17 હજાર ગામોમાં કોરોનામુક્તિની સંકલ્પના, આજથી ‘મારૂં ગામ કોરોનામુકત ગામ’અભિયાનનો પ્રારંભ

  NCC-NSS- નહેરૂ યુવા કેન્દ્ર-રેડ ક્રોસ જેવા સંગઠનોના સેવાકર્મીઓને-ધર્મસંસ્થાના કાર્યકરોને ‘મારૂં ગામ કોરોનામુકત ગામ’ અભિયાનમાં જનજાગૃતિ કેળવવા જોડી શકાય – રાજ્યપાલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતીમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સી.એમ. ડેશબોર્ડ માધ્યમથી રાજ્યના ગામોના સરપંચો, જિલ્લા-તાલુકા પંચાયત પ્રમુખો, પદાધિકારીઓ, અગ્રણીઓ અને જિલ્લા પ્રભારી મંત્રીશ્રીઓ, અધિકારીઓ સાથે મારૂં ગામ કોરોનામુકત ગામ અભિયાનના પ્રારંભ અવસરે ઇ-સંવાદ સાધીને માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યમંત્રીએ રાજ્યના દરેક ગામોમાં શાળા સંકુલ, જ્ઞાતિની વાડી, મોટા ખાલી રહેલા મકાનો, મંડળીઓ, પંચાયત ઘર જેવી જગ્યાઓએ જરૂર જણાયે આઇસોલેશન સેન્ટર, કોવિડ કેર સેન્ટર્સ ઊભા કરવા અને તેમાં શરદી, ખાંસી, સામાન્ય તાવ જેવા…

ગુજરાતી સુપરસ્ટારે કહ્યું ‘કોઈ પણ ‘પોલિટિકલ એષણા’ વગરની મારી આ પોસ્ટને સમજવાના પ્રયત્નો કરશો તો સારું.’

ગુજરાતી સુપરસ્ટાર હિતેનકુમારે કોરોના સંદર્ભે ગુજરાતમાં ચાલી રહેલ વાતાવરણ અંગે ફેસબુક પર પોસ્ટ કરી હતી. જેમાં તેમણે નિરાશા સાથે જણાવ્યું હતું કે આ જે ચાલી રહ્યું છે એ પરિસ્થિતિ ખરાબ છે અને ઉમેર્યું હતું કે હું ભલે અત્યારે મુંબઇમાં રહેતો હોઉ પરંતુ મારા મૂળિયાં મૂળ ગુજરાત એટલે કે સુરતના છે. સાથે એમને પીડા સાથે એ પણ જણાવ્યું હતું કે “ઘણા એવા ‘સેલિબ્રિટી મિત્રો’ જે આંખ આડા કાન કરી શકતા હશે,પણ મારાથી એ નથી શકતું એ હકીકત છે.” હિતેન કુમારે  ફેસબુક વોલ પર કરેલ પોસ્ટ નમષ્કાર મિત્રો, કોઈ પણ ‘પોલિટિકલ એષણા’…

શ્વાનને બચાવવા જતાં પંચોટ તળાવમાં કાર ખાબકી, ત્રણ શિક્ષકોનાં મોત

પાંચોટ તળાવમાં કાર ખાબકતા ત્રણ શિક્ષકોના મોત થતાં અરેરાટી વ્યાપી કૂતરાને બચાવવા જતાં કાર તળાવમાં ખાબકી હતી ગુજરાત: પાંચોટ તળાવમાં કાર ખાબકતા ત્રણ શિક્ષકોના મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. આજે વહેલી સવારે પાંચોટ તળાવ પાસે અકસ્માત સર્જાયો જેમાં ગાડી તળાવમાં ખાબકી હતી જેમાં યુવતી અને બે પુરુષ શિક્ષકનાં મોત થયા છે. શિક્ષકો મહેસાણાથી નોકરી પર જઈ રહ્યા હતા, ત્યારે પાંચોટ તળાવ પાસે કૂતરું વચ્ચે આવતા કાર ચાલકે કાબુ ગુમાવ્યો હતો. કૂતરાને બચાવવા જતાં કાર તળાવામાં ખાબકી હતી અને 3 શિક્ષકોનાં કાર સાથે તળાવમાં ડૂબી જતાં મોત નિપજ્યા છે. ઘટનાની…