દિવ્ય ભાસ્કરનાં ૪ પત્રકારો સામે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન, કાલાવડ રોડ, રાજકોટ શહેર ખાતે FIR નોંધવામાં આવી છે અને FIR કરનાર છે ત્યાંનાં જ હેડ પોલીસ કોન્સ્ટેબલ. હવે વાતમાં તો એવું શું બન્યું કે પત્રકાર સામે ત્યાંનાં જ પોલીસકર્મીને FIR કરવી પડી! કેમકે ઘણી વાર સત્યને બહાર લાવવા પોલીસ અને પત્રકાર ભેગા મળીને, મિત્રતા ભાવ રાખીને સત્યતાને બહાર લાવે છે.દિવ્ય ભાસ્કરનાં તંત્રી દેવેન્દ્ર ભટનાગર કહે છે કે.. ” અમે ‘ગુનો’ કર્યો છે, સાડી સત્તરવાર ‘ગુનો’ કર્યો છે. જેમના માથા પર કોરોનાના પાંચ દર્દીઓના મોતનું કલંક છે એવા હોસ્પિટલનાં માલેતુજાર સંચાલકો…