એપ્રિલ/મે-2021 પાસ વિદ્યાર્થીઓએ ફોર્મ ભરવાનું નથી. રૂ. 260 /- ફી ઓનલાઇન ભરવાની રહેશે. ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ 14 જૂન 2021 છે. ગુજરાત યુનિવર્સિટીના વિધાર્થીઓ કે જેઓએ 1950 થી 2020 સુધી નિયમિતરૂપે અભ્યાસ કર્યો છે અને જે-તે વિધાશાખામાંથી અભ્યાસ પૂર્ણ કરીને તેમણે છેલ્લા વર્ષની પરીક્ષાને પાસ કરેલ છે તેવા તમામ વિધાર્થીઓ ડિગ્રી સર્ટિફિકેટ ફોર્મ ઓનલાઈન ભરી શકશે. ગુજરાત યુનિવર્સિટીના પરિપત્ર મુજબ, આવેદનપત્ર ભરવા અંગેની માર્ગદર્શક સૂચનાઓ નીચે પ્રમાણે છે. 1. એપ્રિલ/મે-2021 પાસ થયેલ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓએ પદવી પ્રમાણપત્ર માટે હાલમાં આવેદનપત્ર ભરવાનું રહેતું નથી. તેથી તેમણે હાલમાં અરજી કરવી નહિ. તેમ…
Tag: gujarat university news
ગુજરાત યુનિવર્સિટીનું ‘ઉનાળુ વેકેશન’ 5 જૂન સુધી
ગુજરાત યુનિવર્સિટી ભવનો,અનુસ્નાતક કેન્દ્રો તથા સંલગ્ન કોલેજોમાં વેકેશન કોલેજોમાં ઉનાળુ વેકેશન તા 01 મે થી તા. 05 જૂન સુધી કોરોના મહામારીનું સંક્રમણ થતુ અટકાવવા અને તેની તકેદારીના પગલારૂપે રાજ્ય સરકાર-શિક્ષણ વિભાગ હસ્તકની તમામ સરકારી યુનિવર્સિટીઓ,સંલગ્ન સરકારી ,ગ્રાંટ -ઇન-એઇડ અને ખાનગી કોલેજોમાં, શૈક્ષણિક વર્ષ 2020 – 2021 ના એકેડેમિક કેલેન્ડરમાં યુનિવર્સિટીના અનુસ્નાતક વિભાગો અને સંલગ્ન કોલેજોમાં ઉનાળુ વેકેશન તા. 01/05/2021 થી તા. 05/06/2021 સુધીનુ ગુજરાત યુનિવર્સિટીએ જાહેર કર્યું છે. આ પરિપત્ર ગુજરાત યુનિવર્સિટીના વિવિધ ભવનોના અધ્યક્ષશ્રીઓ તેમજ અનુસ્નાતક કેન્દ્રના વડાશ્રીઓ તરફ તથા વિનયન,વિજ્ઞાન,વાણિજ્ય,શિક્ષણ,અને કાયદા વિદ્યાશાખાની સંલગ્ન કોલેજોના આચાર્યશ્રીઓ તથા પ્રમુખશ્રીઓ…