ભેદ

ભેદ આંખ સામે ભેદ થાતો હોય છે એ પછી પડદો પડાતો હોય છે દોસ્ત,વેશ્યાગારમાં પણ સાંજના સૌ પ્રથમ દિવો કરાતો હોય છે રાતના અવશેષ ત્યાં રહી જાય તો? એ બીકે રસ્તો વળાતો હોય છે સૌ પ્રથમ તો ગાંઠ પડતી હોય છે એ પછી છેડો ફડાતો હોય છે બાળકીની લાશ પણ ક્યાંથી મળી! જે જગા રાવણ બળાતો હોય છે સુર્ય ત્યાં પ્હોંચી શકે કેવી રીતે? જ્યાં ઘુવડ રાજા મનાતો હોય છે ઋષિ