શહેરોની મુલાકાત લઈને કોવિડની રસીના વિકાસ તથા ઉત્પાદનની પ્રક્રિયા નિહાળશે. તેઓ અમદાવાદમાં ઝાયડ્સ બાયોટેક પાર્ક, પુણેમાં સીરમ ઇન્સ્ટીટ્યૂટ તથા હૈદરાબાદમાં ભારત બાયોટેક એકમોની આજે મુલાકાત લેશે. PM મોદી આ મુલાકાત વખતે સંબંધિત એકમો ખાતેના વૈજ્ઞાનિકો સાથે ચર્ચા-વિચારણા કરશે. પ્રધાનમંત્રી આજે સવારે અમદાવાદ નજીક ચાંગોદરમાં આવેલા ઝાયડ્સ બાયોટેક પાર્કની મુલાકાત લઈને કોવિડની રસીના વિકાસ પ્રક્રિયાની માહિતી મેળવશે. ઝાયડસ કેડીલા આવતા અઠવા઼ડિયે તેની કોવિડ માટેની રસીના બીજા તબક્કાનાં પરિક્ષણોનાં પરિણામો સુપરત કરશે. અને ડિસેમ્બરમાં ત્રીજા તબક્કામાં પરિક્ષણો હાથ ધરશે. જો અપેક્ષીત પરિણામો મળ્યા તો…
નરેન્દ્ર મોદીનાં યોગાસન વાળો વિડિયો ફોરવર્ડ કરતાં પહેલા આ વાંચી લો….
શું તમારા વોટ્સએપમાં એક વિડિયો આવ્યો છે જેમાં નરેન્દ્ર મોદી યોગા કરી રહ્યાં છે અને લખ્યું છે કે, મોદી સાહેબનો આ વિડિયો ખૂબ રેર છે, જુવો યુવાન નરેન્દ્ર મોદી યોગા કરી રહ્યાં છે. આ વિડિયો દેશનાં ઘણાં જાણીતા લોકોએ પણ પોતાના સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. જેમથી એક છે ગજેન્દ્ર ચૌહાણ જે એક જાણીતા કલાકાર છે અને તે દેશની ખૂબ જાણીતી સંસ્થા FTII પુણેનાં ચેયરમેનપણ રહી ચૂક્યા છે. તો જાણી લો શું છે હકીકત અને આ કોનો વિડિયો છે! આ વિડિયો યોગગુરુ બીકેએસ અય્યંગારનો છે. બીકેએસ અય્યંગાર ભારતનાં ખૂબ પ્રસિધ્ધ…
પ્રધાનમંત્રીએ દેશવાસીઓને દીપોત્સવી પર્વમાં વીર સૈનિકોના સન્માનમાં એક–એક દિવો પ્રગટાવવા અપીલ કરી
PM નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને કરી એક અપીલ દીપોત્સવ પર્વ પર એક દીપ સૈનિકોનાં સન્માન માટે નેશનલ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને દીપોત્સવી પર્વમાં વીર સૈનિકોના સન્માનમાં એક – એક દિવો પ્રગટાવવા અપીલ કરી છે. એક ટ્વીટમાં શ્રી મોદીએ કહ્યું કે, આપણે વીર જવાનોના સન્માનમાં દીપ પ્રગટાવીએ જે યોદ્ધાઓ નિર્ભય થઈને આપણા રાષ્ટ્રની સેવામાં સમર્પિત છે અને દેશનું રક્ષણ કરે છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આપણે આપણાં જાબાઝ સૈનિકોને યાદ કરવાના છે, જે હાલ સરહદ પર ખડેપગે છે, અને ભારતમાતાની સેવા અને સુરક્ષા કરી રહ્યા છે, આ ભારતમાતાના વીર સંતાનોના સન્માનમાં દીવો પ્રગટાવી…
