ગુજરાત યુનિવર્સિટીનું ‘ઉનાળુ વેકેશન’ 5 જૂન સુધી

ગુજરાત યુનિવર્સિટી ભવનો,અનુસ્નાતક કેન્દ્રો તથા સંલગ્ન કોલેજોમાં વેકેશન કોલેજોમાં ઉનાળુ વેકેશન તા 01 મે થી તા. 05 જૂન સુધી   કોરોના મહામારીનું સંક્રમણ થતુ અટકાવવા અને તેની તકેદારીના પગલારૂપે રાજ્ય સરકાર-શિક્ષણ વિભાગ હસ્તકની તમામ સરકારી યુનિવર્સિટીઓ,સંલગ્ન સરકારી ,ગ્રાંટ -ઇન-એઇડ અને ખાનગી કોલેજોમાં, શૈક્ષણિક વર્ષ 2020 – 2021 ના એકેડેમિક કેલેન્ડરમાં યુનિવર્સિટીના અનુસ્નાતક વિભાગો અને સંલગ્ન કોલેજોમાં ઉનાળુ વેકેશન તા. 01/05/2021 થી તા. 05/06/2021 સુધીનુ ગુજરાત યુનિવર્સિટીએ જાહેર કર્યું છે. આ પરિપત્ર ગુજરાત યુનિવર્સિટીના વિવિધ ભવનોના અધ્યક્ષશ્રીઓ તેમજ અનુસ્નાતક કેન્દ્રના વડાશ્રીઓ તરફ તથા વિનયન,વિજ્ઞાન,વાણિજ્ય,શિક્ષણ,અને કાયદા વિદ્યાશાખાની સંલગ્ન કોલેજોના આચાર્યશ્રીઓ તથા પ્રમુખશ્રીઓ…

ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાઓ કરાઈ મોકૂફ

ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ 12 એપ્રિલે અને 23 એપ્રિલથી શરૂ થનારી પરીક્ષા મોકૂફ ગુજરાત: ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે. આગામી 12 અને 23 એપ્રિલથી શરૂ થનારી પરીક્ષાઓ કોરોનાને કારણે મોકૂફ રાખવામાં આવી છે. BA,BSC,BBA,BCA,B.ED, B.COM.ની પ્રથમ સેમની પરીક્ષાઓ 12 અને 23 એપ્રિલથી શરૂ થવાની હતી. પરંતુ રાજ્યમાં અને ખાસ કરીને અમદાવાદમાં કોરોના વાયરસનાં વધી રહેલા કેસને પગલે આ પરીક્ષાઓ હાલ પુરતી મોકૂફ રાખવાનો યુનિવર્સીટી તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે. આગામી આદેશ ન મળે ત્યાં સુધી પરીક્ષાઓ રહેશે મોકૂફ યુનિવર્સિટીનાં તંત્ર દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલ…

ઓનલાઇન પરીક્ષા વિકલ્પ પસંદગીની વેબસાઈટ ખુલવામાં ERROR, વિદ્યાર્થીઓ પરેશાન

ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટ ચાલુ પણ, ઓનલાઇન પરીક્ષા પસંદગીની વેબસાઇટ બંધ પરીક્ષા વિકલ્પ પસંદગીની છેલ્લી તારીખ નજીક કેટલાય વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરવાથી વંચિત ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન અને ઓફલાઈન એમ બંને રીતે પરીક્ષા આપવા માટેની વ્યવસ્થા પુરી પાડવામાં આવી છે. કોરોના મહામારીનાં કારણે જે વિદ્યાર્થીઓ ઓફલાઇન પરીક્ષા આપવા માટે સક્ષમ નથી તેના માટે 8 ડિસેમ્બરના રોજ ગુજરાત યુનિવર્સિટી દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. જેમાં જે વિદ્યાર્થીઓ ઓનલાઇન પરીક્ષા આપવામાં માગતા હોય તેમની માટે “ઓનલાઇન પરીક્ષા આપવા માટેનો વિકલ્પ” પસંદ કરી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને ઓનલાઈન પરીક્ષાની પસંદગી ન કરનારા…